Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.  હંમેશા ઓરડાના તાપમાને પાણી ધીમે ધીમે પીવો.  ઠંડું કે બરફનું પાણી પીવાનું ટાળો!  હાલમાં, મલેશિયા, ઇન્ડોનેશિયા, સિંગાપોર અને અન્ય દેશો "ગરમીની લહેર" અનુભવી રહ્યા છે.  આ શું કરવું અને ન કરવું:    1. *ડોક્ટરો સલાહ આપે છે કે જ્યારે તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે ત્યારે ખૂબ ઠંડુ પાણી ન પીવો, કારણ કે આપણી નાની રક્તવાહિનીઓ ફાટી શકે છે.*  એવું નોંધવામાં આવ્યું કે એક ડૉક્ટરનો મિત્ર ખૂબ જ ગરમ દિવસથી ઘરે આવ્યો - તેને ખૂબ પરસેવો થઈ રહ્યો હતો અને તે ઝડપથી પોતાને ઠંડુ કરવા માંગતો હતો - તેણે તરત જ ઠંડા પાણીથી તેના પગ ધોયા... અચાનક, તે ભાંગી પડ્યો અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.    2. જ્યારે બહાર ગરમી 38 ° સે સુધી પહોંચે અને જ્યારે તમે ઘરે આવો, ત્યારે ઠંડુ પાણી ન પીવો - ધીમે ધીમે માત્ર ગરમ પાણી પીવો.  જો તમારા હાથ કે પગ તડકામાં હોય તો તરત જ ધોશો નહીં. ધોવા અથવા સ્નાન કરતા પહેલા ઓછામાં ઓછા અડધો કલાક રાહ જુઓ.    3. કોઈ વ્યક્તિ ગરમીથી ઠંડક મેળવવા માંગતો હતો અને તરત જ સ્નાન કર્યું. સ્નાન કર્યા પછી, વ્યક્તિને સખત

લાંબુ જીવાડે લસણ

*લાંબુ જીવાડે લસણ*
                                                                                                                                                                                                                         
                                                               
ડુંગળી પ્રજાતિના લસણનું મૂળ વતન મધ્ય એશિયાને માનવામાં આવે છે. દુનિયાના મોટા ભાગના દેશોમાં લસણની ખેતી થાય છે, પરંતુ વિશ્વના કુલ વાર્ષિક ઉત્પાદનના 77% જેટલો હિસ્સો ચીનમાં પાકે છે. ચીન પછી લસણના ઉત્પાદનમાં ભારતનો બીજો ક્રમ આવે છે. આ ઉપરાંત દક્ષિણ કોરીયા, ઈજીપ્ત, રશિયા, યુ.એસ.એ. વીગેરે દેશોમાં પણ મોટા પાયે લસણની ખેતી થાય છે. ભારતમાં પંજાબ, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્રમાં લસણની ખેતી કરવામાં આવે છે. લસણની ખેતીને ખુશનુમા વાતાવરણ માફક આવે છે.
સફેદ અને લાલાશ એમ બે જાતનું લસણ જોવા મળે છે, જે સમાન ગુણો ધરાવે છે. લસણનો મુખ્ય સ્વાદ તીખો છે, આ ઉપરાંત તેમાં કુલ છ સ્વાદમાંથી ખાટા રસ સિવાય બાકીના પાંચ ખારો, તીખો, ગળ્યો, તૂરો અને કડવો સ્વાદ રહેલા છે. એક કળીવાળું લસણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. મહર્ષિ ચરકે લસણને સ્નિગ્ધ, ઉષ્ણ, તિક્ષ્ણ અને બળવર્ધક ગણાવી ચરક સંહિતામાં તેને કૃમિ, કોઢ, દાદર, પેટનો આફરો, ગોળો, અરુચિ, મંદાગ્નિ વીગેરેનો નાશ કરનાર દર્શાવેલ છે.
કેટલાક ધર્મશાસ્ત્રોમાં લસણને તામસિક અને કામ-ક્રોધની ભાવના વધારનાર ગણાવી ઉગ્ર દુર્ગંધના કારણે તેને અભક્ષ્ય ગણાવેલ છે. જોકે આયુર્વેદ વિજ્ઞાને અભક્ષ્ય ગણાતા લસણના ગુણધર્મો અને ઔષધીય ગુણો સાથે તેની ઉપયોગીતાનું વિશદૃ વર્ણન કરેલ છે. આયુર્વેદમાં લસણને ‘લસતી છિંનતિ રોગાન લશુનામ્’ એટલે કે રોગનો નાશ કરનાર ગણાવેલ છે. લસણમાં પ્રોટીન, ચરબી, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, પોટૅશિયમ, ફોસ્ફરસ, આયોડિન, આલ્કોહોલ, લોખંડ, વિટામિન એ, બી, સી તથા સલ્ફયૂરિક એસિડ વીગેરે તત્વો વિશેષ માત્રામાં ઉપલબ્ધ છે.  
ભારતીય ભોજનનો સ્વાદ વધારનાર લસણને ફક્ત મસાલા તરીકે ન જોતા ઔષધ રૂપે પણ ફાયદાકારક માનવામાં આવે છે. આપણે ત્યાં લસણનો પ્રાચીન કાળથી ઉપચાર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. પ્રાચીનકાળમાં રોમન સૈનિકોની શક્તિ વધારવા માટે લસણ ખવરાવવામાં આવતું તો મધ્યયુગમાં પ્લેગથી બચવા તેનો મોટા પાયે ઉપયોગ કરવામાં આવતો હતો. 
ડૉ. સ્ટ્રિફોર્ડે, મ્યુનિચ રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ દ્વારા પ્રસિદ્ધ સંશોધન અહેવાલમાં લસણને ઇશ્વરની ભેટ ગણાવી દિલ, દિમાગ અને કામોત્તેજના માટે એક શક્તિશાળી ઔષધ ગણાવેલ છે. કુદરતી ઉપચારના સમર્થકોએ લસણને ‘ચમત્કારી દવા’ ગણાવી તેને ગરમ, સ્નિગ્ધ, તીક્ષ્ણ, પચવામાં ભારે, પેટ સાફ કરનાર, પાચક, રસ વિપાકમાં કડવું, મધુર, ભાંગેલા હાડકાને જોડનાર, વિર્યવર્ધક, અવાજવર્ધક, પિત્ત-રક્ત વર્ધક, બળ-વર્ણ અને આયુષ્ય વર્ધક, મેઘાશક્તિ અને આંખો માટે હિતકારી અને હૃદય, કીડની, પેટના રોગો, તાવ, કટીશૂળ, જળોદર, કુષ્ઠ, વાયુ, કફનો નાશ કરનાર શ્રેષ્ઠ કંદમૂળ બતાવેલ છે. 
ડાયાબિટીસના દર્દીઓ માટે લસણ ઉત્તમ ઔષધ છે. લસણમાં રહેલા એન્ટિઓક્સિડન્ટ તત્વો બ્લડસુગરના અસાધારણ ઉંચા પ્રમાણને કાબુમાં રાખવા સાથે તેમાં રહેલા રાસાયણીક તત્વો લોહીને જાડું થતું અટકાવે છે, એ સાથે લસણ સામાન્ય કે નાની-મોટી બીમારીઓ સામે રક્ષણ આપવા શરીરની ઇમ્યુન સીસ્ટમને મજબૂત બનાવે છે. ડાયાબિટીસના કારણે હૃદયને થતા નુકસાન સામે લસણ અને તેનું તેલ અકસીર ઇલાજ માનવામાં આવે છે. લસણનું તેલ તીવ્ર ગંધવાળું ઉડ્ડયનશીલ હોય કીડનીની કાર્યક્ષમતા વધારે છે. ડાયાબિટીસના દર્દીએ રોજ સવારે ભૂખ્યા પેટે ત્રિફળા અને લસણનો રસ સવારે ભૂખ્યા પેટે લેવાથી ઇન્સ્યુલીન સ્ત્રાવ વધવા સાથે સુગર લેવલ નીચે આવે છે.
ડાયાબિટીસ સાથે કાર્ડિયાક પ્રોબ્લેમ સંકળાયેલ હોય આ રોગને અંકુશમાં રાખવા લસણને અસરકારક માનવામાં આવે છે. વધુ પડતા કોલેસ્ટ્રોલમાં લસણનું નિયમિત સેવન સંજીવની સમાન છે. લસણ શરીરનું લોહી પરિભ્રમણ સુચારુ બનાવી સુગરનું પ્રમાણ જાળવે છે. મહર્ષિ ચરકે હૃદયની સારવાર માટે લશુનક્ષીર (લસણ+દૂધ)નો પ્રયોગ બતાવેલ છે, વૈદ્યના માર્ગદર્શન હેઠળ એક ગ્લાસ દૂધમાં તેટલું જ પાણી ઉમેરી તેમાં લસણની ફોલેલી કળીઓ નાંખી પાણી બળી જાય ત્યાં સુધી તેને ઉકાળવું તથા સહેજ નવશેકું રહે તેને નિયમિત રીતે થોડા દિવસ સુધી રોજ સવારે પીવાથી હૃદયરોગ, પેટનો ગેસ, સાયટિકા જેવા રોગોમાં સારું પરિણામ મળે છે. 
લસણ એન્ટીબાયોટીક દવાઓથી વધુ સારા કુદરતી ગુણો ધરાવતું હોય તે રોગના જીવાણુંઓને આગળ વધતા અટકાવી તેનો નાશ કરે છે. લસણનું નિયમિત સેવન કરનાર કેન્સર જેવા અસાધ્ય રોગનો ક્યારેય ભોગ બનતો નથી. લસણના સેવનથી દરેક પ્રકારની ગાંઠમાં રાહત થાય છે. લસણ કેન્સર, એઈડ્ અને હૃદયરોગ જેવી ગંભીર બીમારીઓ સામે રક્ષાકવચ પૂરું પાડતું હોય તે સંજીવની સમાન છે. 
શિયાળાની ઠંડી કે ઋતુના ફેરફારના સમયે મોટા ભાગના લોકોને કફ હેરાન કરે છે, કફને લગતી બીમારીઓ  શરદી, ખાંસી, ક્ષય, ઇન્ફલુએન્ઝામાં લસણ લાભદાયક છે. શરદી, ખાંસી કે ગળું ખરાબ થાય ત્યારે હુંફાળા પાણીમાં લસણનો રસ ભેળવી કોગળા કરવાથી રાહત થાય છે. દરેક પ્રકારની ખાંસી-ઉધરસમાં લસણનો બે ચમચી જેટલો રસ દાડમના શરબતમાં નાંખી પીવાથી લાભ થાય છે.
વાયુપ્રકોપના રોગોમાં લસણ શ્રેષ્ઠ ઔષધ હોય નિષ્ણાંત વૈદ્યની સલાહ મુજબ લસણ સાથે હિંગ, જીરુ, સિંધાલૂણ, સંચળ, સૂંઠ, મરી, પીપર વીગેરે ઔષધો ઘૂંટી બનાવેલી ગોળી સાથે લસણની કળી એરંડાના મૂળીયાના ઉકાળા સાથે કે ચાર-પાંચ લસણની કળી તલના તેલમાં તળી સવાર-સાંજ લેવાથી પક્ષઘાત, ઉરૂસ્તંભ, કટિશૂળ, સ્નાયુ તેમજ પાની-એડીનો દુ:ખાવો, પડખાનું શૂળ, પેટના કૃમિ, પેટના વાયુ, સાંધાઓનો વા મટાડે છે. અસ્થમામાં આદુ-લસણવાળી ચા પીવાથી લાભ થાય છે. 
લસણ ઉત્તમ એન્ટીસેપ્ટીક હોય જૂના જખમ, વ્રણ, ગૂંમડા, દાદર, ખરજવું,  ખસ, સફેદ કોઢ, કરોળિયા, ખીલ વીગેરે ચામડીના રોગોના ઉપચારમાં શ્રેષ્ઠ છે. ઘાવ, ગૂમડા કે વ્રણમાં સડો-રસી થાય તો લસણના રસથી ધોઈ લસણની કળી વાટી લેપ કરવાથી લાભ થાય છે. સફેદ કોઢમાં લસણના રસમાં કાથો ભેળવી, દાદર પર કુંવાડીયાના બીજ સાથે લસણ વાટી તેમજ સૂકા ખરજવામાં મોરથુથા સાથે લસણ ભેળવી લેપ કરવાથી દર્દીને રાહત થાય છે. લસણના નિયમિત સેવનથી શરીરનું લોહી શુદ્ધ રહેતું હોય ચામડીના રોગોની શક્યતાઓ ઘટી જાય છે.
ગર્ભવતી સ્ત્રીઓએ બી.પી.ની તકલીફમાં લસણનું સેવન કરવું જોઈએ. લસણમાં એસ્ટોજેનિક હોર્મોન હોવાથી સ્તનપાન કરાવતી માતા માટે તે ઉપયોગી છે. આધાશીશી અને કાનમાં સણકાં આવતા હોય તો લસણના ટીપાં નાક-કાનમાં નાંખવાથી ફાયદો થાય છે. ફેફસાંમાં પાણી હોય તો લસણ પીસી સહેજ ગરમ કરી દર્દીની છાતી પર લગાવવાથી રાહત થાય છે. ભાંગેલા હાડકાને જોડવા લસણની કળીઓ ઘીમાં તળી સવાર-સાંજ ખાવાથી ફાયદો થાય છે. હડકાયું કૂતરું કરડે તો તેના ઘાવ પર લસણ વાટી તેનો લેપ કરવા સાથે લસણ ઉકાળીને પીવું તેમજ ખોરાકમાં વિશેષ લસણ ખાવાથી હડકવાના રોગથી બચી શકાય છે. 
લસણ તંદુરસ્ત કે બીમાર બંને અવસ્થામાં પાચનક્રિયા સુધારનાર છે. લસણ સાથે આદું, કોથમીર, મરચું, ગોળ, ઘાણા, જીરું કે લીંબુરસ ભેળવી બનાવેલી ચટણી ભોજન સાથે લેવાથી પાચનતંત્ર સુધરવા સાથે અજીર્ણ, મંદાગ્નિ, અરુચી જેવી પાચન સમસ્યા દૂર થાય છે. એક કળીવાળા લસણને શ્રેષ્ઠ માનવામાં આવે છે, જેનું ઉત્પાદન ચીનમાં વિશેષ થાય છે
મોઢા કે હોજરીમાં ચાંદા, પેશાબમાં બળતરા, પેટમાં બળતરા, અતિસાર, સગર્ભા, પ્રમેહી, અમ્લપીત્ત, રક્તપિત્ત, અલ્સર, ઉલટીની તકલીફ ધરાવતા લોકોએ લસણના વધુ ઉપયોગથી દૂર રહેવું જોઈએ. ઠંડીની ઋતુમાં વધારે અને ગરમીની ઋતુમાં લસણનું પ્રમાણસર સેવન કરવું હિતાવહ છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.

જામફળ : શિયાળાનું અમૃતફળ