પોસ્ટ્સ

ભાઈ મને ઓળખ્યો હું આંબળુ

એક આમળાની આકાશવાણી થઇ.  હું આમળું, ઓળખ્યું ? ગોળ, લીલું ખુબ જ ખાટ્ટૂ લાગે ઈ.  મને English માં Indian gooseberry કહે છે. મેં કોઈ દિ ઘુસ લીધી નથી તોય Gooseberry કેમ ક્યે છે આ ધોળિયાઓ ?? ભારતના રૂષી મુનિઓ એ મને આયુર્વેદ માં પહેલા સૌથી પાંચ મહત્ત્વનાં ઔષધમાં સ્થાન આપ્યું છે. હા, એ વાત અલગ છે કે આજ કાલ મારો ઉપયોગ માત્ર Hair Oil બનાવવા તરીકે થાય છે !!  આ માથાના વાળે બહુ તપ કરી ને વરદાન માગ્યું લાગે છે કે આમળું ખાલી મારી જ સેવા કરે !! મનુષ્ય મારે તમને કેવું છે કે મારી સેવાનો લાભ માત્ર વાળ સુધી જ સીમિત નથી, પણ હું તમારા આખા શરીરની સેવા કરી શકું તેમ છુ ! પેહલા તો મને જાણો - 1. તમને એમ લાગે કે હું તુરુ અને ખાટું છુ, Right ? પણ તમારી અજ્ઞાનતા દુર કરી દવ.  મારા મા સ્વાદના છ એ છ રસ છે એટલે કે તીખા, ખાટા, તુરા, મીઠા, ખારા, કડવા !! 2. મારા મા 445 mg થી 650 mg પ્રતિ 100g Vitamin C હોય છે ! જે orange માં હોય એના કરતા 20 ગણું વધારે છે.  3. ભારત માંથી હું દર વરસે 25000 MT બીજા દેશોમાં જાવ છુ. 4. હું શિયાળામાં જ તમને મળી શકું છું.  5. હું ત્રણેય દોષ વાત, કફ અને પિત ને સંતુલિત ...

હવે ચોમાસું નજીક આવે છે, કૂંડા અને બાગમાં રોપાતા ફુલ છોડ માટે કેટલીક ટીપ્સ

હવે ચોમાસું નજીક આવે છે, કૂંડા અને બાગમાં રોપાતા ફુલ છોડ માટે કેટલીક ટીપ્સ........ ■ કુંડું પસંદ કરો તો એની નીચે તળીયામાં વધારાનું પાણી નીકળી જાય એવા ત્રણ ચાર કાણાં છે કે નહીં તે ચેક કરો, ન હોય તો કાંણા પાડો. ■ નવો છોડ રોપવા નવા કુંડામાં જુના સુકાઇ ગયેલા છોડના કૂંડાની માટી ક્યારેય ન વાપરો. ■ નવી માટી બનાવવા.... ખેતરની સારી માટીનો ઉપયોગ કરો, 50% માટી, 40 % જુનુ કોહવાયેલું છાણીયું ખાતર અને 10% ચારેલી ઝીણી રેતને બરાબર મીક્ષ કરી ઉપયોગ કરો. ■ કુંડામાં પહેલાં ત્રણ ચાર ઇચ (કૂંડાની ઉંચાઇની સાઇઝ પ્રમાણે) મોટા કાંકરાની રેત અથવા ઇંટોના રોડાં ભરો, ■ છોડ પસંદ કરતી વખતે મોટે ભાગે સીઝનલ છોડ ન લો, એ મોંઘા હશે અને એક સીઝનથી વધારે રહેશે નહી. ■ સારો ફુટેલો તંદુરસ્ત છોડ લો, એ લેવા જતાં સાંથે એકદમ ધારદાર છરી કે ચાકુ લઇને જાવ, જો નર્સરીમાં એ છોડ પ્લાસ્ટીક બેગમાં રોપેલો હોય અને એના મૂળિયાં જમીનમાં ઉતરેલા હોય તો, એને ખેચીને ન કાઢવા દો, પણ છરી ચપ્પાથી કપાવીને લો. ■ લાવ્યા પછી એને તરત બાગ કે કુંડામાં ન વાવો, પણ જ્યાં રોપવાનો હોય ત્યાં અઠવાડિયું એને મુકી રાખો, એ નર્સરીના વાતાવરણમાં હતો, તેથી તેને તમારા ગાર્ડન કે...

ભાદરવાના તાપ અને તાવથી બચવા ત્રણ-ચાર ઘરગથ્થુ પ્રયોગો

વર્ષા ની વિદાય અને શરદનુ આગમન એટલે ભાદરવો. દિવસે ધોમ ધખે અને મોડી રાત્રે આછુ ઓઢીને સુવુ પડે એવો ઠાર પડે.  આયુર્વેદાચાર્યો કહી ગયા છે કે વર્ષામા પિત્તનો સંગ્રહ થાય અને શરદમા તે પિત્ત પ્રકોપે. આ પ્રકોપવુ એટલે તાવ.  *ભાદરવાના તાપ અને તાવથી બચવા ત્રણ-ચાર ઘરગથ્થુ પ્રયોગો*  (૧) ભાદરવાના ત્રીસે દિવસ રોજ રાત્રે સુતા પહેલા સુદર્શન/મહાસુદર્શન ઘનવટી - ૨-૩ ટીક્ડી ચાવીને નવસેકા ગરમ પાણી સાથે લેવી. (૨) અનુકૂળતા હોય તો ભાદરવાના ત્રીસે દિવસ  દુધ -ચોખા-સાકરની ખીર અથવા દુધ-પૌવા ખાવુ. ગળ્યુ દુધ એ વકરેલા પિત્તનુ જાની દુશ્મન છે. આ હેતુથી જ શ્રાદ્ધપક્ષમાં ખીર બનાવવાનુ આયોજન થયુ હતુ.  (૩) જેની છાલ પર કથ્થાઇ/કાળા ડાઘ હોય એવા પાકેલ કેળાને છુંદીને એમા સાકર ઉમેરી બપોરે જમવા સાથે ખાવા. જો ઇચ્છા હોય તો ઘી પણ ઉમેરવુ. પણ કેળા સાથે ઘી પાચનમા ભારે થાય. એટલે જો ઘી ઉમેરો, તો પછી બેએલચી વાટીને ઉમેરી દેવી.   (જો ખીર અને કેળા - બન્નેનો પ્રયોગ કરવો હોય તો કેળા બપોરે અને ખીર સાંજે એમ ગોઠવવુ) (૪) ભલેચુકે ખાટી છાશ ન જ પીવી. ખુબ વલોવેલી, સાવ મોળી છાશ લેવી હોય તો ક્યારેક લેવાય. (૫) ઠંડા પહોરે (વ...

મુખ્યમંત્રી કિસાન સહાય યોજના

છબી
મુખ્યમંત્રી કિસાન સહાય યોજના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના લાખો કિસાનોના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી કિસાન યોજનાની જાહેરાત કરી છે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને કૃષિમંત્રી આર.સી.ફળદુની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીએ આ યોજનાની જાહેરાત કરી હતી.તેમણે કહ્યું કે ખેતીમાં ખાસ કરીને ખરીફ ઋતુમાં વરસાદની અનિયમિતતા ખેડુતોને આર્થિક નુકશાન કરનાર પરિબળ છે.આવા કુદરતી આપત્તિના પ્રસંગોએ ખેડૂતોને થતા પાક નુકસાન માટે પારદર્શક અને સરળ પદ્ધતિ જેમાં રાજ્યના બધા જ ખેડુતોનો સમાવેશ થાય અને નુકસાન થયેલ ખેડૂત રહી ન જાય તે ધ્યેય સાથે ખરીફ ઋતુમાં કુદરતી આપત્તિથી થયેલ પાક નુકશાન સામે ખેડૂતોને સરળતાથી લાભ આપવા અને તમામ પાક અને સમગ્ર રાજ્યના વિસ્તારોને  આવરી લે તેવી યોજના અમલમાં મૂકવા રાજ્ય સરકારે નિર્ણય કર્યો  છે.  મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ યોજનાનો લાભ રાજ્યના નાના મોટા સીમાંત બધાજ ખેડૂતો ને આવરી લેવાયા છે.એટલું જ નહિ આ યોજના માટે ખેડૂતે કોઈ જ પ્રીમિયમ ભરવાનું રહેશે નહિ તેમ પણ તેમણે જણાવ્યું હતું. આ યોજના સરળ અને પારદર્શી છે તેની ભૂમિકા મુખ્યમંત્રી એ આપી હતી.તેમણે જણાવ્યું કે  એસ.ડ...

શું તમે જાણો છો પોપૈયાના બીયા ખાવાથી જડમૂળ થી નાબુદ થશે આ ત્રણ બીમારીઓ

શું તમે જાણો છો પોપૈયાના બીયા ખાવાથી જડમૂળ થી નાબુદ થશે આ ત્રણ બીમારીઓ, આ લેખ વાંચ્યા બાદ ફેકવાનુ ભૂલી જશો, જાણો તમે પણ…મિત્રો, આજે આ લેખમા અમે તમને પપૈયાના અમુક એવા લાભો વિશે જણાવીશુ કે, જે તમે કદાચ પહેલા ક્યારેય નહી જોયા હોય. આ ફળમા તમારા બધા ફળોની તુલનામા સૌથી વધુ ફાયદાકારક ગુણધર્મો છે પરંતુ, શુ તમને ખ્યાલ છે કે, આ ફળના બીજ આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભદાયી છે. જો તમે આ પપૈયાના બીજનુ યોગ્ય રીતે સેવન કરશો, તો તમારા શરીરમાથી અનેકવિધ સમસ્યાઓ જડમૂળમાથી દૂર થઈ જશે.નિયમિત સવારે એક ચમચી પપૈયાના બીજ ભૂખ્યા પેટે સેવન કરવામા આવે તો તેનાથી તમારુ લીવર મજબૂત બને છે. તમારા યકૃતને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે પપૈયુ અને તેના બીજનુ સેવન ખુબ જ લાભદાયી સાબિત થાય છે.આ ઉપરાંત તમે પપૈયાના બીજનો ઉપયોગ કરીને દાંત સાથે સંકળાયેલ સમસ્યાઓમાંથી પણ મુક્તિ મેળવી શકો છો. નિયમિત પપૈયાના બીજને ક્રશ કરી તેની પેસ્ટ તૈયાર કરી અને તેને નિરંતર પાંચ દિવસ સુધી દાંત પર લગાવો તો તમારા દાંત પર લાગેલ તમામ જંતુઓ દૂર થાય છે અને તમારા દાંત સ્વચ્છ અને મજબુત બને છે.હાલ, મોટાભાગના લોકો પથરીની સમસ્યાથી પીડાય છે. શુ તમને ખ્યાલ છે...

શરીર પરના અનિચ્છનીય મસાઓ દૂર કરવા માટે આ ઘરેલું ઉપાયને અનુસરો

શરીર પરના અનિચ્છનીય મસાઓ દૂર કરવા માટે આ ઘરેલું ઉપાયને અનુસરો, તમને થોડા દિવસોમાં મળશે છૂટકારો...આપણા શરીર પર જે ફોડકીઓ  નીકળે છે અને અટકી જાય છે તેને માસ અથવા મસો કહે છે. તેઓ ખૂબ ખરાબ લાગે છે અને શરીરની સુંદરતા બગાડે છે. અંગ્રેજીમાં, આપણે તેને ત્વચા ટેગ તરીકે પણ જાણીએ છીએ. ઘણીવાર આ મસાઓ ને  ગળા, ખભા અને પીઠ પર દેખાય છે. આ મોટે ભાગે શરીરના તે સ્થળોએ થાય છે જ્યાં ભેજનું પ્રમાણ વધારે હોઈ  છે. જો કે, તે કોઈ પીડા અથવા અગવડતા લાવતું નથી, પરંતુ જ્યારે કપડાં અથવા ઝવેરાત પહેરે છે ત્યારે આ મસાઓ ખેંચાય છે અને લોહી નીકળતી વખતે ખૂબ પીડા થાય છે.તબીબી સંબંધમાં તે એસ્ફિબ્રોફિથેલિયલ પોલિપ અથવા એક્રોકોર્ડોન તરીકે ઓળખાય છે. તે ત્વચાના જખમનો એક પ્રકાર છે જે સામાન્ય રીતે એડિપોસાઇટ, ફાઇબર અને ત્વચા ની  પેશીઓ થી બને છે. મસાઓ કોઈપણને થઇ શકે છે. તે આનુવંશિક પણ છે. તે ડાયાબિટીઝ અને સગર્ભા સ્ત્રીઓમાં થવાની સંભાવના વધારે છે. ઘણા લોકો તેનાથી છૂટકારો મેળવવા માગે છે, પરંતુ તે કાયમથી કેવી રીતે છુટકારો મેળવવો તે સમજી શકતા નથી. તો આજે આ પોસ્ટમાં, અમે તમને સામૂહિક / મસોમાંથી મુક્તિ મેળવવા માટે કેટલાક...

અષાઢ મહિને ઉપયોગી આદુ

*અષાઢ મહિને ઉપયોગી આદુ...* અષાઢ મહિના માં ભગવાન સૂઈ જાય તે મધુરી કલ્પનામાં વિહાર કરીએ તો..... આપણા શરીર ના અગ્નિ... વૈશ્વનાર ને શ્રીમદ્ ભગવત ગીતા માં ભગવાન કહ્યા છે. જો ભગવાન સૂઈ જાય એટલેકે અગ્નિ શાંત થાય તો માણસ નું મૃત્યુ થાય. તેથી આયુર્વેદે આદુ ને અગ્નિ ની ઉપમા આપી છે જે ચોમાસાના ચાર મહિના શરીરમાં ભગવાનની જવાબદારી સંભાળી શકે.  આદુ ગરમ છે, વર્ષા ઋતુમાં ગરમી- પિત્ત શરીરમાં ભેગું થાય, સંચય થાય. તેથી ગરમ ખોરાક લેવાય નહિ. પરંતુ વર્ષાઋતુ માં અગ્નિ મંદ- નબળો પડે ને આખાય વર્ષમાં સૌથી વધુ વાયુ નો પ્રકોપ આ  ઋતુમાં થાય. તેથી વાયુ ના શમન માટે ને અગ્નિને પ્રજ્વલિત રાખવા માટે, અપચો, અપેન્ડીસાઈટીસ, શરદી જેવા દર્દ દૂર કરવા માટે આદુ- સુંઠ, ગંઠોડા, અજમો, કાળા મરી જેવા દ્રવ્યો યોગ્ય અનુપાન સાથે અચૂક લેવા જોઈએ. તેથી એમ કહી શકાય કે....  "આદુ ખાઈ ને અષાઢ મહિનો જે કોઈ કાઢે, તેની પાસેથી રોગ ચપટી માં ભાગે" વર્ષાઋતુના દિવસોમાં આપણે સ્વાર્થ સાથે પરમાર્થનું કામ કરવું હશે તો આદુ ખાઈ ને જ મંડવું પડશે. https://youtu.be/qZ5vcfGF0Ew આદુ તીખું છે, ગરમ છે, કફ અને વાયુ નો નાશ કરનાર છે, ભૂખ લગાડે, ખોરાક પ...

આ સુંદરતા, પવિત્રતા, આદર્શ, માનવતા અને નીતિમત્તા ને આગળ ધપાવીએ

ચારસો મીટર ની રેસ માં કેન્યા નો રનર અબેલ મુત્તાઈ સહુ થી આગળ હતો .. ફિનિશિંગ લાઈન થી ચાર પાંચ ફૂટ ની દુરી પર એ અટકી પડ્યો... એને લાગ્યુ કે આ દોરેલા પટ્ટા જ ફિનિશિંગ લાઈન છે અને મૂંઝવણ માં અને ગેરસમાજ માં, એ ત્યાં જ અટકી પડ્યો. તેની પાછળ બીજા નમ્બરે દોડી રહેલ સ્પેનિશ રનર ઈવાન ફર્નાન્ડિઝ એ આ જોયું અને તેને લાગ્યુ કે આ કૈક ગેર સમાજ છે...  તેણે પાછળ થી બૂમ પાડી અને મુત્તાઈ ને કહ્યું કે તે દોડવાનું ચાલુ રાખે... પરંતુ , મુત્તાઈ ને સ્પેનિશ ભાષા માં સમાજ ના પડી.... આ આખો ખેલ માત્ર ગણતરી ની સેકન્ડ નો હતો. ... સ્પેનિશ રનર ઈવાન એ પાછળ થી આવી અને અટકી પડેલા મુત્તાઈ ને જોર થી ધક્કો માર્યો અને, મુત્તાઈ ફિનિશ રેખા ને પર કરી ગયો.... ખુબ નાનો, પણ અતિ મહત્વ નો પ્રસંગ. ... આ રેસ હતી ... અંતિમ પડાવ પૂરો કરી વિજેતા બનવાની રેસ... ઈવાન ધારત તો પોતે વિજેતા બની શકત ... ફિનિશ રેખા પાસે આવી ને અટકી પડેલા મુત્તાઈ ને અવગણી ને ઈવાન વિજેતા બની શકત. .. આખરે વિજેતા મુત્તાઈ ને ગોલ્ડ મેડલ મળ્યો અને ઈવાન ને સિલ્વર. ... એક પત્રકારે ઈવાન ને પૂછ્યું , " તમે આમ કેમ કર્યું? તમે ધારત તો તમે જીતી શકત.. તમે આજે ગોલ્ડ મેડલ ને...

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.

રાત્રે સુતા પહેલા ખાવ આ એક વસ્તુ તમારા પેટમાં જમા થયેલો તમામ કચરો થઇ જશે એકદમ સાફ.

સવારે પલાળેલી મગફળીનાં થોડા દાણા ખવડાવવાથી