Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.  હંમેશા ઓરડાના તાપમાને પાણી ધીમે ધીમે પીવો.  ઠંડું કે બરફનું પાણી પીવાનું ટાળો!  હાલમાં, મલેશિયા, ઇન્ડોનેશિયા, સિંગાપોર અને અન્ય દેશો "ગરમીની લહેર" અનુભવી રહ્યા છે.  આ શું કરવું અને ન કરવું:    1. *ડોક્ટરો સલાહ આપે છે કે જ્યારે તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે ત્યારે ખૂબ ઠંડુ પાણી ન પીવો, કારણ કે આપણી નાની રક્તવાહિનીઓ ફાટી શકે છે.*  એવું નોંધવામાં આવ્યું કે એક ડૉક્ટરનો મિત્ર ખૂબ જ ગરમ દિવસથી ઘરે આવ્યો - તેને ખૂબ પરસેવો થઈ રહ્યો હતો અને તે ઝડપથી પોતાને ઠંડુ કરવા માંગતો હતો - તેણે તરત જ ઠંડા પાણીથી તેના પગ ધોયા... અચાનક, તે ભાંગી પડ્યો અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.    2. જ્યારે બહાર ગરમી 38 ° સે સુધી પહોંચે અને જ્યારે તમે ઘરે આવો, ત્યારે ઠંડુ પાણી ન પીવો - ધીમે ધીમે માત્ર ગરમ પાણી પીવો.  જો તમારા હાથ કે પગ તડકામાં હોય તો તરત જ ધોશો નહીં. ધોવા અથવા સ્નાન કરતા પહેલા ઓછામાં ઓછા અડધો કલાક રાહ જુઓ.    3. કોઈ વ્યક્તિ ગરમીથી ઠંડક મેળવવા માંગતો હતો અને તરત જ સ્નાન કર્યું. સ્નાન કર્યા પછી, વ્યક્તિને સખત

કેન્સર થતાં પહેલાં જ શરીર આપે છે કેટલાક ન સમજાય તેવા સંકેતો

કેન્સર થતાં પહેલાં જ શરીર આપે છે કેટલાક ન સમજાય તેવા સંકેતો. જો તેને ઓળખી જશો તો જીવન સરળ થઈ જશે.કેન્સર જેવા જીવલેણ રોગથી બચવાનો એક માત્ર ઉપાય; શરીરના ચેતવતા સંકેતો આપે તેને સમજવા પ્રયત્ન કરો. કેન્સર થતાં પહેલાં જ શરીર આપે છે કેટલાક ન સમજાય તેવા સંકેતો. જો તેને ઓળખી જશો તો જીવન સરળ થઈ જશે. કેન્સર ક્યારેય નહીં થાય જો આ ચિન્હોને ઓળખી લેશો. જાણો તમારું શરીર કેવા સંકેતો આપે છે.કલ્પના કરો કે જો તમારી સાથે કોઈ ઘટના થવાની હોય પરંતુ તમને તેનો અંદેશો કે કોઈ ઇશારો પહેલેથી જ મળી જાય તો? તમે તે દૂર્ઘટનાથી ચોક્કસ બચવા અગાઉથી જ પ્રયત્ન કરશો ને? એવું કંઈક આજે અમે આપને જણાવવા જઈ રહ્યાં છીએ. અમે આપને કેન્સર જેવા જીવલેણ રોગથી બચવાના એવા ઉપાયો કહેશું જે તમને શરીરમાં કેન્સર થવા પહેલાં જ ચેતવી દેશે. તમારા શરીરમાં કેટલાક સાંકેતિક ફેરફારો તમે જાતે જ તપાસી શકશો જેથી તમે આ અસાધ્ય રોગની સામે લડવા માટે સમય અને તક આપશે.કેન્સર એ એક એવી ખતરનાક બીમારી છે જે કોઈ પણ વ્યક્તિ તેના સકંજામાં આવી જઈને મૃત્યુ પામી શકે છે. સામાન્ય રીતે લોકો આ રોગનું નામ સાંભળીને આઘાત પામે છે, કારણ કે રોગમાંથી જો સદભાગ્યે બચી ગયા પછી, બાકીનું જીવન પણ ખૂબ જ સાચવવું પડે છે. જીવન વધુ મુશ્કેલ અને દર્દીલું બને છે. વધતી જતી ટેક્નોલોજી સાથે આ સમયે જેમ તબીબી સારવાર વધી છે તેમ કેન્સર થવાની સમસ્યા પણ વધતી જાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ રોગ જેટલી ઝડપથી વધી રહ્યો છે તેટલો જ લોકોમાં તેના વિશેની જાગૃતિનો અભાવ છે. જ્યારે લોકોને તે તકલીફ થાય છે ત્યારે તેઓ શરૂઆતના તબક્કામાં જાણી પણ શકતા નથી અને તે જાણે છે કે જ્યારે તે પાછલા તબક્કામાં આવે છે. ત્યારે તેની યોગ્ય સારવાર મેળવવાનું ઘણેઅંશે અશક્ય બને છે. પરંતુ આજે આપણે તમને આ રોગ વિશેના કેટલાક સંકેતો જણાવીશું, જે તમને કેન્સરથી પરિચિત કરશે અને પ્રારંભિક તબક્કે તમને ખબર પડશે કે કેન્સર કઈ રીતે પકડમાં શરૂઆતના જ તબક્કામાં ખ્યાલ આવી શકે છે.પહેલું કેન્સરનું લક્ષણ રક્તસ્ત્રાવ હોઈ શકે. મોંમાંથી કે શરીરના કોઈપણ ભાગમાંથી કોઈ ખાસ કારણ વગર જ લોહી નીકળે છે. જેમાં સ્તન કેન્સર, ઓવરી કેન્સર કે બ્લડ કેન્સરનો સમાવેસ પહેલાં થાય છે.જો વ્યક્તિના આંતરડામાં કોઈ સમસ્યા હોય તો તેનો અર્થ છે કે તમને ખોરાક પચાવવા માટે કોઈ અસાધ્ય સમસ્યા છે, તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો. આ સંકેત કોલન અથવા કોલોરેક્ટલ કેન્સર વિશેના હોઈ શકે છે.જો કોઈ વ્યક્તિને રાત્રે ઊંઘવા જતાં પહેલાં વધુ પરસેવો આવે છે, તો તે શરીરની એક અલગ પ્રતિક્રિયાના સંકેત છે. એટલે, તમારે શક્ય એટલી જલ્દી ડૉક્ટરની સલાહ લેવી જોઈએ કારણ કે તે કેન્સરનું પણ એક લક્ષણ હોઈ શકે છેશરીરના કોઈપણ ભાગ્માં અચાનકથી અસહ્ય પીડા થવા લાગે ત્યારે ચેતી જવું. બોડી પેઇન ક્યારેક કોઈ સમસ્યા નથી, પરંતુ આ પીડા કોલોરેક્ટલ અથવા પ્રોસ્ટેટ કેન્સરનું કારણ હોઈ શકે છે.શરીરમાં અચાનકથી જો કોઈ ફેરફાર થવા લાગે તો તે કેન્સરનું સૌથી પહેલું લક્ષણ હોઈ શકે. જરાવાર ચાલતાં કે પછી થોડો શ્રમ કરવા જતાં પણ થાક લાગે તો ડોક્ટર પાસે ચોક્કસ બતાવવું જોઈએ. વજનનું અચાનકથી વધી જવું કે સાવ ઘટી જવું એ પણ એક લક્ષણ હોઈ શકે છે.ચામડીમાં તલ જેવા લાગતા કેટલાક નિશાન થવા એ એક શરીરમાં થતા રોગની નિશાની છે. તે દરેક ચિહ્ન તલ નથી. ચામડી પર ઉદ્ભવત આવા કોઈ ચિહ્ન વિશે ડૉક્ટરને જરૂરીથી બતાવશો. બની શકે આ કોઈ ત્વચાના કેન્સરની શરૂઆત હોઈ શકે છે.હાલમાં કેન્સર વિશેની જાગૃતિના અનેક કાર્યક્રમો થાય છે. તેને યોગ્ય સમયે અને ઓછા ખર્ચે નિદાન કરવાના અને સારવાર કરવાની અનેક તકનિકો વિશે કેટલાય સંશોધનો થયા જ છે. તેનાથી ડરવાની જરૂર નથી. પરંતુ હા, શરીરમાં કોઈ અણધાર્યા ફેરફાર જણાય તો તેને એવોઈડ કરવાને બદલે ‘ચેતતા નર સદા સુખી’ એ કહેવતને લાગુ કરવા ડોક્ટરને જરૂર બતાવવું જોઈએ.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.

જામફળ : શિયાળાનું અમૃતફળ