હંમેશા લોકોને *બદામને રાત્રે પલાળીને સવારે ખાવાની આદત* હોય છે, કેમ કે બદામમાં એકથી વધીને એક બહુ જ ફાયદા હોય છે. તે આપણને તંદુરસ્ત રાખે છે. પંરતુ માર્કેટમાં વધી રહેલા *બદામ નાં ભાવોને કારણે રોજ બદામ ખાવું* મોંઘુ બની રહ્યું છે. પણ જો તમને *બદામનો ઓપ્શન* મળે, જે તેના જેવો જ ફાયદો આપે. તમને જાણીને નવાઈ લાગશે કે મગફળી ખાવાથી એટલો જ ફાયદો થાય છે, જેટલો બદામ ખાઈને થાય છે. વિશ્વાસ નહિ આવે, પણ *મગફળી પલાળીને ખાવાના ફાયદા બહુ જ ઓછા* લોકો જાણે છે. સરળતાથી અને ઓછા ભાવે મળતી મગફળીનાં અનેક ફાયદા છે. તેથી જ તેને *ગરીબોની બદામ* કહેવામાં આવે છે. તો આજે જાણી લો પલાળેલી મગફળી ખાવાનાં ફાયદા.
– પલાળેલી મગફળી *બ્લડ સરક્યુલેશન કન્ટ્રોલ* કરીને શરીરને *હાર્ટ એટેક તેમજ અન્ય હાર્ટ પ્રોબ્લમથી* બચાવે છે. તેથી હાર્ટ નું સ્વાસ્થય સારું રાખવા માટે *મગફળી ખાવું લાભકારી છે.*
– જો તમે જીમમાં જાઓ છો, તો રોજ સવારે મગફળી પલાળીને ખાઓ. કેમ કે જીમ ગયા બાદ શરીરને પ્રોટીન અને કેલ્શિયમની જરૂર હોય છે. તેનાથી મસલ્સ ટોન્ડ થાય છે.
– તેમાં *ઓમેગા 6 ફેટી એસિડ* હોય છે. તે *સ્કીનના સેલ્સ* માટે બહુ જ ફાયદાકારક હોય છે. તેનાથી *રંગ ગોરો* થાય છે. *સ્કીન ની ચમક વધે છે.*
– *પોટેશિયમ, મેગેનીઝ, કોપર, કેલ્શિયમ, આયર્ન, સેલેનિયમ* નાં ગુણોથી ભરપૂર મગફળીને પલાળીને *સવારે ખાલી પેટ* ખાવાથી *ગેસ અને એસિડિટીની તકલીફ દૂર થાય છે.*
– બાળકોને સવારે પલાળેલી મગફળીનાં થોડા દાણા ખવડાવવાથી તેમાં રહેલા વિટામિન *આંખોની રોશની* અને *મેમરી શાર્પ* કરે છે. મગફળી ખાવાથી શરીર માં *રક્ત ની ઊણપ દૂર થાય છે.* તેનાથી શરીરમાં *ઉર્જા અને સ્ફૂર્તિ* પણ બની રહે છે.
– *મગફળી ભૂખને દૂર કરે છે.* રોજ તેને ખાવાથી *કેન્સર* પણ દૂર રહે છે. *મહિલાઓએ તેને નિયમિત ખાવી જોઈએ.* તેમાં રહેલા *એન્ટી-ઓક્સિડન્ટ, આયર્ન, કેલ્શિયમ અને ઝિંક શરીર* નાં *કેન્સર સેલ સામે લડવામાં મદદ કરે છે.*
– રોજ પલાળેલી મગફળી ખાવાથી *બ્લડ શુગર* કન્ટ્રોલમાં રહે છે. તેનાથી તમે *ડાયાબિટીઝ* જેવી બીમારીથી બચીને રહી શકો છો. તેથી જો તમને શુગરની સમસ્યા છે, તો રોજ સવારે પાણીમાં રાતભર પલાળેલી મગફળીનાં 50 ગ્રામ જેટલા દાણા ખાઈ લેવાનાં .
– મગફળીમાં *વિટામિન ઈ* ભરપૂર માત્રામાં હોય છે. જે *સ્કીનની કોશિકાઓને ઓક્સીકૃત* થવાથી બચાવે છે અને *સ્વસ્થ* રાખે છે. તે *સૂર્યના યુવી કિરણોથી* પણ બચાવે છે.... 🥜🥜🥜🥜🥜🥜🥜.🥜.
*⛑Dr. Mahendra Bheda⛑ Nutrition Specialist & Consultant... Mumbai
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો