ભાઈ મને ઓળખ્યો હું આંબળુ

એક આમળાની આકાશવાણી થઇ.  હું આમળું, ઓળખ્યું ? ગોળ, લીલું ખુબ જ ખાટ્ટૂ લાગે ઈ.  મને English માં Indian gooseberry કહે છે. મેં કોઈ દિ ઘુસ લીધી નથી તોય Gooseberry કેમ ક્યે છે આ ધોળિયાઓ ?? ભારતના રૂષી મુનિઓ એ મને આયુર્વેદ માં પહેલા સૌથી પાંચ મહત્ત્વનાં ઔષધમાં સ્થાન આપ્યું છે. હા, એ વાત અલગ છે કે આજ કાલ મારો ઉપયોગ માત્ર Hair Oil બનાવવા તરીકે થાય છે !!  આ માથાના વાળે બહુ તપ કરી ને વરદાન માગ્યું લાગે છે કે આમળું ખાલી મારી જ સેવા કરે !! મનુષ્ય મારે તમને કેવું છે કે મારી સેવાનો લાભ માત્ર વાળ સુધી જ સીમિત નથી, પણ હું તમારા આખા શરીરની સેવા કરી શકું તેમ છુ ! પેહલા તો મને જાણો - 1. તમને એમ લાગે કે હું તુરુ અને ખાટું છુ, Right ? પણ તમારી અજ્ઞાનતા દુર કરી દવ.  મારા મા સ્વાદના છ એ છ રસ છે એટલે કે તીખા, ખાટા, તુરા, મીઠા, ખારા, કડવા !! 2. મારા મા 445 mg થી 650 mg પ્રતિ 100g Vitamin C હોય છે ! જે orange માં હોય એના કરતા 20 ગણું વધારે છે.  3. ભારત માંથી હું દર વરસે 25000 MT બીજા દેશોમાં જાવ છુ. 4. હું શિયાળામાં જ તમને મળી શકું છું.  5. હું ત્રણેય દોષ વાત, કફ અને પિત ને સંતુલિત ...

બટાટા શાકભાજીનો રાજા

બટાટાને શાકભાજીનો રાજા કહેવામાં આવે છે. બટાટા વગર શાક અધૂરું રહે છે. ઘણીવાર બટાટા કેન્સર જેવી બીમારી આપી શકે છે. ફ્રીજમાં બટાટા રાખવાથી તબિયત પર નકારાત્મક અસર પડે છે. ચાલો, આની પાછળ શું કારણ રહેલું છે, તે જાણીએ.

અનેક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે બટાટામાં સ્ટાર્ચ હોય છે. જેને કારણે ફ્રીજમાં બટાટા રાખવાથી સ્ટાર્ચ શુગરમાં કન્વર્ટ થાય છે, જ્યારે બટાટા ઠંડા તાપમાનમાં હોય ત્યારે સ્ટાર્ચ શુગરમાં બદલાય છે. આ શુગર કેમિકલમાં રૂપાંતરિત થઈને કેન્સર જેવી બીમારીને આમંત્રણ આપે છે.

ખરી રીતે, ફ્રીજમાં બટાટા રાખવાથી શુગરની માત્ર, બટાટામાં રહેલાં એમિનો એસિડ એસ્પરૈગિન સાથે મળીને એક્રાઈલામાઈડ કેમિકલ બને છે, જે તબિયત માટે ઘાતક સાબિત થાય છે. આ જ કેમિકલનો ઉપયોગ પ્લાસ્ટિક તથા પેપર બનાવવા માટે કરવામાં આવે છે. આથી જ ફ્રીજમાં રાખેલા બટાટાનો ઉપયોગ કરવાથી શુગર એક્રાઈલામાઈડ કેમિકલમાં બદલાય જાય છે અને કેન્સર જેવી બીમારી આપે છે.

એક્રાઈલામાઈડ એક પ્રકારનું કેમિકલ છે, જે એવા પદાર્થોમાં હોય છે, જેમાં સ્ટાર્ચ હોય છે. આ ખાદ્ય પદાર્થમાં હોય છે, જેમાં તાપમાન વધારે હોય છે. ખાસ કરીને બ્રેડ, ફ્રેન્ટ, ફ્રાઈ તથા ઓવનમાં બનાવેલી વસ્તુઓનો સમાવેશ થાય છે. 2002માં સ્વીડનના વૈજ્ઞાનિકે આ વાતનો ખુલાસો કર્યો હતો.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ભાઈ મને ઓળખ્યો હું આંબળુ

શું તમે જાણો છો પોપૈયાના બીયા ખાવાથી જડમૂળ થી નાબુદ થશે આ ત્રણ બીમારીઓ

Flowers chart