Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.  હંમેશા ઓરડાના તાપમાને પાણી ધીમે ધીમે પીવો.  ઠંડું કે બરફનું પાણી પીવાનું ટાળો!  હાલમાં, મલેશિયા, ઇન્ડોનેશિયા, સિંગાપોર અને અન્ય દેશો "ગરમીની લહેર" અનુભવી રહ્યા છે.  આ શું કરવું અને ન કરવું:    1. *ડોક્ટરો સલાહ આપે છે કે જ્યારે તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે ત્યારે ખૂબ ઠંડુ પાણી ન પીવો, કારણ કે આપણી નાની રક્તવાહિનીઓ ફાટી શકે છે.*  એવું નોંધવામાં આવ્યું કે એક ડૉક્ટરનો મિત્ર ખૂબ જ ગરમ દિવસથી ઘરે આવ્યો - તેને ખૂબ પરસેવો થઈ રહ્યો હતો અને તે ઝડપથી પોતાને ઠંડુ કરવા માંગતો હતો - તેણે તરત જ ઠંડા પાણીથી તેના પગ ધોયા... અચાનક, તે ભાંગી પડ્યો અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.    2. જ્યારે બહાર ગરમી 38 ° સે સુધી પહોંચે અને જ્યારે તમે ઘરે આવો, ત્યારે ઠંડુ પાણી ન પીવો - ધીમે ધીમે માત્ર ગરમ પાણી પીવો.  જો તમારા હાથ કે પગ તડકામાં હોય તો તરત જ ધોશો નહીં. ધોવા અથવા સ્નાન કરતા પહેલા ઓછામાં ઓછા અડધો કલાક રાહ જુઓ.    3. કોઈ વ્યક્તિ ગરમીથી ઠંડક મેળવવા માંગતો હતો અને તરત જ સ્નાન કર્યું. સ્નાન કર્યા પછી, વ્યક્તિને સખત

Dengue

*Dengue*
દર વર્ષે દુનિયામાં લગભગ ૧૦ કરોડ લોકો ડેન્ગ્યુ અથવા ડેન્ગ્યુ તાવના શિકાર થાય છે. ભારતમાં દર વર્ષે ઘણાં લોકોના ડેન્ગ્યુંના તાવથી મૃત્યુ પામે છે. આપણને રોજ સમાચાર પત્ર અથવા ટી.વી.ચેનલ પર ડેન્ગ્યુ તાવનો આતંક જોવા મળે છે. ડેન્ગ્યુ તાવ એક વાયરલ બીમારી છે. ડેન્ગ્યુ તાવ માદા એડીસ-ઈજિપ્ત મચ્છરો દ્વારા ફેલાય છે, આ મચ્છરો દિવસે જ કરડે છે. ડેન્ગ્યુ તાવ હવા, પાણી, સાથે ખાવાથી કે અડવાથી ફેલાતો નથી
*ડેંગ્યુ શું છે?*
ડેંગ્યુ એ એક વિષાણુ-જન્ય રોગ છે.
એડીસ ઇજીપ્તી મચ્છરના ચેપી દંશથી તેનું વહન થાય છે.
ચેપી મચ્છર દ્વારા દંશના 5-6 દિવસ પછી મનુષ્યને આ રોગ થાય છે.
તે બે સ્વરૂપમાં થાય છે: ડેંગ્યુ તાવ અને ડેંગ્યુ હેમરેજિક તાવ (ડીએચએફ)
ડેંગ્યુ તાવ તીવ્ર, ફ્લુ જેવી બીમારી છે.
ડેંગ્યુ હેમરેજિક તાવ (ડીએચએફ) વધુ તીવ્ર પ્રકારનો રોગ છે, જેનાથી મૃત્યુ થઈ શકે.
ડેંગ્યુ તાવ કે ડીએચએફ હોવાની જેમને શંકા હોય તેમણે એકવાર ડૉક્ટરની સલાહ લેવી જ જોઇએ.
*ડેંગ્યુ તાવના ચિહ્નો અને લક્ષણો*
સખત તાવ અચાનક ચડે
માથાના આગળના ભાગમાં તીવ્ર દુખાવો
આંખ પાછળનો દુખાવો, જે આંખની ગતિવિધિ સાથે વણસે
સ્નાયુ અને સાંધાનો દુખાવો
સ્વાદ અને ભૂખની સંવેદના મરી જાય
છાતી અને હાથમાં ઓરી જેવી ફોડકીઓ
ઉબકા અને ઉલ્ટી
ડેગ્યુ હેમરેજિક તાવ અને શૉક સીન્ડ્રોમના ચિહ્નો અને લક્ષણો
ડેંગ્યુ તાવ જેવા જ લક્ષણો
જઠરમાં સતત, તીવ્ર દુખાવો
ચામડી ફીક્કી, ઠંડી અથવા ચીકણી.
નાક, મુખ, અવાળા અને ચામડીના ફોડકીઓમાંથી લોહી નીકળે
લોહી સાથે અથવા તેના વગર ઉલ્ટી
વધારે ઉંઘ આવે અને વ્યાકુળતા
દર્દીને તરસ લાગે અને મોઢું સૂકું થાય
ઝડપી, નબળી નાડી
શ્વાસ લેવામાં મુશ્કેલી
*ડેગ્યુ/ડીએચએફનો ભારતમાં ફેલાવો*
 
આ રોગ સમગ્ર ભારતમાં મોટાભાગના મહાનગરો અને નાના શહેરોમાં પ્રચલિત છે.
હરિયાણા, મહારાષ્ટ્ર અને કર્ણાટકના ગ્રામીણ વિસ્તારોમાં તેનો રોગચાળો ફાટી નીકળ્યાના અહેવાલો છે.
*સંચારક્ષમતાનો ગાળો*
ડેંગ્યુના રોગીને મચ્છરનો ચેપ લાગ્યાના 6થી 12 કલાક પછી રોગ શરૂ થાય છે અને તે 3થી 5 દિવસ રહે છે.

અસર પામતા ઉંમર અને લિંગ જૂથ
તમામ વય જૂથો અને સ્ત્રી-પુરુષ બંનેને ચેપ લાગે છે.
ડીએચએફના રોગચાળા દરમિયાન બાળકોમાં મૃત્યુ વધારે થાય છે.
*ડેંગ્યુ/ડેગ્યુ હેમેરિજક તાવના રોગવાહક જંતુ*
એડીસ ઇજીપ્તી ડેંગ્યુ\ડેંગ્યુ હેમરેજિક તાવના રોગવાહક જંતુ છે.
તે સફેદ પટ્ટા અને અંદાજે 5 મિમિનું કદ ધરાવતા નાના, કાળા મચ્છર છે.
તેના શરીરમાં વિષાણુને વિકસતા અને રોગનું વહન થતા 7થી 8 દિવસ થાય છે.
ખાવાની ટેવો

દિવસે કરડે.
મુખ્યત્વે ઘરેલુ અને માનવ વસાહતોની આસપાસની પરિસ્થિતિઓમાં મનુષ્યો પર નભે છે.
વારંવાર કરડે છે.
વિશ્રામ ટેવો

ઘરેલુ અને માનવ વસાહતોની આસપાસની પરિસ્થિતિઓમાં વિશ્રામ કરે છે.
ઘરોના અંધારીયા ખૂણાઓમાં, કપડાં, છત્રી, વગેરે જેવી લટકતી ચીજો પર કે ફર્નિચરની નીચે વિશ્રામ કરે છે.
પ્રજનનની ટેવો
એડીસ ઇજીપ્તી તદ્દન ઓછા પ્રમાણમાં પાણીનો જથ્થો ધરાવતા કોઇપણ પ્રકારના માનવસર્જિત કન્ટેનરો કે સ્ટોરેજ કન્ટેનરોમાં પ્રજનન કરે છે.
એડીસ ઇજીપ્તીના ઇંડા પાણી વિના એક વર્ષ કરતા વધારે સમય જીવે છે.
પ્રજનનના મનપસંદ સ્થળો
કુલરો, પીપડા, બરણીઓ, માટલાં, ડોલો, ફુલદાનીઓ, વનસ્પતિના કુંડા, ટાંકીઓ, કુંડીઓ, બાટલીઓ, ડબ્બા, જુના ટાયરો, છાપરાની નીકો, ફ્રિજની ડ્રિપ પેન્સસ સીમેન્ટના બ્લોક્સ, સ્મશાનના કુંડો, વાંસ, નાળિયેરની છાલો, વૃક્ષોના કાણાં અને બીજા અસંખ્ય સ્થળો, જ્યાં વરસાદી પાણી એકઠું થાય છે અથવા સંગ્રહિત થાય છે.ડેંગ્યુ/ડેંગ્યુ હેમરેજિક તાવ
બચાવ સારવાર કરતાં બહેતર છે.
ડેંગ્યુ\ડીએચએફની સારવાર માટે કોઈ દવા કે રસી ઉપલબ્ધ નથી.
વેળાસર નિદાન અને યોગ્ય કેસ સંચાલન તથા લક્ષણના આધારે સારવારથી મૃત્યુદર નોંધપાત્ર પ્રમાણમાં ઘટાડી શકાય.
રોગવાહક અંકુશ પગલાં
1. *વ્યક્તિગત બચાવ માટેના પગલાં*

મચ્છર પ્રતિરોધક ક્રીમ, પ્રવાહી, કોઇલ્સ, મેટ્સ, વગરે.
લાંબી બાંયના શર્ટ અને મોજા સાથેના પેન્ટ પહેરવા.
ઉંઘતા નવજાત શિશુઓ અને બાળકો માટે દિવસ દરમિયાન મચ્છરના દંશથી બચવા મચ્છરદાનીનો ઉપયોગ કરવો
2. *જૈવિક અંકુશ*

સુશોભન હેતુ માટેની ટાંકીઓ, ફુવારા, વગેરેમાં લાર્વિવોરસ માછલીઓનો ઉપયોગ કરો.
બાયોસાઇડ્સનો ઉપયોગ કરો
3. *રાસાયણિક અંકુશ*

જ્યાં મોટા પાયે પ્રજનન થતું હોય તેવા કન્ટેનર્સમાં અબેટ જેવા રસાયણિક ડિંભનાશકોનો ઉપયોગ કરો.
દિવસ દરમિયાન એરોસોલ સ્પેસ સ્પ્રે
4. *પર્યાવરણીય સંચાલન અને સ્રોત અંકુશ પદ્ધતિઓ*

મચ્છર પ્રજનન સ્રોતોની જાણકારી અને નાબૂદી. મકાનોના છાપરાં, વરંડા અને છાંયડાવાળી જગ્યાઓની જાળવણી.
સંઘરેલા પાણીને યોગ્ય રીતે ઢાંકવું
સાપ્તાહિક ધોરણે સૂકા દિવસની ઉજવણી
5. *આરોગ્ય શિક્ષણ*

ટીવી, રેડીયો, સિનેમા સ્લાઇડ, વગેરે વિવિધ માધ્યમો દ્વારા રોગ અને રોગવાહક જંતુઓ અંગે સામાન્ય જનતાને જ્ઞાન આપવું
6. *સમુદાયની હિસ્સેદારી*

એડીસના પ્રજનન સ્થળોની જાણકારી અને તેમની નાબૂદી માટે સમુદાયને સંવેદનશીલ કરવો અને સામેલ કરવો
*ડેંગ્યુ કેસનું સંચાલન*

શંકાસ્પદ ડેંગ્યુ તાવનો વેળાસર અહેવાલ
ડેંગ્યુ તાવનું સંચાલન લક્ષણ પ્રમાણે અને ટેકારૂપ છે.
ડેંગ્યુ શોક સીન્ડ્રોમમાં નીચેની સારવારની ભલામણ કરવામાં આવે છે:
પ્લાસ્મા ક્ષતિ ભરપાઈ કરવી
ઇલેક્ટ્રોલાઇટ અને ચયાપચયના વિક્ષેપો સુધારવા
લોહી બદલવું
*શું કરવું, શું ના કરવું*
કુલરો તથા નાના કન્ટેનરોમાં સપ્તાહમાં ઓછામાં ઓછુ એકવાર પાણી બદલો.
દિવસે મચ્છરોના દંશથી બચવા એરોસોલનો ઉપયોગ કરો.
હાથ-પગ બહાર રહે તેવા કપડાં ના પહેરો.
બાળકોને પણ તેમના હાથ-પગ ઢંકાય તેવા કપડાં પહેરાવો
દિવસે સૂતી વખતે મચ્છરદાની અથવા મોસ્કીટો રીપેલન્ટ વાપરો.
*પ્રયોગશાળા નિદાન*
ક્લિનિશીયને તાપમાન માપવું જોઇએ, ટર્નીકીટ પરીક્ષણ કરવું જોઇએ અને પીટીકીયની તપાસ કરવી જોઇએ.
રક્તસ્રાવ સાથેના તાવના તમામ શંકાસ્પદ કેસોમાં ત્રાકકણિકાઓની ઓછી માત્રા માટે સંપૂર્ણ તપાસ થવી જોઇએ.
શૉકના કિસ્સામાં પેઢુમાં કે છાતીમાં ભરાયેલા પ્રવાહીની પરખ કરવા પરીક્ષણો થવા જોઈએ.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.

જામફળ : શિયાળાનું અમૃતફળ