ભાઈ મને ઓળખ્યો હું આંબળુ

એક આમળાની આકાશવાણી થઇ.  હું આમળું, ઓળખ્યું ? ગોળ, લીલું ખુબ જ ખાટ્ટૂ લાગે ઈ.  મને English માં Indian gooseberry કહે છે. મેં કોઈ દિ ઘુસ લીધી નથી તોય Gooseberry કેમ ક્યે છે આ ધોળિયાઓ ?? ભારતના રૂષી મુનિઓ એ મને આયુર્વેદ માં પહેલા સૌથી પાંચ મહત્ત્વનાં ઔષધમાં સ્થાન આપ્યું છે. હા, એ વાત અલગ છે કે આજ કાલ મારો ઉપયોગ માત્ર Hair Oil બનાવવા તરીકે થાય છે !!  આ માથાના વાળે બહુ તપ કરી ને વરદાન માગ્યું લાગે છે કે આમળું ખાલી મારી જ સેવા કરે !! મનુષ્ય મારે તમને કેવું છે કે મારી સેવાનો લાભ માત્ર વાળ સુધી જ સીમિત નથી, પણ હું તમારા આખા શરીરની સેવા કરી શકું તેમ છુ ! પેહલા તો મને જાણો - 1. તમને એમ લાગે કે હું તુરુ અને ખાટું છુ, Right ? પણ તમારી અજ્ઞાનતા દુર કરી દવ.  મારા મા સ્વાદના છ એ છ રસ છે એટલે કે તીખા, ખાટા, તુરા, મીઠા, ખારા, કડવા !! 2. મારા મા 445 mg થી 650 mg પ્રતિ 100g Vitamin C હોય છે ! જે orange માં હોય એના કરતા 20 ગણું વધારે છે.  3. ભારત માંથી હું દર વરસે 25000 MT બીજા દેશોમાં જાવ છુ. 4. હું શિયાળામાં જ તમને મળી શકું છું.  5. હું ત્રણેય દોષ વાત, કફ અને પિત ને સંતુલિત ...

ડાયાબિટીસ બીમારી ઘણાને જોવા મળે છે. અને આ બીમારી તેજીથી ફેલાઈ પણ રહી છે

ડાયાબિટીસ બીમારીનું તમે નામ સાંભળ્યું હશે, ખાસ કરી ને આજ કાલની વાત કરીએ તો ડાયાબિટીસ બીમારી ઘણાને જોવા મળે છે. અને આ બીમારી તેજીથી ફેલાઈ પણ રહી છે કારણકે આપણા અસ્તવ્યસ્ત ખોરાક તેમજ ઘણું ખરું આની પાછળ જવાબદાર છે. આ સિવાય માત્ર મોટી ઉંમરના વ્યક્તિઓમાં થાય તેવું પણ નથી, આ બીમારી ગમે તે ઉંમરના વ્યક્તિને પોતાની ચપેટમાં લઈ શકે છે. ડાયાબિટીસના દર્દી ની વાત કરીએ તો તેઓને થાક વધુ લાગે છે અને વારંવાર તરસ પણ લાગ્યા કરે છે.જણાવી દઈએ કે ડાયાબિટીસના દર્દીઓ માટે માહોલ સારો હોવો જરૂરી છે, સાથે ઘણી વસ્તુ તરીકે ડાયટ નું પણ ખાસ ધ્યાન રાખવું પડે છે. આવું ન કરવાથી દર્દીને વધુ તકલીફ ભોગવવાનો સમય પણ આવી શકે છે. પરંતુ આપણે આજે એક લીસ્ટ લઈને આવ્યા છીએ જેમાં અમુક ફળ ફળાદી છે જેનો ઉપયોગ ડાયાબિટીસનો દર્દી કરે તો તે તેના માટે ફાયદાકારક રહેશે. અને જણાવી દઈએ કે જો તમને ડાયાબિટીસ ના હોય તો તેઓ માટે આ ફળ દવાથી ઓછું નથી.જાંબુ- જો કે તમને ખબર હશે કે જાંબુ મોસમી ફળ છે.જાંબુ ખાવા માં ગળીયા એટલે કે મીઠા હોય છે. તેમજ સ્વાદિષ્ટ પણ હોય છે. પરંતુ મીઠા હોવાનો એ મતલબ નથી કે ડાયાબિટીસના દર્દી ન ખાઈ શકે. જાંબુ ડાયાબિટીસ દર્દીઓ માટે દવાથી ઓછું નથી. આના બીજને પીસીને ખાવાથી પણ લોહીમાં શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.તરબૂચ- ડાયાબીટિઝના દર્દીઓ કોઈપણ ગળી તેમજ મીઠી વસ્તુ ખાતા પહેલા વિચાર કરે છે અને અમુક વસ્તુ તેઓ ખાતા જ નથી. કારણ કે આવું કરવાથી ઘણીવખત અચાનક સુગર લેવલ વધી જાય છે. જેના કારણે અમુક લોકો તો કુદરતી મીઠી વસ્તુઓ પણ ખાતા નથી. તરબૂચ પણ હોવાથી લોકોને આના વિશે એમ લાગ્યા કરે છે કે આ ફળ ડાયાબિટીસમાં ન ખાવું જોઇએ પરંતુ જણાવી દઈએ કે ફેટ અને કોલેસ્ટ્રોલ ન હોવાથી આ ફળ ડાયાબિટીઝના દરદીઓ ખાઈ શકે છે. અને સુગર લેવલ કંટ્રોલ કરવામાં મદદ કરે છે.સફરજન- આપણે નાનપણથી પેલી ઇંગલિશ કહેવતમાં સમજતા આવ્યા છીએ કે એક સફરજન દરરોજ નિયમિત પણે ખાવાથી ડોક્ટર થી દૂર રહી શકાય છે. જણાવી દઈએ કે આ વિધાન સાચું પણ છે કારણકે સફરજનને ઘણી બીમારીઓ ની ઔષધી માનવામાં આવે છે. ડાયાબિટીઝના દરદીઓને સફરજન ખાવું તે લાભ પહોંચાડી શકે છે. સફરજન લોહીમાં રહેલી શુગર ની માત્રાને કંટ્રોલ કરે છે. સુગર નું સૌથી મોટું કારણ લોહીમાં ઇન્સ્યુલિન નુ ન હોવુ છે પરંતુ શરીરમાં સફરજન ઇન્સ્યુલિન નું ઉત્પાદન મા સહાયક છે.નાસપતી- આ ફળને ઔષધીય ગુણો માટે ઓળખવામાં આવે છે. આ પણ થોડું મીઠુ હોવાથી લોકોને આના વિશે શંકા રહે છે કે આ ડાયાબિટીસ માં ખવાય કે નહીં. પરંતુ જણાવી દઈએ કે ડાયાબિટીસના દર્દીઓ ડર વગર નાસ્પતિ ખાઈ શકે છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પેટ ઘણું ચતુર છે, તમારું ગુલામ તો નથી જ

શું તમે જાણો છો પોપૈયાના બીયા ખાવાથી જડમૂળ થી નાબુદ થશે આ ત્રણ બીમારીઓ

તાંબાના વાસણમાં રાખેલા પાણી પીવાના ફાયદા