Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.  હંમેશા ઓરડાના તાપમાને પાણી ધીમે ધીમે પીવો.  ઠંડું કે બરફનું પાણી પીવાનું ટાળો!  હાલમાં, મલેશિયા, ઇન્ડોનેશિયા, સિંગાપોર અને અન્ય દેશો "ગરમીની લહેર" અનુભવી રહ્યા છે.  આ શું કરવું અને ન કરવું:    1. *ડોક્ટરો સલાહ આપે છે કે જ્યારે તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે ત્યારે ખૂબ ઠંડુ પાણી ન પીવો, કારણ કે આપણી નાની રક્તવાહિનીઓ ફાટી શકે છે.*  એવું નોંધવામાં આવ્યું કે એક ડૉક્ટરનો મિત્ર ખૂબ જ ગરમ દિવસથી ઘરે આવ્યો - તેને ખૂબ પરસેવો થઈ રહ્યો હતો અને તે ઝડપથી પોતાને ઠંડુ કરવા માંગતો હતો - તેણે તરત જ ઠંડા પાણીથી તેના પગ ધોયા... અચાનક, તે ભાંગી પડ્યો અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.    2. જ્યારે બહાર ગરમી 38 ° સે સુધી પહોંચે અને જ્યારે તમે ઘરે આવો, ત્યારે ઠંડુ પાણી ન પીવો - ધીમે ધીમે માત્ર ગરમ પાણી પીવો.  જો તમારા હાથ કે પગ તડકામાં હોય તો તરત જ ધોશો નહીં. ધોવા અથવા સ્નાન કરતા પહેલા ઓછામાં ઓછા અડધો કલાક રાહ જુઓ.    3. કોઈ વ્યક્તિ ગરમીથી ઠંડક મેળવવા માંગતો હતો અને તરત જ સ્નાન કર્યું. સ્નાન કર્યા પછી, વ્યક્તિને સખત

Cataract (મોતિયો)મોતિયો શું છે

Cataract (મોતિયો)

મોતિયો શું છે..

પારદર્શક લેન્સ પ્રકાશ ના કિરણોને આંખના પડદા પર કેન્દ્રીત કરે છે, તેથી દ્રશ્ય સ્પષ્ટ દેખાય છે, જે અપારદર્શક (ધૂંધળો) બનતા પ્રકાશ ના કિરણો આંખના પડદા પર કેન્દ્રીત ન થતાં દ્રશ્ય ઝાંખું અને ધૂંધળું દેખાય છે, જેને મોતિયો કહે છે. ​

મોતિયો આવવા ના કારણો

વધતી ઉમર
આંખ માં ઈજા
દવાનો વધારે પડતો ઉપયોગ
ડાયાબીટીસ
જન્મજાત (કોઈક ને )

મોતિયા ના લક્ષણો..

ઝાખ લાગવી
વાદળ કે ધુમાડામાંથી જોતા હોઈએ તેવું લાગવું
રંગો ઝાંખા / પીળાશ પડતા લાગવા
નંબર બદલવા છતાં સ્પષ્ટ ન દેખાવું
વાહન ચલાવવામાં તકલીફ પડવી
આધુનિક લેન્સ ના વિકલ્પો
મોતિયના ઓપરેશનમાં આ પ્રકારના મોનોફોકલ સ્ફેરીકલ લેન્સના ઉપયોગથી દૂર ની દ્રષ્ટી સ્પષ્ટ થાય છે.
નજીકના ચશ્માં ની જરૂર પડે છે.

મોનોફોક્લ એસ્ફેરિક

એસ્ફેરીકાલ લેન્સથી દ્રષ્ટી સ્પષ્ટ થાય છે.
ઝાંખા પ્રકાશ માં વસ્તુઓ વચ્ચે નો તફાવત ઓળખવાની ક્ષમતામાં વધારો થા છે, તેમજ દ્રશ્યની ઊંડાઈ સારી રીતે અનુભવાય છે.
નજીકના ચશ્માં ની જરૂર પડે છે.

મોનોફોક્લ એસ્ફેરિક ( MICS )
લેન્સની આગળની અને પાછળ ની બંને સપાટી એસ્ફેરિક હોય છે.
આ લેન્સ Constant Sensitivity વધારી High Definition અને High Resolution દ્રષ્ટી આપે છે.
નજીકના ચશ્માં ની જરૂર પડે છે.

અતિ આધુનિક (પ્રિમીયમ) લેન્સ ના વિકલ્પો
મલ્ટીફોકલ એસ્ફેરિક ( MICS )
આ લેન્સના ઉપયોગથી નજીકનું, વચ્ચેનું અને દુરનું દ્રશ્ય સ્પષ્ટ દેખાય છે.
અતિ સુક્ષ્મ કાપમાંથી મૂકી શકાય છે.
ચશ્માંની જરૂર નહીવત પડે છે.

ટોરીક મોનોફોકલ એસ્ફીરીક ( MICS )
આ લેન્સ તમારી કીકીના અસમાન આકારને કારણે આવતા ત્રાંસા નંબરને કાયમ માટે દૂર કરે છે.
દ્રષ્ટી સ્પષ્ટ, સતેજ અને ગુણવત્તાવાળી બને છે.
અતિ સુક્ષ્મ કાપમાંથી મૂકી શકાય છે.
નજીકના ચશ્માં ની જરૂર પડે છે.

ટોરીક મલ્ટીફોકલ એસ્ફીરીક ( MICS )
આ લેન્સના ઉપયોગથી નજીક નું, વચ્ચેનું અને દૂરનું દ્રશ્ય સ્પષ્ટ દેખાય છે, અને ત્રાંસા નંબર દૂર થાય છે.
અતિ સુક્ષ્મ કાપામાંથી મૂકી શકાય છે.
ચશ્માંની જરૂર નહીવત પડે છે.

મોતિયાની સારવાર...
મોતિયાનું લેન્સ સાથેનું ઓપરેશન એક માત્ર સંપૂર્ણ સારવાર છે.

નવી આધુનિક ફેકો પદ્ધતિથી થતું ઓપરેશન સલામત છે, અને ઊચ્ચ સફળતા ધરાવે છે.
દરેક ઋતુમાં થઈ શકે છે.
લેન્સ સાથે થતા ઓપરેશનમાં નંબર ખુબ નજીવો રહે છે, નજીકનું વાંચવામાં ૪૦ પછી આવે એવા ચશ્માં આવી શકે છે.
વિશીસ્ટ સાર સંભાળ ની જરૂર નથી, અઠવાડિયામાં દૈનિક કામકાજ થઈ શકે છે.
ડાયાબીટીસ, બી.પી., કોલેસ્ટ્રોલ, અસ્થમાના દર્દી માટે પણ સલામત છે.
ખુબ ઓછા કિસ્સામાં ઓપરેશન બાદ ધાર્યા કરતા દ્રષ્ટી ઓછી મળવી, છારી આવવી, લોહી ફરી વળવું, કીકી પર નુકશાન થવું, મોતિયો આંખ ના અંદરના ભાગમાં સરી પડવો, ચેપ થવો, જેવા જોખમો થઈ શકે છે, જે માટે મોતિયાનું ઓપરેશન જવાબદાર ન પણ હોય, એકંદરે મોતિયાના ઓપરેશન પછી દ્રષ્ટી ને કાયમી નુકશાન થાય એવી શક્યતા નહીવત છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.

જામફળ : શિયાળાનું અમૃતફળ