ભાઈ મને ઓળખ્યો હું આંબળુ

એક આમળાની આકાશવાણી થઇ.  હું આમળું, ઓળખ્યું ? ગોળ, લીલું ખુબ જ ખાટ્ટૂ લાગે ઈ.  મને English માં Indian gooseberry કહે છે. મેં કોઈ દિ ઘુસ લીધી નથી તોય Gooseberry કેમ ક્યે છે આ ધોળિયાઓ ?? ભારતના રૂષી મુનિઓ એ મને આયુર્વેદ માં પહેલા સૌથી પાંચ મહત્ત્વનાં ઔષધમાં સ્થાન આપ્યું છે. હા, એ વાત અલગ છે કે આજ કાલ મારો ઉપયોગ માત્ર Hair Oil બનાવવા તરીકે થાય છે !!  આ માથાના વાળે બહુ તપ કરી ને વરદાન માગ્યું લાગે છે કે આમળું ખાલી મારી જ સેવા કરે !! મનુષ્ય મારે તમને કેવું છે કે મારી સેવાનો લાભ માત્ર વાળ સુધી જ સીમિત નથી, પણ હું તમારા આખા શરીરની સેવા કરી શકું તેમ છુ ! પેહલા તો મને જાણો - 1. તમને એમ લાગે કે હું તુરુ અને ખાટું છુ, Right ? પણ તમારી અજ્ઞાનતા દુર કરી દવ.  મારા મા સ્વાદના છ એ છ રસ છે એટલે કે તીખા, ખાટા, તુરા, મીઠા, ખારા, કડવા !! 2. મારા મા 445 mg થી 650 mg પ્રતિ 100g Vitamin C હોય છે ! જે orange માં હોય એના કરતા 20 ગણું વધારે છે.  3. ભારત માંથી હું દર વરસે 25000 MT બીજા દેશોમાં જાવ છુ. 4. હું શિયાળામાં જ તમને મળી શકું છું.  5. હું ત્રણેય દોષ વાત, કફ અને પિત ને સંતુલિત ...

રસોડાના ડોકટર

*રસોડાના ડોકટર*
 
*કોઈપણ જાતના વાયરસથી બચવું હોય તો આપણું સ્વદેશી અપનાવીએ.*
ધાણા સ્વભાવે ઠંડા,
 *ગરમીને મારે દંડા.*
લસણ કરે પોષણ, 
*મેદનું કરે શોષણ*
તીખું તમતમતું આદુ,
 *માણસ ઉઠાડે માંદુ.*
લીંબુ લાગે ખાટું, 
*રોગને મારે પાટું.*
પીળી તૂરી હળદર, 
*શરીરની મટાડે કળતર.*
મધમધતી હીંગ, 
*રસોડાનો છે કીંગ.*
ખાવ ભલે બટાકા, 
*હીંગ બોલાવે ફટાકા*
કઢીમાં મીઠો લીમડો, 
*પ્રગટાવે આરોગ્યનો દિવડો*
પચાવવા લાડુ બુંદીનો, 
*રોજ ખાઓ ફૂદીનો.* 
ખાવ કાળા મરી, 
*સંસાર જાશો તરી.*
કાળા મરી છે નકકર, 
*મટાડે એ ચક્કર.*
માપસર જમો, 
*પછી ફાકો અજમો.*
તીખા લાંબા તમાલપત્ર,
*મજબૂત કરે મગજનું તંત્ર*
નાના નાના તલ, 
*શરીરને આપે બળ.* 
જીરાવાળી છાશ, 
*પેટ માટે હાશ.*
લીલી સૂકી વરિયાળી, 
*જીંદગી બનાવે હરિયાળી.*
લાલ તીખા મરચા, 
*બીજે દિવસે બતાવે પરચા.*
કજિયાનું મૂળ હાંસી, 
*લવિંગ મટાડે ખાંસી.*
વધુ ખાવાથી વાંધો, 
*આંબલી દુખાડે સાંધો.*
કાળું કાળું કોકમ, 
*ખૂજલી માટે જોખમ*
પેટને માટે દુવા,                     *તીખાતીખા સૂવા.*
કમ્મર પર ના મારો હથોડા, 
*રોજ ખાઓ ગંઠોડા.*
મોં માંથી આવે વાસ, 
*તો એલચી છે મુખવાસ.*
ઝાડા કરે ભવાડા, 
*જાયફળ મટાડે ઝાડા.*
રોજ રોજ ખારો, 
*ના લો તો સારો.*              
પથારીમાંથી ઉઠ, 
 *ને ફાકવા માંડ સૂંઠ.*
રોજ ખાઓ તજ,  
*રોગ નહિ રાખે રજ*
કોળાના બીજ,
*આપની ઈમ્યૂન સિસ્ટમને કરે નિજ* 
કેરીની ગોટલી, 
*આરોગ્યની પોટલી*
સરગવો ખાઓ, 
 *બીમારીઓ ભગાવો*
પારિજાતના ઉકાળો, 
*દુઃખાવા મટાડો*
નગોડના નવ ગુણ, 
*દુઃખતી નસ કરે દૂર*
ઉકાળીને પીવો ગળો, 
 *બધા રોગની જળો.*    
ખાઓ ચાવીને અળસી, 
*કોઈ રોગ નહિ મળશી*
કાળુનમક અને સિંધવ, 
*બધા રોગનો બાંધવ*
કપૂર કરશે પૂરી, 
*રક્ષા આપના કુટુંબની*
અર્જુન છાલ, 
*હદયના ખોલે વાલ*
બ્રાહ્મી સાથે દૂધ 
*મગજના જ્ઞાનતંતુઓને રાખે શુદ્ધ* 
ડોડીના પાન,
*આંખોની વધારે શાન*
રોજ ખાઓ તુલસીપત્ર, 
*બીમારીઓ નહિ આવે અત્ર*
વધારો ફેફસાની શક્તિ, 
*કરો જેઠીમધની ભક્તિ.*
ગોખરુ 
*પ્રોસ્ટેટ માટે સાવ ખરું*
ખાઓ શંખપુષ્પી, 
*વધારો બુદ્ધિ*
મામેજવો ને લીમડાની છાલ, 
*ડાયાબીટીસ જાય હાલ*
બાવળની શીંગ, 
*સાંધાના દુઃખાવાની રીંગ*
ખાઓ રોજ મેથી તો, 
*NO એલોપથી*
દાડમનો રસ, 
*શક્તિનો જશ*.
અશ્વગંધા ચૂર્ણ, 
*સ્નાયુ સાંધાનું પકડે મૂળ*
રજકોને જવારા, 
*વિટામિન B12 માટે સારા*
પપૈયા પાનનો રસ, 
*ડેગ્યુંને કહે હવે ખસ*
મુલતાની માટી, ગુલાબની પાંખડી અને ચંદન, 
*ચહેરાને કરે વંદન*
મીઠો લીમડાના પાન 
*વાળની વધારે શાન*
*આવો કુદરતના ખોળે જીવવાનું ચાલુ કરીએ અને જીવનભર નિરોગી અને રુષ્ટ પુષ્ટ રહીએ*

રિફાઈન્ડ તેલ નહીં પરંતુ ઘાણી નું તેલ cવાપરવાથી અનેક રોગો પર સીધો કાબૂ મેળવી શકાય છે 

*વિશ્વનું સૌથી શક્તિશાળી તેલ એટલે તલનું તેલ શિયાળામાં ચાર મહિના ખાઈ શકાય છે અને બાકીના સમયમાં સીંગદાણા નું ઘાણીનું તેલ ખાવું સર્વ શ્રેષ્ઠ છે*

આવો જાગ્યા ત્યારથી સવાર સમજીને આજથી જ આપણે આહાર વિહારની જીવનશૈલી બદલીએ અને જીવનભર નિરોગી રહેવા પ્રયત્ન કરીએ..

નિયમિત સવારે નરણે અડધી ચમચી હરડે અને જમ્યાના એક કલાક પહેલા અડધી ચમચી સૂંઠ લેવાથી એસિડિટી ગેસ કબજીયાત અને પેટના તમામ પ્રકારના રોગમાંથી કાયમી મુક્તિ મળી શકે છે

*બપોરે જમતી વખતે બે ચમચી રાગી નો લોટ આપની થાળીમાં શાક કે દાળભાત માં નાખીને ખાઓ કેલ્શિયમનો ભરપુર ખજાનો*

રાત્રે ત્રણ ભાગ મગ અને એક ભાગ ચોખા નાખીને તેમાં ચપટી હળદર નાખીને ખૂબજ ઘુમેળીને અને ખબુજ ચાવીને ખાવું જોઈએ

*રાત્રે 9/33કલાકે સૂઈ જવું અને સવારે 4/56કલાકે ઉઠવાથી શરીરમાં અનેક પ્રકારની સમસ્યાને ઝડપથી દૂર કરી શકાય છે*

સુર્ય ઉગ્યા પછી જે ન્હાય અને સુર્ય આથમ્યા પછી જે ખાય તેને ઘણાબધા રોગ થાય

*રાત્રે સૂતી વખતે અડધી ચમચી હળદર હુંફાળા પાણીમાં નાખીને પીવાથી કફ શરદી ઉધરસ ઉપર કાબુ મેળવી શકાય છે*

બસ થોડી જીવનશૈલી બદલો અને જીવનભર નિરોગી રહો!

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પેટ ઘણું ચતુર છે, તમારું ગુલામ તો નથી જ

શું તમે જાણો છો પોપૈયાના બીયા ખાવાથી જડમૂળ થી નાબુદ થશે આ ત્રણ બીમારીઓ

તાંબાના વાસણમાં રાખેલા પાણી પીવાના ફાયદા