ભાઈ મને ઓળખ્યો હું આંબળુ

એક આમળાની આકાશવાણી થઇ.  હું આમળું, ઓળખ્યું ? ગોળ, લીલું ખુબ જ ખાટ્ટૂ લાગે ઈ.  મને English માં Indian gooseberry કહે છે. મેં કોઈ દિ ઘુસ લીધી નથી તોય Gooseberry કેમ ક્યે છે આ ધોળિયાઓ ?? ભારતના રૂષી મુનિઓ એ મને આયુર્વેદ માં પહેલા સૌથી પાંચ મહત્ત્વનાં ઔષધમાં સ્થાન આપ્યું છે. હા, એ વાત અલગ છે કે આજ કાલ મારો ઉપયોગ માત્ર Hair Oil બનાવવા તરીકે થાય છે !!  આ માથાના વાળે બહુ તપ કરી ને વરદાન માગ્યું લાગે છે કે આમળું ખાલી મારી જ સેવા કરે !! મનુષ્ય મારે તમને કેવું છે કે મારી સેવાનો લાભ માત્ર વાળ સુધી જ સીમિત નથી, પણ હું તમારા આખા શરીરની સેવા કરી શકું તેમ છુ ! પેહલા તો મને જાણો - 1. તમને એમ લાગે કે હું તુરુ અને ખાટું છુ, Right ? પણ તમારી અજ્ઞાનતા દુર કરી દવ.  મારા મા સ્વાદના છ એ છ રસ છે એટલે કે તીખા, ખાટા, તુરા, મીઠા, ખારા, કડવા !! 2. મારા મા 445 mg થી 650 mg પ્રતિ 100g Vitamin C હોય છે ! જે orange માં હોય એના કરતા 20 ગણું વધારે છે.  3. ભારત માંથી હું દર વરસે 25000 MT બીજા દેશોમાં જાવ છુ. 4. હું શિયાળામાં જ તમને મળી શકું છું.  5. હું ત્રણેય દોષ વાત, કફ અને પિત ને સંતુલિત ...

હવે ચોમાસું નજીક આવે છે, કૂંડા અને બાગમાં રોપાતા ફુલ છોડ માટે કેટલીક ટીપ્સ

હવે ચોમાસું નજીક આવે છે, કૂંડા અને બાગમાં રોપાતા ફુલ છોડ માટે કેટલીક ટીપ્સ........

■ કુંડું પસંદ કરો તો એની નીચે તળીયામાં વધારાનું પાણી નીકળી જાય એવા ત્રણ ચાર કાણાં છે કે નહીં તે ચેક કરો, ન હોય તો કાંણા પાડો.

■ નવો છોડ રોપવા નવા કુંડામાં જુના સુકાઇ ગયેલા છોડના કૂંડાની માટી ક્યારેય ન વાપરો.

■ નવી માટી બનાવવા.... ખેતરની સારી માટીનો ઉપયોગ કરો, 50% માટી, 40 % જુનુ કોહવાયેલું છાણીયું ખાતર અને 10% ચારેલી ઝીણી રેતને બરાબર મીક્ષ કરી ઉપયોગ કરો.

■ કુંડામાં પહેલાં ત્રણ ચાર ઇચ (કૂંડાની ઉંચાઇની સાઇઝ પ્રમાણે) મોટા કાંકરાની રેત અથવા ઇંટોના રોડાં ભરો,

■ છોડ પસંદ કરતી વખતે મોટે ભાગે સીઝનલ છોડ ન લો, એ મોંઘા હશે અને એક સીઝનથી વધારે રહેશે નહી.

■ સારો ફુટેલો તંદુરસ્ત છોડ લો, એ લેવા જતાં સાંથે એકદમ ધારદાર છરી કે ચાકુ લઇને જાવ, જો નર્સરીમાં એ છોડ પ્લાસ્ટીક બેગમાં રોપેલો હોય અને એના મૂળિયાં જમીનમાં ઉતરેલા હોય તો, એને ખેચીને ન કાઢવા દો, પણ છરી ચપ્પાથી કપાવીને લો.

■ લાવ્યા પછી એને તરત બાગ કે કુંડામાં ન વાવો, પણ જ્યાં રોપવાનો હોય ત્યાં અઠવાડિયું એને મુકી રાખો, એ નર્સરીના વાતાવરણમાં હતો, તેથી તેને તમારા ગાર્ડન કે ઘરના વાતાવરણ તાપને અનુકૂળ થવા દો.

■ રોપતી વખતે ઠાંસી ઠાંસીને માટી ન ભરો....
■ રોપીને ત્યાં સુધી પાણી આપો જ્યાં સુધી પાણી  કૂંડાની નીચેના કાણાંમાંથી નીકળે નહીં, આમ કરવાથી માટી બેસી જશે અને વધારાનું પાણી નીકળી જાય છે કે નહી તે ચેક થશે, યાદ રાખો પાણી ભરાઇ રહેવાથી મૂળ કહોવાશે, છોડના મૂળને પાણી નહીં ભેજની જરુર છે.

■ ઉપરોક્ત ક્રિયા બાદની એક અતિ મહત્વની વાત.....સૌથી અગત્યની ટીપ્સ. .....કુંડામાં કે બાગમાં છોડની રોપણી થયા બાદ તુરંત અતિ ધારદાર કાતરથી એના 50% પાન દુર કરો, તથા નિર્દય અને કઠોર બની તેની પરની કળીયો, ફૂલ કે ફળ (જો હોય તો) કાતરથી દૂર કરો....

■ યાદ રાખો નર્સરી વાળાએ છોડ વેચવાનો છે, એટલે એણે ફૂલ, કળી, ફળ ગ્રાહકને બતાવવા રાખ્યા હશે ,આપણે તેને ઉછેરવાના છે...

■ આમ કરવાથી છોડ પોતાની શક્તિ પાન, કળીઓ, ફૂલ અને ફળને વિકસાવવામાં નહી પણ મૂળને વિકસાવવા વાપરશે, જો આમ નહીં કરો તો તરત પ્લાન્ટેશન કરેલા અને થોડેઘણે અંશે ક્ષતિ પામેલા મૂળ (રુટ) પર છોડ પર રહેલા વધારે પાન,કળી,ફુલ ,ફળને પોષણ પુરું પાડવાની જવાબદારી વધશે અને તે મુરઝાશે...

■ ચોમાસામાં કેક્ટસના કૂળના છોડને સીધા વરસાદથી દૂર રાખો..... અને વાદળ હોય સતત વરસાદ હોય ત્યારે જરુરીયાત મુજબ અઠવાડીયે જ પાણી આપો.

■ જો તમે એની કાયમી સંભાળ ન રાખી શકતા હો તો ન વાવો, અને એ છોડ સાચા માણસના હાથમાં જશે તો જ પર્યાવરણમાં જીવ આવશે .

◆ બાગાયત અને પ્લાન્ટેશન દેખાદેખી કે અતિ ઉત્સાહથી નહીં પણ તમને આનંદ આવતો હોય અને શોખ હોય તો જ કરો, કારણ કે આ ધીરજ માંગી લે તેવો સજીવને ઉછેરવાનો શોખ છે.

■ એને દરરોજ હાથ ફેરવી વહાલ કરો, દરેક પ્લાન્ટનું નામ પાડો, અને એ નામે જ તેને બોલાવો.........

◆ તો તૈયાર રહો સીઝન આવી રહી છે.....

ઘટાએ ઉંચી ઉંચી કહે રહી હે , 
નયે અંકુર ખીંચવાને કે દીન હે, 
જીગર કે તાર છીડ જાને કે દીન હે,
અચ્છે બાગબાં બન જાને કે દિન હે...

◆ જેમ પ્રાણીઓને પાળીયે છીએ એમ બહુ પ્રેમ અને લાડકોડથી પાળો, છોડ ઝાડ ને....

કેમ કે......દુનિયામાં આ એક જ સજીવ એવું છે જે ઝાડો પેશાબ કરતું નથી...

એટલે એ ગંદી સફાઇ અને પાળનારે કરવાની નથી.....
ઉપરથી ફળ,ફુલ પાન સુગંધ ઔષધી મફતમાં....

લુંટાય એટલું લુંટો....દિલ ખોલીને.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પેટ ઘણું ચતુર છે, તમારું ગુલામ તો નથી જ

શું તમે જાણો છો પોપૈયાના બીયા ખાવાથી જડમૂળ થી નાબુદ થશે આ ત્રણ બીમારીઓ

તાંબાના વાસણમાં રાખેલા પાણી પીવાના ફાયદા