Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.  હંમેશા ઓરડાના તાપમાને પાણી ધીમે ધીમે પીવો.  ઠંડું કે બરફનું પાણી પીવાનું ટાળો!  હાલમાં, મલેશિયા, ઇન્ડોનેશિયા, સિંગાપોર અને અન્ય દેશો "ગરમીની લહેર" અનુભવી રહ્યા છે.  આ શું કરવું અને ન કરવું:    1. *ડોક્ટરો સલાહ આપે છે કે જ્યારે તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે ત્યારે ખૂબ ઠંડુ પાણી ન પીવો, કારણ કે આપણી નાની રક્તવાહિનીઓ ફાટી શકે છે.*  એવું નોંધવામાં આવ્યું કે એક ડૉક્ટરનો મિત્ર ખૂબ જ ગરમ દિવસથી ઘરે આવ્યો - તેને ખૂબ પરસેવો થઈ રહ્યો હતો અને તે ઝડપથી પોતાને ઠંડુ કરવા માંગતો હતો - તેણે તરત જ ઠંડા પાણીથી તેના પગ ધોયા... અચાનક, તે ભાંગી પડ્યો અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.    2. જ્યારે બહાર ગરમી 38 ° સે સુધી પહોંચે અને જ્યારે તમે ઘરે આવો, ત્યારે ઠંડુ પાણી ન પીવો - ધીમે ધીમે માત્ર ગરમ પાણી પીવો.  જો તમારા હાથ કે પગ તડકામાં હોય તો તરત જ ધોશો નહીં. ધોવા અથવા સ્નાન કરતા પહેલા ઓછામાં ઓછા અડધો કલાક રાહ જુઓ.    3. કોઈ વ્યક્તિ ગરમીથી ઠંડક મેળવવા માંગતો હતો અને તરત જ સ્નાન કર્યું. સ્નાન કર્યા પછી, વ્યક્તિને સખત

અંકોલ એક અદ્ભુત ઔષધ વૃક્ષ પંચમહાલ નું અનોખું વૃક્ષ

એનાં મોટાં વૃક્ષો કાંટાવાળાં અને કાંટા વગરનાં એમ બે જાતનાં થાય છે. પાન કરેણનાં પાન જેવાં, લાંબાં રુંવાટીવાળાં અને બે આંગળ પહોળાં હોય છે. આપણે ત્યાં ઘણા પ્રાંતોમાં અંકોલ થાય છે. અંકોલનાં ઝાડવાં પંચમહાલ તરફ ખુબ થાય છે. એને જાંબુ જેવાં ગોળ ફળ આવે છે, જે અષાઢ માસમાં પાકે છે, એને ખાઈ શકાય છે. ફળનો રંગ રતાશ પડતો ઘેરો જાંબુડી હોય છે. ઉપરનું છોડું ઉખેડતાં અંદરથી લીચી જેવો ઘેરો સફેદ ગર્ભ નીકળે છે, જે બાળકો હોંશે હોંશે ખાય છે. એનાં બીમાંથી તેલ નીકળે છે.

અંકોલ તુરું, કડવું,  પારાની શુદ્ધી કરનાર,  લઘુ,  મળને  સરકાવનાર,  તીક્ષ્ણ  અને ઉષ્ણ છે.  તેનો  રસ  ઉલટી  કરાવનાર, વાતશુળ,    કટીશુળ ,  વીષ ,  કફ ,  કૃમી ,આમપીત્ત , રક્તદોષ , વીસર્પ  અને  અતીસાર  મટાડે  છે.  તેનાં  બીજ  ઠંડાં, બળકારક,   સ્વાદીષ્ટ , કફકર , મળને સરકાવનાર છે.  તેનાં  બીજનું  તેલ  વાયુ અને કફનાશક તથા માલીશ કરવાથી ચામડીના દોષોનો નાશ કરે છે. અંકોલનાં ફળ કફને હરનાર છે, પચવામાં ભારે છે, મળાવરોધક(કબજીયાત કરનાર) છે અને જઠરાગ્નીને મંદ કરે છે. એ કફના રોગોમાં ઉત્તમ છે. શરીરને પુષ્ટ કરે છે તથા બળ આપે છે. એ વાયુ અને પીત્તના રોગોમાં ઉપયોગી છે. દાહ-શરીરની આંતરીક બળતરાને શાંત કરે છે.

અંકોલના મુળની છાલ ચોખાના ઓસામણમાં ઘસીને મધ કે સાકર નાખી પીવાથી પાતળા ઝાડા બંધ થાય છે.


અંકોલના ફુલની સુકી કળીઓ, આમળાં અને હળદરનું સમાન ભાગે બનાવેલું ૧-૧ ચમચી ચુર્ણ સવાર-સાંજ પાણી સાથે લેવાથી પાતળા ઝાડા બંધ થાય છે.


અંકોલના લીલાં મુળીયાંનો એક ચમચી રસ પીવાથી રેચ લાગી કૃમીઓ મળ વાટે બહાર નીકળી જાય છે.


અંકોલના લીલાં મુળીયાંનો એક ચમચી રસ દરરોજ સવારે લેવાથી શરુઆતનો જળોદર રોગ મટે છે.


અંકોલના બીજનું તેલ લગાડવાથી ગુમડાનાં ચાંદાં મટે છે.


અંકોલના બીજના તેલમાં અંકોલની છાલ વાટી મલમ બનાવી લગાડવાથી ચામડીના જુના રોગો મટે છે.

અંકોલનાં પાન વાટી લેપ કરવાથી સોજા ઉતરે છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.

જામફળ : શિયાળાનું અમૃતફળ