Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.  હંમેશા ઓરડાના તાપમાને પાણી ધીમે ધીમે પીવો.  ઠંડું કે બરફનું પાણી પીવાનું ટાળો!  હાલમાં, મલેશિયા, ઇન્ડોનેશિયા, સિંગાપોર અને અન્ય દેશો "ગરમીની લહેર" અનુભવી રહ્યા છે.  આ શું કરવું અને ન કરવું:    1. *ડોક્ટરો સલાહ આપે છે કે જ્યારે તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે ત્યારે ખૂબ ઠંડુ પાણી ન પીવો, કારણ કે આપણી નાની રક્તવાહિનીઓ ફાટી શકે છે.*  એવું નોંધવામાં આવ્યું કે એક ડૉક્ટરનો મિત્ર ખૂબ જ ગરમ દિવસથી ઘરે આવ્યો - તેને ખૂબ પરસેવો થઈ રહ્યો હતો અને તે ઝડપથી પોતાને ઠંડુ કરવા માંગતો હતો - તેણે તરત જ ઠંડા પાણીથી તેના પગ ધોયા... અચાનક, તે ભાંગી પડ્યો અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.    2. જ્યારે બહાર ગરમી 38 ° સે સુધી પહોંચે અને જ્યારે તમે ઘરે આવો, ત્યારે ઠંડુ પાણી ન પીવો - ધીમે ધીમે માત્ર ગરમ પાણી પીવો.  જો તમારા હાથ કે પગ તડકામાં હોય તો તરત જ ધોશો નહીં. ધોવા અથવા સ્નાન કરતા પહેલા ઓછામાં ઓછા અડધો કલાક રાહ જુઓ.    3. કોઈ વ્યક્તિ ગરમીથી ઠંડક મેળવવા માંગતો હતો અને તરત જ સ્નાન કર્યું. સ્નાન કર્યા પછી, વ્યક્તિને સખત

છાસ એક સંપૂર્ણ પીણું

*છાસ એક સંપૂર્ણ પીણું*
        
   આયુર્વેદ માં છાસ ની તુલના અમ્રુત સાથે કરવામાં આવી છે. શરીરમાં રહેલા ઘાતકી તત્વો ને મુત્ર દ્વારા શરીરમાંથી બારે કાઢવાની શક્તિ એકમાત્ર છાસમાં છે તો છાસનુ સેવન રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
     એક મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે જો લગાતાર ત્રણ દિવસ એકમાત્ર છાસ ને આહારમાં લેવામાં આવે તો શરીરમાં પંચકર્મ સ્વયં થાય છે. વધારાની ચરબી ઉતારી જાય છે. ચેહરા પરના દાગ નિકળી જાય છે સાથે સાથે ચમક પણ આવે છે.
    છાસમાં વિટામિન બી-12, કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ વગેરે જેવા શરીર માટે લાભદાયક અનેક તત્વો રહેલા છે જે પેટ સાફ રાખે છે તથા પેટમાં થતો ગડગડાટ મટાડે છે. શરીરનું તાપમાન ને કંટ્રોલ માં રાખે છે જેથી સરસ નિદ્રા આવે છે.
    *છાસનુ સેવન કરવાથી નિમ્નલિખિત દસ લાભ મળે છે.*
1)  મોટાપો ઘટે છે.
2) વારંવાર પેશાબ ની તકલીફ વાળાઓ માટે માપસર નમક વાળી છાસ લાભદાયક છે.
3) છાસનુ સેવન મો માં પડતાં ચાંદા ને મટાડે છે. 
4)  છાસમાં કુટેલો અજમો નાખીને પીવાથી પેટમાં નાં જન્તુઓ નો નાશ થાય છે. દવાઓ લેવી નથી પડતી.
5)  છાસમાં  દેશી ગોળ નાખી ને પીવાથી પેશાબમાં થતી બળતરા મટે છે.
6) છાસમાં જાયફળ નો ચપટી પાવડર નાખીને પીવાથી માથામાં થતો દુખાવો મટે છે.
7) ખાલી પેટ છાસ પીવાથી પેટનો દુખાવો મટે છે.
8)  છાસમાં કાળીમરી પાવડર તથા સાકર નાખીને પીવાથી પિત્ત તથા એસિડિટી મટે છ.
9) નાના બાળકોને જ્યારે દાંત આવતા હોય ત્યારે ચાર ચાર ચમચી છાસ રાહત આપે છે. 
10)  શરીર ના પંચકર્મ ની વાત આગળ કરીજ છે.
    જેમણે પૈસા ખર્ચીને પંચકર્મ કરાવ્યું છે તે ઓ જરરથી આ પ્રયોગ કરે તો તેમને પ્રયોગ ની ખાત્રી થશે તથા આગળ જતાં પૈસા પણ બચશે.
   ગુજરાતીઓ  તેમાં પણ કચ્છી પટેલો ના કાર્યક્રમ માં મોઘું જમણ હોય પરંતુ તેમાં છાસ ન હોય તો તે જમણ અધુરું લેખાય છે. 
  આ આપણા વડિલોએ આપેલી અમુલ્ય ભેટ છે જેના દૈનિક સેવનથી તબિયત સારી રહે છે અને જો તેનું વિધિવત સેવન કરવામાં આવે તો પૈસાની પણ બચત થાય.
  તો પછી ચાલો આજથીજ કોલ્ડ ડ્રિંક ને કરીએ અલવિદા, શરૂ કરીએ છાસ...

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.

જામફળ : શિયાળાનું અમૃતફળ