પોસ્ટ્સ

ઑગસ્ટ, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ભાઈ મને ઓળખ્યો હું આંબળુ

એક આમળાની આકાશવાણી થઇ.  હું આમળું, ઓળખ્યું ? ગોળ, લીલું ખુબ જ ખાટ્ટૂ લાગે ઈ.  મને English માં Indian gooseberry કહે છે. મેં કોઈ દિ ઘુસ લીધી નથી તોય Gooseberry કેમ ક્યે છે આ ધોળિયાઓ ?? ભારતના રૂષી મુનિઓ એ મને આયુર્વેદ માં પહેલા સૌથી પાંચ મહત્ત્વનાં ઔષધમાં સ્થાન આપ્યું છે. હા, એ વાત અલગ છે કે આજ કાલ મારો ઉપયોગ માત્ર Hair Oil બનાવવા તરીકે થાય છે !!  આ માથાના વાળે બહુ તપ કરી ને વરદાન માગ્યું લાગે છે કે આમળું ખાલી મારી જ સેવા કરે !! મનુષ્ય મારે તમને કેવું છે કે મારી સેવાનો લાભ માત્ર વાળ સુધી જ સીમિત નથી, પણ હું તમારા આખા શરીરની સેવા કરી શકું તેમ છુ ! પેહલા તો મને જાણો - 1. તમને એમ લાગે કે હું તુરુ અને ખાટું છુ, Right ? પણ તમારી અજ્ઞાનતા દુર કરી દવ.  મારા મા સ્વાદના છ એ છ રસ છે એટલે કે તીખા, ખાટા, તુરા, મીઠા, ખારા, કડવા !! 2. મારા મા 445 mg થી 650 mg પ્રતિ 100g Vitamin C હોય છે ! જે orange માં હોય એના કરતા 20 ગણું વધારે છે.  3. ભારત માંથી હું દર વરસે 25000 MT બીજા દેશોમાં જાવ છુ. 4. હું શિયાળામાં જ તમને મળી શકું છું.  5. હું ત્રણેય દોષ વાત, કફ અને પિત ને સંતુલિત ...

ચોમાસાની અદ્ભુત ઔષધ અંઘેડો

છબી
કલિયુગમાં આશીર્વાદ સમાન એવા અંધેડા વિશે જાણીએ. સામાન્ય રીતે ગુજરાતી માં અંધેડો અને સંસ્કૃત માં અપામાર્ગ તરીકે ઓળખવામાં આવે છે.ચોમાસાની ઋતુ માં જોવા મળતી અપોઆપ ઉગી નીકળતી જંગલી વનસ્પતિ છે.તેની ઊંચાઈ ૪-૫ ફૂટ અને આછા -આછા કાંટા જોવા મળે છે.તેમાં ત્રણ જાતો જોવાં મળે છે ધોળા, રાતા અને પાનખેડા જોવા મળે છે.તેમાં ધોળા અંધેડા શ્રેષ્ઠ હોય છે. અંધેડો પાણીવારી બધી જ જગ્યાએ જોવા મળે છે.તેના પાન અણી વાળા અને લંબગોળ આકારના હોય છે. તેના મૂળ, બીજ, પંચગક્ષર અને મૂળ ઔષધીમાં વપરાય છે. અંધેડા ના ઉપયોગ:- ધોળા અંધેડા નો શરદી,કફ ,ઉધરસ વગેરે માં તેના કાંટા ની ફોત્રી દૂર કરી ચૂર્ણ બનાવી સૂંઘવાથી રાહત થાય છે. તેના બીજ ને વાટી ને ચોખાના ઓસામણ માં ઉમેરી લેવાથી હરસ, મસા વગેરે માં લોહી પડતું અટકાવી શકાય છે. તેના બીજ ને પચવામાં બહુ વાર લાગે છે તેથી સાધુ -સંતો બીજ અને દૂધ ની ખીર બનાવી ખાતા તેથી ૫-૭ દિવસ સુધી ભૂખ્યા રહી શકતા. તેના મુળ ને પાણી અને મધ સાતે ઘસીને આંખમાં આજવા થી ફૂલ માટે છે. અંધેડા ના મૂળ નું દાતણ કરવાથી દાંત નો દુખાવો દૂર થાય છે. તેના બીજ ને વાટી ને રાબ પીવાથી ભૂખ લાગવાનો રોગ મટે છે. ...

રસોડાના ડોકટર

*રસોડાના ડોકટર*   *કોઈપણ જાતના વાયરસથી બચવું હોય તો આપણું સ્વદેશી અપનાવીએ.* ધાણા સ્વભાવે ઠંડા,  *ગરમીને મારે દંડા.* લસણ કરે પોષણ,  *મેદનું કરે શોષણ* તીખું તમતમતું આદુ,  *માણસ ઉઠાડે માંદુ.* લીંબુ લાગે ખાટું,  *રોગને મારે પાટું.* પીળી તૂરી હળદર,  *શરીરની મટાડે કળતર.* મધમધતી હીંગ,  *રસોડાનો છે કીંગ.* ખાવ ભલે બટાકા,  *હીંગ બોલાવે ફટાકા* કઢીમાં મીઠો લીમડો,  *પ્રગટાવે આરોગ્યનો દિવડો* પચાવવા લાડુ બુંદીનો,  *રોજ ખાઓ ફૂદીનો.*  ખાવ કાળા મરી,  *સંસાર જાશો તરી.* કાળા મરી છે નકકર,  *મટાડે એ ચક્કર.* માપસર જમો,  *પછી ફાકો અજમો.* તીખા લાંબા તમાલપત્ર, *મજબૂત કરે મગજનું તંત્ર* નાના નાના તલ,  *શરીરને આપે બળ.*  જીરાવાળી છાશ,  *પેટ માટે હાશ.* લીલી સૂકી વરિયાળી,  *જીંદગી બનાવે હરિયાળી.* લાલ તીખા મરચા,  *બીજે દિવસે બતાવે પરચા.* કજિયાનું મૂળ હાંસી,  *લવિંગ મટાડે ખાંસી.* વધુ ખાવાથી વાંધો,  *આંબલી દુખાડે સાંધો.* કાળું કાળું કોકમ,  *ખૂજલી માટે જોખમ* પેટને માટે દુવા,          ...

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પેટ ઘણું ચતુર છે, તમારું ગુલામ તો નથી જ

શું તમે જાણો છો પોપૈયાના બીયા ખાવાથી જડમૂળ થી નાબુદ થશે આ ત્રણ બીમારીઓ

તાંબાના વાસણમાં રાખેલા પાણી પીવાના ફાયદા