Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.  હંમેશા ઓરડાના તાપમાને પાણી ધીમે ધીમે પીવો.  ઠંડું કે બરફનું પાણી પીવાનું ટાળો!  હાલમાં, મલેશિયા, ઇન્ડોનેશિયા, સિંગાપોર અને અન્ય દેશો "ગરમીની લહેર" અનુભવી રહ્યા છે.  આ શું કરવું અને ન કરવું:    1. *ડોક્ટરો સલાહ આપે છે કે જ્યારે તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે ત્યારે ખૂબ ઠંડુ પાણી ન પીવો, કારણ કે આપણી નાની રક્તવાહિનીઓ ફાટી શકે છે.*  એવું નોંધવામાં આવ્યું કે એક ડૉક્ટરનો મિત્ર ખૂબ જ ગરમ દિવસથી ઘરે આવ્યો - તેને ખૂબ પરસેવો થઈ રહ્યો હતો અને તે ઝડપથી પોતાને ઠંડુ કરવા માંગતો હતો - તેણે તરત જ ઠંડા પાણીથી તેના પગ ધોયા... અચાનક, તે ભાંગી પડ્યો અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.    2. જ્યારે બહાર ગરમી 38 ° સે સુધી પહોંચે અને જ્યારે તમે ઘરે આવો, ત્યારે ઠંડુ પાણી ન પીવો - ધીમે ધીમે માત્ર ગરમ પાણી પીવો.  જો તમારા હાથ કે પગ તડકામાં હોય તો તરત જ ધોશો નહીં. ધોવા અથવા સ્નાન કરતા પહેલા ઓછામાં ઓછા અડધો કલાક રાહ જુઓ.    3. કોઈ વ્યક્તિ ગરમીથી ઠંડક મેળવવા માંગતો હતો અને તરત જ સ્નાન કર્યું. સ્નાન કર્યા પછી, વ્યક્તિને સખત

તાંબાના વાસણમાં રાખેલા પાણી પીવાના ફાયદા

તાંબાના વાસણમાં રાખેલા પાણી પીવાના ફાયદા

આધુનિક યુગનો પ્રારંભ થઈ ગયો છે. પાશ્ચાત્ય સંસ્કૃતિને અપનાવીને પ્રત્યેક વ્યક્તિ પોતાને શ્રેષ્ઠ માનવા લાગી છે. હોલીવૂડ- બોલીવૂડના કલાકરોની અહેણી - કરણી, પહેરવેશ અપનાવીને યુવા - વર્ગ મલકાતો થયો છે. એક તરફ ભારતીય કલાકાર વધુને વધુ પાશ્ચાત્ય પહેરવેશને અપનાવે છે. તો વળી ! આ જ કલાકાર વર્ગ બીજી તરફ આપણા દેશમાં સેન્દ્રિય પદ્ધતિથી પકાવેલ અનાજ - શાકભાજી - ફળોનો ઉપયોગ આહારમાં કરીને તંદુરસ્ત રહેવામાં માને છે . તેમનું અનુકરણ કરતો યુવાવર્ગ, તો તેમનો પહેરવેશ- હેરસ્ટાઈલ કે તેમના દ્વારા વપરાતા મોંઘા પરફ્યુમ, ડિઝાઈનર કપડાં કે ચપ્પલ શૂઝ પહેરીને ભ્રામિક જીવન જીવતો રહે છે. વાસ્તવમાં તમારી મનગમતી વ્યક્તિનું અનુકરણ કરવું હોય તો તેમના દ્વારા અપનાવાતી આરોગ્ય વર્ધક ટિપ્સને અપનાવવી જોઈએ. 

ભારતીય સંસ્કૃતિ તથા પ્રાચીન ભારતીય પરંપરા વાસ્તવમાં અનેક વૈજ્ઞાનિક સંશોધનો બાદ પણ શ્રેષ્ઠ પુરવાર થયેલી છે. તાંબા - પિત્તળ કે માટીનાં વાસણોનો ઉપયોગ આપણે ત્યાં પુરાતન યુગથી થતો આવ્યો છે. તાંબા - પિત્તળની ધાતુને શુદ્ધ તથા પવિત્ર ગણાવામાં આવે છે. આથી જ તેનો ઉપયોગ મંદિરોમાં મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. શિવજીને પાણીનો અભિષેક કરવો હોય તો તાંબાનો કળશ જ વાપરવામાં આવે છે. સૂર્યને અર્ધ્ય આપવા માટે પણ તાંબાનો ઉપયોગ ખાસ કરવામાં આવે છે. પિત્તળના વાસણમાં બનાવેલ ભોજન વધુ સ્વાદિષ્ટ બને છે. રાત્રિભર તાંબાના લોટામાં રાખેલ પાણી વહેલી સવારના નરણે કોઠે પીવાથી અનેક રોગથી બચી શકાય છે. આથી જ એક સમજદાર નાગરિક તરીકે પ્રત્યેક ભારતવાસીએ પૂર્વજો દ્વારા ચાલી આવતી પરંપરાનું અનુકરણ કરવું જોઈએ. તો ચાલો, જાણી લઈએ તાંબાના વાસણનો ઉપયોગ આરોગ્ય માટે કેટલો સ્વાસ્થવર્ધક છે.

બજારમાં તાંબાનાં વિવિધ વાસણો હવે સરળતાથી મળી રહે છે. જેમ કે પાણીનો ગ્લાસ, કળશ, લોટો, બોટલ, જગ તથા પાણીની કોઠી વગેરે. 

તાંબાનાં વાસણોને સ્વચ્છ રાખવા અતિઆવશ્યક છે. તાંબાના વાસણને સાફ કરવા માટે લીંબુ તથા મીઠાનો ઉપયોગ ઉત્તમ ગણાય છે. વાસણની અંદર બહાર લીંબુ- મીઠું રગદોળીને થોડું ઘસી લેવું પછી સાબુના પાણીથી વાસણ સાફ કરવાથી વાસણ એકદમ ઝગઝગિત થવા લાગશે. કોરા કપડાંથી લૂછીને થોડો સમય તડકામાં રાખવાથી પણ તાંબાના વાસણો ચમકદાર બને છે. તાંબાના વાસણોની સફાઈ ખાસ થવી જોઈએ. અન્યથા તાંબામાં રાખેલ પાણી સ્વાસ્થય માટે હાનિકારક પણ બની શકે છે.

અનેક વખત આપણને લાગે છે કે ધનિક વર્ગ, ફિલ્મ સ્ટાર દ્વારા રોજબરોજના ભોજનમાં પણ પાશ્ચાત્ય દેશમાં બનેલ વસ્તુનો જ ઉપયોગ થતો હશે. વાસ્તવમાં ભારતમાં જન્મેલ તથા દેશમાં કે વિદેશમાં સ્થાયી થયેલ પ્રત્યેક ભારતીય હોય કે ફિલ્મ કલાકારો ભારતની પારંપારિક રીત - રિવાજને અપનાવવાનું પસંદ કરે છે. એક ઈન્ટરવ્યુમાં કરિના કપૂર તથા મલાઈકા અરોરાએ પણ વાતવાતમાં જણાવ્યું હતું કે સવારના ઊઠતાંની સાથે રાત્રિભર તાંબાના જગમાં રાખેલ પાણી પીવાનો તેમણે નિયમ બનાવ્યો છે. ભારતના જાણીતા અનેક યોગગુરુ દ્વારા પણ તાંબાના વાસણામાં ઓછામાં ઓછું ચાર કલાક રાખેલ પાણી પીવાનો આગ્રહ રાખવામાં આવે છે. તાંબાના વાસણમાં રાખેલ પાણી લિવર માટે ગુણકારી ગણાય છે. શરીર ઊર્જાવાન તથા સ્વસ્થ રહે છે. તેનું મુખ્ય કારણ તાંબાના જગમાં રાખેલ જળમાં અનેક ઔષધિય ગુણો જોવા મળે છે. હોસ્પિટલની ઈમર્જન્સી સેવામાં, આઈસીયુમાં પણ તાંબાની નળીનો ઉપયોગ થવાને કારણે કિટાણું કે બૅક્ટરિયા 97 ટકા જેટલા નાશ પામે છે. આમ ચેપ લાગવાનો ભય 40 ટકા જેટલો ઘટી જાય છે.

2012માં કરવામાં આવેલા એક સંશોધન દ્વારા જાણવા મળ્યું છે કે તાંબાના ઘડામાં 16 કલાક સુધી જો દૂષિત પાણી પણ રાખવામાં આવે તો તે શુદ્ધ બની જાય છે. જીવાણુંની સંખ્યા આપોઆપ ઘટી જતી જોવા મળી. 

તાંબાના વાસણમાં રાખેલ પાણીનો ઉપયોગ કરવાથી ઍન્ટિ માઈક્રોબિયલ, ઍન્ટિ ઑકિસડન્ટ, ઍન્ટિ કૅન્સર તથા ઍન્ટિ ઈન્ફલેમેટરી ગુણ વધી જાય છે.

• પાચનતંત્રને મજબૂત બનાવે છે :
તાંબાના વાસણમાં રાખેલ પાણી પીધા બાદ લોહીને શુદ્ધ કરીને પાચનતંત્રને મજબૂત બનાવે છે. અપચો, છાતીમાં બળતરા જેવી તકલીફ હોય તેમણે તાંબાના જગમાં રાખેલ પાણીનો ઉપયોગ નિયમિત કરવો ગુણકારી ગણાય છે. કિડનીમાં રહેલ બૅકટેરિયાનો નાશ કરીને તેને તંદુરસ્ત બનાવે છે. ડિટોક્સ કરીને ચયાપચયની ક્રિયાને સુધારવામાં અગત્યનો ભાગ ભજવે છે. ભોજન દ્વારા શરીરમાં પૂરતા પ્રમાણમાં ન્યૂટ્રિએન્ટન્સ શરીરમાં પ્રસરે તેનું કામ પણ કરે છે. 

• શરીરમાં થયેલાં ઘા - ઈજાને ઝડપથી ભરે છે : તાંબાનું જળ ઍન્ટિ - બૅક્ટેરિયલ, ઍન્ટિ- વાઈરલ તથા એન્ટિ ઈન્ફલેમેટરી ગુણો ધરાવે છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તાંબાનો ઉપયોગ શ્રેષ્ઠ ગણાય છે. શરીરમાં નવા કણો બનવામાં મદદ કરે છે. 
- બ્લડ પ્રેશર - હૃદય રોગમાં ફાયદાકારક : આજે હૃદયરોગની બીમારી ઘેર - ઘેર જોવા મળે છે. તાંબાના વાસણમાં રાખેલ પાણીનો ઉપયોગ આ બીમારીથી વ્યક્તિને બચાવી શકે છે. અમેરિકન કેન્સર સોસાયટી દ્વારા કરવામાં આવેલ સંશોધન દ્વારા જાણવા મળ્યું છે કે તાંબાના વાસણમાં રાખેલ પાણીનો ઉપયોગ નિયમિત કરવાથી બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખી શકાય છે. હાર્ટ - રેટ તથા કોલેસ્ટ્રોલને નિયત્રણમાં રાખવામાં મદદ કરે છે.

• વજન ઘટાડવામાં ઉપયોગી :
જો આપ આહારને નિયંત્રણમાં રાખીને વજન કાબૂમાં રાખતાં થાકી ગયા હોવ તો તાંબાના જગમાં ભરેલું પાણી પીવાની આદત કેળવીને જુઓ. તાંબાનું જળ પીવાથી શરીરમાં વધેલી ચરબી પણ ઘટવા લાગે છે. શરીર ઊર્જાવાન બને છે. ફાસ્ટફૂડને તિલાંજલિ આપવી જરૂરી છે. 

• યુવાની ટકાવી રાખવામાં મદદરૂપ :
વય વધવાની સાથે ત્વચાની ચમક ઓછી થવી કે કરચલી પડવી સ્વભાવિક ગણાય છે. તાંબાનું પાણી આપને માટે અક્સીર ઈલાજ બનશે. તાંબાના વાસણમાં રાખેલ પાણીમાં ઍન્ટિ ઑક્સિડન્ટના ગુણોની સાથે નવા કોષો બનાવવાની પણ ક્ષમતા છે. શરીરને નુકસાન કર્તા ફ્રિ - રૅડિકલ્સનો નાશ કરે છે. ત્વચાની ચમક જાળવવામાં મદદ કરે છે. 

• સાંધાના દુઃખાવામાં રાહતરૂપ :
એવું કહેવાય છે કે વય વધવાની સાથે શરીરના સાંધામાં કળતર થવાની ફરિયાદ વધવા લાગે છે. તાંબાનું જળ પીવાથી આર્થરાઈટિસ કે ઘૂંટણના દુઃખાવામાં રાહત આપે છે. તેનું મુખ્ય કારણ તાંબામાં સમાયેલ ઍન્ટિ ઈન્ફલેમેટરી ગુણોને કારણે દુઃખાવામાં અચૂક રાહત મળે છે. તાંબાના વાસણની ખરીદી કરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે તે મજબૂત હોય. વળી જાય તેવું ન ખરીદવું. તાંબાના પાણીનો ઉપયોગ દિવસમાં ફક્ત ત્રણથી ચાર વખત કરવો. ઝડપી ફાયદો મેળવવા વધુ વખત કરવો જ જોઈએ તેવું ન માનવું. 

તાંબાના વાસણમાં રાખેલ પાણી પીવાનું મન થઈ ગયું હોય તો નાનો કળશ કે જગ વસાવી લો. નિયમિત તેનો ઉપયોગ કરવાથી અચૂક લાભ મળશે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.

જામફળ : શિયાળાનું અમૃતફળ