Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.  હંમેશા ઓરડાના તાપમાને પાણી ધીમે ધીમે પીવો.  ઠંડું કે બરફનું પાણી પીવાનું ટાળો!  હાલમાં, મલેશિયા, ઇન્ડોનેશિયા, સિંગાપોર અને અન્ય દેશો "ગરમીની લહેર" અનુભવી રહ્યા છે.  આ શું કરવું અને ન કરવું:    1. *ડોક્ટરો સલાહ આપે છે કે જ્યારે તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે ત્યારે ખૂબ ઠંડુ પાણી ન પીવો, કારણ કે આપણી નાની રક્તવાહિનીઓ ફાટી શકે છે.*  એવું નોંધવામાં આવ્યું કે એક ડૉક્ટરનો મિત્ર ખૂબ જ ગરમ દિવસથી ઘરે આવ્યો - તેને ખૂબ પરસેવો થઈ રહ્યો હતો અને તે ઝડપથી પોતાને ઠંડુ કરવા માંગતો હતો - તેણે તરત જ ઠંડા પાણીથી તેના પગ ધોયા... અચાનક, તે ભાંગી પડ્યો અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.    2. જ્યારે બહાર ગરમી 38 ° સે સુધી પહોંચે અને જ્યારે તમે ઘરે આવો, ત્યારે ઠંડુ પાણી ન પીવો - ધીમે ધીમે માત્ર ગરમ પાણી પીવો.  જો તમારા હાથ કે પગ તડકામાં હોય તો તરત જ ધોશો નહીં. ધોવા અથવા સ્નાન કરતા પહેલા ઓછામાં ઓછા અડધો કલાક રાહ જુઓ.    3. કોઈ વ્યક્તિ ગરમીથી ઠંડક મેળવવા માંગતો હતો અને તરત જ સ્નાન કર્યું. સ્નાન કર્યા પછી, વ્યક્તિને સખત

ગાય નું ખીરૂં... બળી નું આરોગ્ય ની દ્રષ્ટિએ પોષકમુલ્ય...

ગાય નું ખીરૂં... 
બળી નું આરોગ્ય ની દ્રષ્ટિએ પોષકમુલ્ય...

    સસ્તનધારી પ્રાણીઓ ની માદા જયારે બચ્ચાં  ને જન્મ આપે છે ત્યારે કુદરત એ માતા ના સ્તન માંથી નવજાત ને પોષણ આપવા જે પ્રથમ દૂધ નો સ્ત્રાવ કરાવે છે એને આયુર્વેદ માં *પીયૂષ* કહે છે ...

ભાવપ્રકાશ માં દુગ્ધવર્ગ માં લખેલ છે કે,

क्षीरं तत्काल सूताया घनं पीयूष मूच्यते । 

તરતજ વિયાયેલીનું ઘાટું દૂધ पीयूष - ખીરૂ કહેવાય છે. 

પીયૂષ શબ્દ ની સંસ્કૃત વ્યુત્પતિ આ પ્રમાણે છે...

पीयू प्रीतौ इतिसौत्रो धातुः तस्मात् पीयूरूषन्  । 

એટલે કે ,
જે તૃપ્તિ આપતું હોવાથી પ્રિતીકર છે એટલે પીયૂષ...

લોકબોલીમાં જેને *ખીરૂં* કહેવામાં આવે છે અને અંગ્રેજી માં  *Colostrum* કહેવાય છે...

આજે વાત કરવી છે,
 દેશી નસલ ની ગીર કે કાંકરેજી ગાય ના વિયાણ ના બાદ મળતા ખીરાં ની...

વિયાયેલ ગાય નું પ્રથમ ખીરૂં સામાન્યરીતે માનવ ઉપયોગ માં નથી લેતાં પણ બીજા - ત્રીજા દિવસ નું ખીરૂં ... સાકર મેળવી ને એને  ખમણ - ઢોકળાં ની જેમ વરાળ માં બાફી ને સરસ વાનગી બનાવાય છે...

 જેને *બળી* કહે છે. 

તમીલ નાડું માં આ "બળી" મીઠાઇ ની દુકાને Salem નામે વેચાણ થાય છે તો, Ucrain નામ ના દેશ માં molozyvo નામે પરંપરાગત રીતે પ્રસિદ્ધ છે...
 
એટલે *ગાય વિશ્વ ની માતા છે* એ કહેવામાં અતિશયોક્તિ નથી...

આયુર્વેદિય સંગ્રહ ગ્રંથ ભાવપ્રકાશ માં पीयूष - ખીરૂ - Colostrum ના ગુણ કર્મ આ રીતે વર્ણવેલ છે ,

...वृष्या बृंहणा बलवर्धनाः गुरवः श्लेष्मला हृधा वातपित्तविनाशनाः दीप्ताग्निनाम् विनिद्राणाम् विद्रधौ च अभिपूजिताः ।।

ખીરૂં વૃષ્ય, શરીર ને પૃષ્ટકરનાર, બળવર્ધક છે...
 કાચું ખીરૂં પચવામાં ભારે અને કફ કરનાર છે ... 
એની બળી બનાવી ને ખાવા થી એ  હૃદય ને હિતકારી  તથા પ્રિય  છે ... વાયુ તથા પિત્ત નો નાશ કરે છે.. જઠરાગ્નિ પ્રદિપ્ત કરે છે.. જેને નિંદર ના આવતી હોય  તથા જે અંદર ની વિદ્રધિ અર્થાત્ કેન્સર જેવી બિમારી થી પીડાતા હોય એમને  બળી ખાવી જોઇએ..

 (अभीपूजीताः =ખીરા થી એ દર્દીઓ ને પૂજવા જોઇએ... )

મોર્ડન  સાયંસ ની પ્રયોગાત્મક નિષ્કર્ષ ની દ્રષ્ટિએ...

Colostrum is known to contain immune cells (as lymphocytes)and many antibodies such as IgA, IgG, and IgM.these antibodies to protect the newborn against disease...

Other immune components of colostrum include the major components of the innate immune system, such as 
lactoferrin,
lysozyme,
lactoperoxidase,
complement, and proline-rich polypeptides(PRP).

આધુનિક તબીબી વિજ્ઞાન  જીવાણું અને રોગપ્રતિકારક શક્તિ ની  બહુ ચિંતા અને ચિંતન કરે છે...

 ઉપર જણાવ્યું એ પ્રમાણે ખીરૂં એ રોગપ્રતિકારક શક્તિ વધારનાર છે..
 
આપે આ IgG... IgM... વિગેરે શબ્દો નો પરીચય ... આ સમય માં  આતંક અને ભય નું વાતાવરણ પેદા કરતી સ્વાઇનફલ્યુ , ડેન્ગ્યુ, એઇડ્સ, કેન્સર  જેવી બિમારી ના આધુનિક પરીક્ષણ ના રીપોર્ટસ માં જાણ્યો હશે... 

કુદરત તાજા જન્મેલ બાળક માટે આ ખીરૂં પેદા કરે છે... 
पीयूष નો એક અર્થ 
*દેવો ને પ્રાપ્ય એવું અમૃત*
 પણ થાય છે...

કારણ કે,
Newborns have very immature and small 
digestive systems, and colostrum delivers its nutrients in a very concentrated low-volume form.
 It has a mild 
laxative effect, 
encouraging the passing of the baby's first stool, which icalled meconium. This clear excess 
bilirubin, a waste-product of dead red blood cells, which is produced in large quantities at birth due to blood volume reduction from the infant's body and helps prevent jaundice. 

આથી ગાય નું કાચું ખીરૂં જો પીવાય જાય તો પેટ સાફ થઇ જાય છે.. 
ગુજરાતી માં કહીએ તો ભારે પડે છે.. 
જો કે આયુર્વેદ માં તો વાગભટ્ટે અષ્ટાંગહૃદય માં લખ્યુ જ છે... ખીરૂં  ગુરૂ અને કફકર છે...

cow's colostrum contains immunoglobulisspecific to many
human pathogens, including... 
Escherichia coli, 
Cryptosporidium parvum, 
Shigella flexneri, 
Salmonella species, 
Staphylococcusspecies, and Rotavirus (which causes diarrhea in infants). 
 
એટલે જયાં સુધી  એન્ટીબાયોટીક દવાઓ નહોતી શોધાઈ ત્યાં સુધી colostrum was the main source of immunoglobulins used to fight bacteria.

જયારે  Albert Sabin નામની વ્યક્તિ એ પહેલવહેલી  પોલીયો વિરોધી oral vaccine  બનાવી ત્યારે એણે , એ માટે જરૂરી immunoglobulin માટે  ગાય ના  colostrum  નો ઉપયોગ કરેલ... 
એટલે વિશ્વ ને પોલીયો મુક્ત કરનાર રસી ની શોધ માટે પણ... ગાય ને વિશ્વ ની માતા સ્વિકારવામાં ભાવુકતા નથી.. 
માઁ વિના કોણ ઉગારે !!

ડેરી ઉદ્યોગ માં ખીરાં ની ગુણવત્તા ચકાસવા
IgG (Immunoglobulin G) નામનું તત્વ દર લિટરે ખીરાં માં કેટલું  છે?  
તે colostrometer, optical refractometer અથવા digital refractometer થી
જોવા માં આવે છે ... 

તાજા જન્મેલા વાછરડા ને દિવસ દરમિયાન આશરે ચારલિટર ખીરૂ પીવડાવવું જરૂરી છે.. 
જેથી   
50 grams of IgG/liter. ના હિસાબે એના શરીર માં જાય  તો એ વાછરડું  કોઇ વ્યાધીવિકાર થી ગ્રસ્ત થતુ નથી... 

દેશી નસલ ની તાજી વિયાણ થયેલ ગાય ટંકે ત્રણ થી ચાર લીટર ખીરૂં આપે છે... અને માલધારી - ગૌ પાલક  સાત દિવસ  સુધી એ ગાય ના દૂધ નું વેચાણ કરતાં હોતા નથી... આથી આ ગાય નું વધેલું ખીરૂ માનવજાત રૂપી બાળકો નું માઁ ની જેમ પોષણ કરે છે...

 90 જાત ના રોગપ્રતિકારક તત્વો ગાય ના ખીરાં માં હોય છે એની યાદી ઇમેજ માં જોઇ શકાય છે...

ભાવપ્રકાશે લખ્યું કે વિદ્રધિ વાળા ને ગાય ના ખીરા થી પૂજવા ...

 વિદ્રધી એટલે આજે   કેન્સર ની ગાંઠો પણ સમજી શકાય ...
હવે જુઓ આધુનિક તબીબી વિજ્ઞાન ની દ્રષ્ટિએ...
A number of cytokines (small messenger peptides that control the functioning of the immune system) 
are found in colostrum as well, including interleukins, 
*tumor necrosisfactor* ,
chemokines, and others.

એટલે કેન્સર પ્રતિરોધક તો છે જ... ઉપરાંત જેને વારેવારે ગડગુમંડા... ફટકીયા...અથવા પરૂવાળા ચર્મરોગ હોય એને ખીરૂં ખાવું જોઇએ...

Colostrum also contains a number of growth factors, such as insulin-like growth factors IGF- I & II 
transforming growth factors alpha,
beta 1 and beta 2,
fibroblast growth factors,
epidermal growth factor,
granulocyte-macrophage-stimulating growth factor,
platelet-derived growth factor,
vascular endothelial growth factor,
and colony-stimulating factor-1.
 
ટૂંક માં ઉપરોક્ત તથ્ય આધારીત ખીરૂં  માં ઉપલબ્ધ Growth factors થી એ પૃષ્ટીકર છે...

પંડિત ભાવમિશ્રે પાછું એ પણ કહ્યું કે જે અનિંદ્રા ના રોગી છે એમને પણ ગાય ના ખીરાં થી પૂજવા... એમાં પણ આધુનિકતબીબી વિજ્ઞાન ની દ્રષ્ટિએ....

Low IGF-1 levels may be associated with Dementia in the very elderly, People with eating disorders also have low levels of IGF-1 due to malnutrition,as do obese individuals. 
 *Supplementation with colostrum which is rich in IGF-1,* 

જેને ભોજ્ય પદાર્થો થી તૃપ્તિ નથી થતી એ ખાઉધરાં હોય છે અને પછી એ આદત થી એમના માં  મેદસ્વીતાપણું આવે છે...

 ભાવપ્રકાશ મુજબ આવી વ્યક્તિઓ એ ગાય ના ખીરાં ની બળી ખાવી જોઇએ જે હૃદય ને પ્રિય થાય છે તેથી તૃપ્તિકર તો છે જ ઉપરાંત જઠરાગ્નિ ને પણ પ્રદિપ્ત કરી ચયાપચય  ને સુધારે છે જેથી બેડોળપણું દૂર થાય છે...

ખીરૂં  બલ્ય  પણ છે...

Some athletes have used colostrum in an attempt to improve their performance,decrease recovery time,and prevent sickness during peak performance levels.

Supplementation with bovine colostrum, 20 grams per day (g/d), in combination with exercise training for 8 wk may increase bone-free lean body mass in active men and women.

કહેવાય છે કે દૂધ માં લોહતત્વ હોતુ નથી એટલે એકલું દૂધ  હિમોગ્લોબીન બનાવવા સક્ષમ નથી.. 
પણ ખીરાં માં ....
Colostrum also has 
antioxidant components, such as 
lactoferrinand hemopexin
which binds free heme in the body.

દેશી નસલ ની ગાય માટે અનાથ આશ્રમ કે વૃદ્ધાશ્રમ ની જેમ ગૌશાળા ના નામે દાન આપવાની ટહેલ નાંખવાની જરૂરીયાત નથી...  ગાય પ્રત્યે માત્ર માતૃભાવ કેળવાય એ જરૂરી છે...

માઁ ને દાન નહી પણ પ્રેમ
આપવાનો છે... 

દરેક વ્યક્તિ ગાય ના ફક્ત  દૂધ દહીં અને ઘી વાપરશે તો આપોઆપ ગાય ની મહત્તા અને ઉપયોગીતા વધશે... 

જેથી ગૌશાળાઓ અને ગૌપાલક સ્વનિર્ભર થવાના જ છે... 

પછી દાન ની ઔશીયાળી નહી રહે ...અને ગાય ના નામે થતાં  બીજા કેટલાય  ઉપદ્રવો નું નિરાકરણ - નિર્મૂલન થઇ જશે...

ગાય ના ખીરાં નો આજે કોમર્શિયલ ઉપયોગ થવા લાગ્યો છે પાંચ - સાત જેટલી  કંપનીઓ  Colostrum ના કેપ્શ્યુલ કે એક્ષ્ટ્રેટ કે ડ્રાય પાઉડર સ્વરૂપે બજાર માં વેચાણ અર્થે મુકેલા  છે...
જેમાં ખરીદનાર ને  કિંમત ચુકવ્યા ની સામે એટલું ખીરાં ના તત્વો નો લાભ મળતો નથી ...
જયારે   ગૌ-પાલક  તાજી વિયાણ વાળી ગાય નું ખીરૂ રોજીદાં દૂધ ખરીદતા ગ્રાહકો ને સપ્રેમ વિનામૂલ્યે ભેટ આપે છે...

Gir gaushala "ગીર ગૌશાળા" ની વોલ પરથી...

*🙏🏻સૌજન્ય 🙏🏻*

*વેદ આર્યુવેદિક ઇન્ટરનેશનલ પંચકર્મ સેન્ટર તથા પંચગવ્ય રિસર્ચ સેન્ટર અને મેડિસિન રિસર્ચ સેન્ટર સાવરકુંડલા અમરેલી જિલ્લો ગુજરાત રાજ્ય* 

*વૈદ્ય બળભદ્ર મહેતા* 

🎖શાંતિ પુરસ્કાર 2019.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.

જામફળ : શિયાળાનું અમૃતફળ