Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.  હંમેશા ઓરડાના તાપમાને પાણી ધીમે ધીમે પીવો.  ઠંડું કે બરફનું પાણી પીવાનું ટાળો!  હાલમાં, મલેશિયા, ઇન્ડોનેશિયા, સિંગાપોર અને અન્ય દેશો "ગરમીની લહેર" અનુભવી રહ્યા છે.  આ શું કરવું અને ન કરવું:    1. *ડોક્ટરો સલાહ આપે છે કે જ્યારે તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે ત્યારે ખૂબ ઠંડુ પાણી ન પીવો, કારણ કે આપણી નાની રક્તવાહિનીઓ ફાટી શકે છે.*  એવું નોંધવામાં આવ્યું કે એક ડૉક્ટરનો મિત્ર ખૂબ જ ગરમ દિવસથી ઘરે આવ્યો - તેને ખૂબ પરસેવો થઈ રહ્યો હતો અને તે ઝડપથી પોતાને ઠંડુ કરવા માંગતો હતો - તેણે તરત જ ઠંડા પાણીથી તેના પગ ધોયા... અચાનક, તે ભાંગી પડ્યો અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.    2. જ્યારે બહાર ગરમી 38 ° સે સુધી પહોંચે અને જ્યારે તમે ઘરે આવો, ત્યારે ઠંડુ પાણી ન પીવો - ધીમે ધીમે માત્ર ગરમ પાણી પીવો.  જો તમારા હાથ કે પગ તડકામાં હોય તો તરત જ ધોશો નહીં. ધોવા અથવા સ્નાન કરતા પહેલા ઓછામાં ઓછા અડધો કલાક રાહ જુઓ.    3. કોઈ વ્યક્તિ ગરમીથી ઠંડક મેળવવા માંગતો હતો અને તરત જ સ્નાન કર્યું. સ્નાન કર્યા પછી, વ્યક્તિને સખત

ચાર રસાયણ અને આપણું જીવન

ચાર રસાયણ અને આપણું જીવન
ક્યાં છે આ ચાર રસાયણ જે આપણા જીવનને મધુર કે મલિન બનાવી શકે છે. શરીર વિવિધ રસાયણોથી બનેલું છે પરંતુ અમુક રસાયણો જે મગજ  કે મનને અસર કરે છે એના વિશે થોડું સમજી એ.
 ડોપામાઇન
એન્ડોરફીન
સરટોનિન
ઓક્સીટોસીન
શરીર ને દરરોજ શારીરિક ક્રિયાઓથી ઘસારો લાગે છે. શરીરને સ્વસ્થ રાખવા આપણે રોજબરોજ કસરત કરીયે છીએ. કસરત એ શ્રમ છે આથી શરીર ને થાક લાગે છે દુખાવો થાય છે, આને દૂર કરવા આપણું શરીર એન્ડોરફીન નામનું રસાયણ મગજમાંથી ઝારે છે જેથી શરીરને થાક કે દુખાવાને બદલે આનંદની અનુભૂતિ થાય છે.. એટલે જ નિયમિત કસરત કરતા લોકો એન્ડોરફીનની મજા લેવા નિયમિત કસરત કરવાનું ચૂકતા નથી અને આંનદ ગુમાવવા માગતા નથી. આ આનંદ ક્ષણીક હોય છે કે થોડા કલાકો સુધી જ રહે છે. પણ મનને એ ગમે છે.
જીવનમાં સુખી સંપન્ન થવા માટેની દોડમાં આપણે ઈચ્છીત વસ્તુ મેળવીએ એટલે પણ મનને ટાઢક થાય છે આનંદ આવે છે. જીવન જરૂરિયાત ની કે ભૌતિક આંનદ માટે ની વસ્તુ મળતા માનવી ખૂબ ખુશ થાય છે એને મજા આવે છે. ખરેખર આ સમયે ડોપમાઇન મગજમાં ઝરવાની શરૂઆત થાય છે. વર્ષોથી કોઈ વસ્તુ મેળવવાની ઈચ્છા હોય કે ટૂંક સમયમાં કોઈ ભૌતિક આનંદ મળે તો એ બીજું કાંઈ નહીં પણ ડોપામાઇન જ જવાબદાર છે. હા પણ આ અવસ્થા પણ ક્ષણિક જ રહે છે કે થોડા દિવસો સુધી. સારા કપડાં, સુંદર મકાન, નવી કાર, ફોન અને ઘણું આ બધું મળતા જે આનંદ મળે છે એટલે ખરેખર ડોપામાઇન નું પ્રમાણ વધવુ.
તો બીજા બે રસાયણો કયા છે..?
માનવ જીવનમાં આ ચાર રસાયણો જ સંપૂર્ણ સુખ શાંતિ કે આનંદમય જીવન નક્કી કરે છે. સરટોનિન અને ઓક્સીટોસીન ને કેવી રીતે પેદા કરવા. જો આ બે રસાયણ કૈક જુદા પ્રકારના છે એના પેદા કરવા થોડી મહેનત અને સ્વભાવ મહત્વનો ફાળો ભજવે છે.
સરટોનિન ત્યારે જ પેદા થાય છે જ્યારે આપણે બીજાને લાભ થાય એવું કોઈ કાર્ય કરીયે. આપણો ખુદનો સ્વાર્થ છોડી બીજાને મદદરૂપ થવાની ક્રિયા કરીયે ત્યારે આપોઆપ મગજમાં સરટોનિન નું પ્રમાણ વધવાની શરૂઆત થાય છે... કોઈ ગરીબને મદદ કરવી, રસ્તામાં કોઈ અજાણ્યાને મદદ કરવી, સગાંવહાલાં ને કામ આવવું. પોતાનો વિચાર કર્યા વગર, સ્વાર્થમુક્ત બની અન્યને ફાયદો થાય એવું કામ કરીએ એટલે આપોઆપ એક આનંદ થાય છે જે બીજું કાંઈ નહીં પણ સરટોનિનની અસર છે, આ આદત કેળવવી પડે છે.

વૈષ્ણવ જન તો તેનેરે કહીયે જે પીડ પરાઈ જાણે રે એવો ભાવ જો મનમાં હોય તો સરટોનિનની કમી વર્તાય નહીં. બસમાંથી ઉતરતી વખતે કોઈને સામાન ઊંચકવામાં મદદ કરી, ઝાડને પાણી પાયું, લિફ્ટમાં જતી વખતે કોઈની રાહ જોઈને એમને પણ સાથે લીધા, બાળકોને હસાવ્યા- વાર્તા કરી-રમ્યા, પ્રાણીને ખવડાવ્યું, પરિચિત વ્યક્તિઓ કરતા પણ અપરિચિત વ્યક્તિને મદદરૂપ થવું એ પણ નિસ્વાર્થભાવે એ જ ખરો આંનદ છે, દાન પુણ્ય કરવું પણ પુણ્ય કમાવા માટે નહીં, બીજાને ઉપકારીત કરવા નહીં, દેખાડો કરવા નહીં ફક્ત નિજાનંદ માટે એ મહત્વનું છે.
સરટોનિન જો સડસડાટ વહે તો ઝિંદગી ના ખળખળતા ઝરણાં ગુંજી ઉઠે અને એની ભીનાશ આજુબાજુના સૌ કોઈને આંનદ આપે. કોઈની ખબર પૂછવી, અમસ્તો જ ફોન કરવો, એકાદ પત્ર કે લેખ લખવો, અગણિત એવા કામ છે જે બીજાના માટે કરી શકાય અને આંનદ આપણને મળે. આ નાનો લેખ લખતી વખતે મને ખરેખર આંનદ થાય છે કે બીજાને ગમશે ફાયદો થશે જીવન ઉપયોગી થશે એ જરૂર મારા અંદર મગજમાં રસાયણો પ્રભાવી ચોક્કસ બનાવશે.
  હવે સમજાય ઘણા નામી બેનામી લોકો અઢળક સંપત્તિ મેળવ્યા પછી કેમ ચેરિટી તરફ વળી ગયા. ફક્ત ને ફક્ત જીવનની ખુશી આંનદ અને મનની શાંતિ અને પોતાની જાતને સંતોષ આપવા. જરૂરી નથી કે સંપત્તિ હોય તો જ દાન કરવાથી શાંતિ મળે, ફક્ત બીજાના માટે સારા વિચાર કરીને, સારું ઇચ્છી ને પણ મનને આંનદ મળે છે એ ક્યારેય ભૂલવું જોઈએ નહીં.
છેલ્લું રસાયણ છે ઓક્સીટોસીન. આને પણ આપણે આપણી વિવિધ પ્રવૃત્તિથી જ પેદા કરીયે છીએ. જ્યારે આપણે કોઈ વ્યક્તિની ખૂબ જ નજીક આવીએ છીએ, સહવાસ કેળવીએ છીએ, મિત્રતા વિકસાવીએ છીએ, સાંમાજિક બનીએ છીએ, સમાજના તમામ લોકોને મહત્વ આપીએ છીએ ત્યારે એક સારો ભાવ પેદા થાય છે, કોઈને ભેટવાથી, હસ્તધૂંનન કરવાથી, વ્હાલ કરવાથી, માથે હાથ ફેરવવાથી, પીઠ થાબડવાથી કે સહાનુભૂતિ નો સ્પર્શ આપવાથી અઢળક માત્રામાં આપણા મગજમાં ઓક્સીટોસીન પેદા થાય છે અને આપણને ખૂબ સારું અનુભવાય છે. મગજમાં કેમિકલ ઇમબેલેન્સ એવો શબ્દ ડોકટરો વાપરતા હોય છે, કેમિકલ લોચા વગેરે જેવી વસ્તુ ઓ દૂર કરવા ફક્ત આ ઉપર જણાવેલી ક્રિયાઓ કરવાથી જીવનમાં કોઈ મુશ્કેલી આવતી નથી ખરેખર તો મુશ્કેલી આવે તો આપણે એને સહજતાથી સમજી અને ઉપાય શોધી શકીએ છીએ. 
જીવનનો હેતુ ખુશ રેહવું અને બીજાને ખુશ રાખવાનો હોય છે,
એકબીજા માટે દ્વેષભાવ, ઈર્ષ્યા, કડવા વેણ, મદદરૂપ ન થવું, પીઠ પાછળ બોલવું, કંજુસાઈ કરવી, કોઈના માટે સમય ન આપવો, સહાનુભુતિ ન દર્શાવવી, વગેરે મોટા ભાગની શાંતિ છીનવી જાય છે.
ખોરાક પણ આવા કેમિકલ્સ ને માટે ઉદીપકનું કામ કરે છે એટલે જ તો કહેવાય છે જેવું અન્ન તેવું મન જાતે બનાવેલો ખોરાક તેમાં એક ભાવ રેડે છે સ્વાદ વધારે છે વિચારો સારા કરે છે. માણસ ખુશ રહે છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.

જામફળ : શિયાળાનું અમૃતફળ