ભાઈ મને ઓળખ્યો હું આંબળુ

એક આમળાની આકાશવાણી થઇ.  હું આમળું, ઓળખ્યું ? ગોળ, લીલું ખુબ જ ખાટ્ટૂ લાગે ઈ.  મને English માં Indian gooseberry કહે છે. મેં કોઈ દિ ઘુસ લીધી નથી તોય Gooseberry કેમ ક્યે છે આ ધોળિયાઓ ?? ભારતના રૂષી મુનિઓ એ મને આયુર્વેદ માં પહેલા સૌથી પાંચ મહત્ત્વનાં ઔષધમાં સ્થાન આપ્યું છે. હા, એ વાત અલગ છે કે આજ કાલ મારો ઉપયોગ માત્ર Hair Oil બનાવવા તરીકે થાય છે !!  આ માથાના વાળે બહુ તપ કરી ને વરદાન માગ્યું લાગે છે કે આમળું ખાલી મારી જ સેવા કરે !! મનુષ્ય મારે તમને કેવું છે કે મારી સેવાનો લાભ માત્ર વાળ સુધી જ સીમિત નથી, પણ હું તમારા આખા શરીરની સેવા કરી શકું તેમ છુ ! પેહલા તો મને જાણો - 1. તમને એમ લાગે કે હું તુરુ અને ખાટું છુ, Right ? પણ તમારી અજ્ઞાનતા દુર કરી દવ.  મારા મા સ્વાદના છ એ છ રસ છે એટલે કે તીખા, ખાટા, તુરા, મીઠા, ખારા, કડવા !! 2. મારા મા 445 mg થી 650 mg પ્રતિ 100g Vitamin C હોય છે ! જે orange માં હોય એના કરતા 20 ગણું વધારે છે.  3. ભારત માંથી હું દર વરસે 25000 MT બીજા દેશોમાં જાવ છુ. 4. હું શિયાળામાં જ તમને મળી શકું છું.  5. હું ત્રણેય દોષ વાત, કફ અને પિત ને સંતુલિત ...

અષાઢ મહિને ઉપયોગી આદુ

*અષાઢ મહિને ઉપયોગી આદુ...*

અષાઢ મહિના માં ભગવાન સૂઈ જાય તે મધુરી કલ્પનામાં વિહાર કરીએ તો..... આપણા શરીર ના અગ્નિ... વૈશ્વનાર ને શ્રીમદ્ ભગવત ગીતા માં ભગવાન કહ્યા છે. જો ભગવાન સૂઈ જાય એટલેકે અગ્નિ શાંત થાય તો માણસ નું મૃત્યુ થાય. તેથી આયુર્વેદે આદુ ને અગ્નિ ની ઉપમા આપી છે જે ચોમાસાના ચાર મહિના શરીરમાં ભગવાનની જવાબદારી સંભાળી શકે. 

આદુ ગરમ છે, વર્ષા ઋતુમાં ગરમી- પિત્ત શરીરમાં ભેગું થાય, સંચય થાય. તેથી ગરમ ખોરાક લેવાય નહિ. પરંતુ વર્ષાઋતુ માં અગ્નિ મંદ- નબળો પડે ને આખાય વર્ષમાં સૌથી વધુ વાયુ નો પ્રકોપ આ  ઋતુમાં થાય. તેથી વાયુ ના શમન માટે ને અગ્નિને પ્રજ્વલિત રાખવા માટે, અપચો, અપેન્ડીસાઈટીસ, શરદી જેવા દર્દ દૂર કરવા માટે આદુ- સુંઠ, ગંઠોડા, અજમો, કાળા મરી જેવા દ્રવ્યો યોગ્ય અનુપાન સાથે અચૂક લેવા જોઈએ. તેથી એમ કહી શકાય કે.... 
"આદુ ખાઈ ને અષાઢ મહિનો જે કોઈ કાઢે, તેની પાસેથી રોગ ચપટી માં ભાગે"
વર્ષાઋતુના દિવસોમાં આપણે સ્વાર્થ સાથે પરમાર્થનું કામ કરવું હશે તો આદુ ખાઈ ને જ મંડવું પડશે.

https://youtu.be/qZ5vcfGF0Ew

આદુ તીખું છે, ગરમ છે, કફ અને વાયુ નો નાશ કરનાર છે, ભૂખ લગાડે, ખોરાક પ્રતિ રૂચી લગાડે. કફ, શરદી, તાવ, ઉધરસ, વા, આમવાત, કબજિયાત, અપચો, ગેસ, શ્વાસ, સોજા, પેટ નો દુખાવો, ઝાડા, મરડો, કમળો આ બધાજ રોગો અને લક્ષણો મટાડનાર છે. 

આદુ તીખું અને ગરમ હોવા છતાં તે પાક માં મધુર અને ઠંડુ છે તેથી  વરસાદ અને ઠંડી ની ઋતુ માં ગરમીથી  થતાં રોગો જેવા કે બળતરા, ચક્કર આવવા, એસીડીટી, લોહી પડવું, મળ માર્ગે લોહી પડવું, મસા, ભગંદર જેવા રોગો માં પણ નુકશાન કરનાર નથી પરંતુ નિષ્ણાત વૈદ્યના માર્ગદર્શનથી પુટપાક સ્વરસ અને યોગ્ય અનુપાનથી આપવામાં આવે તો ઉત્તમ પરિણામ મેળવી શકાય છે. 

ભોજન પહેલા આદુ અને નમક કચરી ને ખાવાથી કકડી ને ભૂખ લાગેછે. ખોરાક પ્રતિ રૂચી ઉત્પન્ન થાય છે. ખાધેલું પચે છે, અપાન વાયુની સવળી ગતિ થાય છે. ખોરાકમાંથી કાચો રસ- આમદોષ બનતો નથી. તેથી શરદી, ગેસ, પેટ નો દુખાવો, કબજિયાત જેવા રોગો થતાં નથી અને થયા હોય તો મટે છે. 

રોગપ્રતિકાર શક્તિ વધારવા અને તાવ ઉતરી ગયા પછી ફરી શક્તિ મેળવવા દરરોજ સવારે આદુના રસ માં લીંબુ રસ અને નમક પાણી સાથે એક કપ પીવું. આવી રીતે વર્ષાઋતુ અને શિશિર ઋતુમાં પીવાથી અપચો, આમદોષ, અરુચિ, મંદાગ્નિ મટે છે, ગેસ થતો નથી, ખાલી ઓડકાર બંધ થાયછે, વાયુ અને કબજિયાત દૂર થાય છે.

માત્ર આદુનો રસ અને પાણી પીવાથી હૃદયનું ભારેપણું, હૃદયનો દુઃખાવો, ખરાબ કોલેસ્ટેરોલ તથા અન્ય આમદોષ અને કૃમિજન્ય રોગોમાં લાભ થાય છે. 

નાભિ ફરતે બાંધેલા લોટની પાળ બનાવી તેમાં આદુનો રસ ભરી રાખવાથી મુશ્કેલીથી મટતા ઝાડા, મરડો, ઉલટી, પેટ નો દુખાવો મટે છે. આદુના રસ માં હિંગ, કર્પૂર ઉમેરી ને અડધો કલાક રાખી શકાય. 

આદુ અને ગોળ ભેગું કરી તેની પોટલી બનાવી તેના રસના ૨-૨ ટીંપા નાકમાં નાખવાથી આધાશીશી નામનો માથાનો દુઃખાવો, હેડકી મટે છે.

આદુ રસ, લીંબુ રસ અને મધ સરખે ભાગે લઈ તેમાં ચપટી લીંડીપીપર ઉમેરીને પીવાથી કફ- વાયુથી થતી ઉધરસ મટે છે.                

આદુ અને ફુદીનાનો ઉકાળો પીવાથી તાવ પરસેવો વળીને ઉતરે છે.

આદુ વીર્ય વધારનાર છે. તાકાત મેળવવા આદુપાક ખાઓ. 

આદુ રસ અને ડુંગળીનો રસ એક-એક તોલો મેળવી ને પીવાથી ઉલટી મટે છે.

આવું બધી જ રીતે ઉપયોગી, બધીજ ધાતુ વધારનાર, વીર્ય વધારનાર આદુ એ માણસ ને ખુબજ ઉપયોગી છે.
નવી નવી આયુર્વેદિક માહિતી દર રવિવારે વિડીયો દ્વારા જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલ Raj Parmar Ayurvedic Jivanshaili સબ્સ્ક્રાઇબ કરો.
https://www.youtube.com/channel/UCiLkvTanSqIXwh1mlL0UvEg
અને વોટ્સએપ ગ્રુપમાં જોડાવવા માટે HEALTH લખી 97 22 666 44 2 પર વોટ્સએપ મેસેજ કરો.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પેટ ઘણું ચતુર છે, તમારું ગુલામ તો નથી જ

શું તમે જાણો છો પોપૈયાના બીયા ખાવાથી જડમૂળ થી નાબુદ થશે આ ત્રણ બીમારીઓ

તાંબાના વાસણમાં રાખેલા પાણી પીવાના ફાયદા