ભાઈ મને ઓળખ્યો હું આંબળુ

એક આમળાની આકાશવાણી થઇ.  હું આમળું, ઓળખ્યું ? ગોળ, લીલું ખુબ જ ખાટ્ટૂ લાગે ઈ.  મને English માં Indian gooseberry કહે છે. મેં કોઈ દિ ઘુસ લીધી નથી તોય Gooseberry કેમ ક્યે છે આ ધોળિયાઓ ?? ભારતના રૂષી મુનિઓ એ મને આયુર્વેદ માં પહેલા સૌથી પાંચ મહત્ત્વનાં ઔષધમાં સ્થાન આપ્યું છે. હા, એ વાત અલગ છે કે આજ કાલ મારો ઉપયોગ માત્ર Hair Oil બનાવવા તરીકે થાય છે !!  આ માથાના વાળે બહુ તપ કરી ને વરદાન માગ્યું લાગે છે કે આમળું ખાલી મારી જ સેવા કરે !! મનુષ્ય મારે તમને કેવું છે કે મારી સેવાનો લાભ માત્ર વાળ સુધી જ સીમિત નથી, પણ હું તમારા આખા શરીરની સેવા કરી શકું તેમ છુ ! પેહલા તો મને જાણો - 1. તમને એમ લાગે કે હું તુરુ અને ખાટું છુ, Right ? પણ તમારી અજ્ઞાનતા દુર કરી દવ.  મારા મા સ્વાદના છ એ છ રસ છે એટલે કે તીખા, ખાટા, તુરા, મીઠા, ખારા, કડવા !! 2. મારા મા 445 mg થી 650 mg પ્રતિ 100g Vitamin C હોય છે ! જે orange માં હોય એના કરતા 20 ગણું વધારે છે.  3. ભારત માંથી હું દર વરસે 25000 MT બીજા દેશોમાં જાવ છુ. 4. હું શિયાળામાં જ તમને મળી શકું છું.  5. હું ત્રણેય દોષ વાત, કફ અને પિત ને સંતુલિત ...

આપણા પૂર્વજો વાપરતા હતાં આ ઘરગથ્થુ ઇલાજ જે આપણે ભુલી જ ગયા.

*ચોરને ખાંસી નકામી*
*સાધુને દાસી નકામી*
*રસોઈ વાસી નકામી*
*ચોંટે એવી લાપસી નકામી*
*થાંભલી ત્રાંસી નકામી*
*ઓરત નાસી નકામી*
*નિર્દોષને ફાંસી નકામી*
*પત્ની કંકાસી નકામી*
*ટકામાં કાંગસી નકામી*
*વ્યક્તિ આળસી નકામી*
*આંધળાને આરસી નકામી*
*ઘરવાળી ઊંઘણશી નકામી*
*સ્વભાવે તામસી નકામી*
*મિત્રતા લાલસી નકામી*
*યોગીને ઐયાસી નકામી*
          *🌹🌹*

*આપણા પૂર્વજો વાપરતા હતાં આ ઘરગથ્થુ ઇલાજ જે આપણે ભુલી જ ગયા...*

●તાવ શરદી માં તુલસી,
   ●કાકડા માં હળદર,
      ●ઝાડા માં છાશ જીરું,
        ●ધાધર માં કુવાડીયો,
           ●હરસ મસા માં સુરણ,
              ●દાંત માં મીઠું,
                ●કૃમી માં વાવડિંગ,
●ચામડી માં લીંબડો,
  ●ગાંઠ માં કાંચનાર,
    ●સફેદ ડાઘ માં બાવચી,
       ●ખીલ માં શિમલકાંટા,
●લાગવા કે ઘા માં ઘા બાજરીયું,
  ●દુબળા પણાં માં અશ્વગંધા,
    ●નબળા પાચન માં આદુ,
      ●અનિંદ્રા માં ગંઠોડા,
        ●ગેસ માં હિંગ,
          ●અરુચિ માં લીંબુ,
            ●એસીડીટી માં આંબળા,
              ●અલ્સર માં શતાવરી,
                 ●અળાઈ માં ગોટલી,
●પેટ ના દુખાવા માં કાકચિયા,
  ●ઉધરસ માં જેઠીમધ,
   ●પાચન વધારવા ફુદીનો,
    ●સ્ત્રીરોગ માં એલોવીરા અને જાસૂદ,
      ●શરદી ખાંસી માં અરડૂસી,
       ●શ્વાસ ખાંસી માં ભોંય રીંગણી, 
●યાદશક્તિ વધારવા બ્રાહ્મી,
  ●મોટાપો ઘટાડવા જવ,
   ●કિડની સફાઈ કરવા વરિયાળી,
      ●તાવ દમ માં ગલકા,
       ●વા માં નગોડ,
        ●સોજા કે મૂત્રરોગ માં સાટોડી,
 ●કબજિયાત અને ચર્મ રોગ માં ગરમાળો,
  ●હદયરોગ માં દૂધી,
   ●વાળ નું સૌંદર્ય વધારવા જાસૂદ,
   ●દાંત અને ચામડી માટે કરંજ, 
    ●મગજ અને વાઈ માટે વજ,
●તાવ અને અરુચિ માટે નાગર મોથ,
 ●શરીર પુષ્ટિ માટે અડદ,
   ●સાંધા વાયુ માટે લસણ,
     ●આંખ અને આમ માટે ગુલાબ,
       ●વાળ વૃધી માટે ભાંગરો,
          ●અનિંદ્રા માટે જાયફળ,
●લોહી સુધારવા હળદર,
   ●ગરમી ઘટાડવા જીરું,
     ●ત્રિદોષ માટે મૂળા પાન,
      ●પથરી માટે લીંબોળી અને પાન ફૂટી,
         ●કફ અને દમ માટે લિંડી પીપર,
●હિમોગ્લોબીન માટે બીટ અને 
ફિંદલા, 
  ●કંપ વા માટે કૌચા બી,
    ●આધાશીશી માટે શિરીષ બી,
      ●ખરાબ સ્વપ્ન માટે ખેર,
       ●ફેક્ચર માટે બાવળ પડીયા,
         ●માથા ના દુખાવા માટે સહદેવી,
●આંખ કાન માટે ડોડી ખરખોડી,
●ડાયાબીટીસ માટે ગળો અને આંબળા નો ઉપયોગ કરવો...!!
       ●આપણા પૂર્વજો આ બધુંય વાપરતાં  હતાં... કયારેય એમને આજકાલ ની બીમારી નહોતી થાતી..

આપણે નવી પેઢીને કાંઈ પણ થાય... ડોક્ટર પાસે દોડી જતાં થઇ ગયાં... એલોપથી દવા ખાઈ ખાઈ.. શરીરની રોગ પ્રતિકાર શક્તિ નો નાશ વાળી દીધો ... 
દેશી જીવન પર પાછા વળીએ,અને સારું સ્વાસ્થ્ય મેળવીએ. 
●ઘરમાં રહેશો તો જ સ્વસ્થ રહેશો.

🙏🏻

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Flowers chart

નાભિ એ કુદરતની અદ્ભુત ભેટ છે.

ભાઈ મને ઓળખ્યો હું આંબળુ