ભાઈ મને ઓળખ્યો હું આંબળુ

એક આમળાની આકાશવાણી થઇ.  હું આમળું, ઓળખ્યું ? ગોળ, લીલું ખુબ જ ખાટ્ટૂ લાગે ઈ.  મને English માં Indian gooseberry કહે છે. મેં કોઈ દિ ઘુસ લીધી નથી તોય Gooseberry કેમ ક્યે છે આ ધોળિયાઓ ?? ભારતના રૂષી મુનિઓ એ મને આયુર્વેદ માં પહેલા સૌથી પાંચ મહત્ત્વનાં ઔષધમાં સ્થાન આપ્યું છે. હા, એ વાત અલગ છે કે આજ કાલ મારો ઉપયોગ માત્ર Hair Oil બનાવવા તરીકે થાય છે !!  આ માથાના વાળે બહુ તપ કરી ને વરદાન માગ્યું લાગે છે કે આમળું ખાલી મારી જ સેવા કરે !! મનુષ્ય મારે તમને કેવું છે કે મારી સેવાનો લાભ માત્ર વાળ સુધી જ સીમિત નથી, પણ હું તમારા આખા શરીરની સેવા કરી શકું તેમ છુ ! પેહલા તો મને જાણો - 1. તમને એમ લાગે કે હું તુરુ અને ખાટું છુ, Right ? પણ તમારી અજ્ઞાનતા દુર કરી દવ.  મારા મા સ્વાદના છ એ છ રસ છે એટલે કે તીખા, ખાટા, તુરા, મીઠા, ખારા, કડવા !! 2. મારા મા 445 mg થી 650 mg પ્રતિ 100g Vitamin C હોય છે ! જે orange માં હોય એના કરતા 20 ગણું વધારે છે.  3. ભારત માંથી હું દર વરસે 25000 MT બીજા દેશોમાં જાવ છુ. 4. હું શિયાળામાં જ તમને મળી શકું છું.  5. હું ત્રણેય દોષ વાત, કફ અને પિત ને સંતુલિત ...

કેરી સાથે ગોટલી ત્થા છાલનો ભરપૂર માત્રામાં ઉપયોગ રાખજો

*🥭કેરી સાથે ગોટલી ત્થા છાલનો ભરપૂર માત્રામાં ઉપયોગ રાખજો.🥭*
  {આ ઉનાળા માં કેરી ની ગોટલી ભેગી કરવાનું ભૂલતા નહી.. નહિતર પસ્તાશો}


🥭ગુજરાત ની કૃષિ યુનિવર્સિટી દ્વારા કેરીની ગોટલી તથા છાલ પર અનોખું સંશોધન
🥭ભારતમાં ૮૦ ટકા શાકાહારીઓમાં - વિટામીન' બી-૧૨'ની ઉણપ હોય છે.
તે દૂર કરવામાં 'ગોટલી' મદદરૂપ બની શકે છે.

🥭કેરી ખાધા પછી -કચરા તરીકે ફેંકી દેવામાં આવતા ગોટલામાંની 
ગોટલીનો ખાવામાં ઉપયોગ કરવામાં આવે...તો -માનવ 
શરીરમાંની 'વિટામિન બી-૧૨' ની સંપૂર્ણ  કમી દૂર કરી શકાય છે.

🥭તેવી જ રીતે - 
આ ગોટલીમાંથી મળતું 'મેન્ગીફેરીન' નામનું ઘટક -માનવ બ્લડમાંના 
સુગરના લેવલને પણ નિયંત્રણમાં રાખવામાં મહત્વની ભૂમિકા ભજવતું હોવાનું તારણ...
🥭સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી ગોરધનભાઈ પટેલનું કહેવું છે.
ગુજરાતની ચાર કૃષિ યુનિવર્સિટીના સહયોગમાં -તેઓ આ અંગેના 
સંશોધનોને વધુ વ્યાપક ફલક પર લઈ જવાનું આયોજન કરી રહ્યા છે..!!

🥭તેમનું કહેવું છે કે -
૧૦૦ ગ્રામ ગોટલીમાંથી ૨ કિલો કેરીના રસ કરતાં વધુ પોષક તત્વો મળી રહે છે.
કેરી કરતાં ૫૦ ગણા વધુ પોષક તત્વો ધરાવતી ગોટલીને 
કચરા તરીકે ફેંકી દેવામાં આવી રહી છે.

🥭કેરીની ગોટલીમાં -સંતુલિત પ્રમાણમાં પ્રોટીન, 
કાર્બોહાઈડ્રાઈટ્સ, ઓઈલ અને 'ફાઈટોકેમિકલ્સ' છે.

🍑આ બધાં ઘટકો -
વિટામિન બી-૧૨ની ઉણપથી પીડાતા ૮૦ ટકા શાકાહારીઓના 
શરીરમાં બી-૧૨નું લેવલ નોર્મલ કરવામાં મદદરૂપ થાય છે...
એમ આજે ગુજરાત ચેમ્બરમાં યોજાયેલી એક પત્રકાર પરિષદને 
વિડિયો કોન્ફરન્સની સુવિધાથી સંબોધન કરતાં... 
શ્રી ગોરધનભાઈ પટેલે જણાવ્યું હતું.

🥭તેમનું કહેવું છે કે - માનવ શરીર માટે જરૂરી 
વીસ (૨૦) એમિનો એસિડમાંથી...
-નવ (૯) એમિનો એસિડ શરીરમાં બનતા જ નથી..!!

🥭આ નવ(૯) એમિનો એસિડ -

✅૧) ફિનાઇલ એલેનિન,
✅૨) વેલિન,
✅૩) થ્રિઓનિન,
✅૪) ટ્રીપ્ટોફન,
✅૫) મેથેઓનિન,
✅૬) લ્યૂસિન,
✅૭) આયસોલ્યુસિન,
✅૮) લાયસિન અને
✅૯) હિસ્ટિડિન...  આ દરેક 
✅કેરી ની ગોટલીમાં બહુ જ મોટી માત્રામાં હોવાનું જોવા મળે છે.
✅એમિનો એસિડમાંથી તૈયાર થતાં 'પ્રોટીન' જ શરીરની 
પાચન સહિતની દરેક ક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

🥭બીજા શબ્દોમાં કહીએ તો -
✅જુદા જુદા એમિનો એસિડની ચેઈન જ પ્રોટીન છે.
✅શરીરના સ્નાયુઓ પણ પ્રોટીનમાંથી જ બનેલા હોય છે.

🥭તદુપરાંત -
✅માનવ શરીરમાં વિટામિન-ડી સિવાયના વિટામીન બનતા નથી.
✅આ વિટામીન મેળવવા માટે આહાર પર જ મદાર બાંધવો પડી રહ્યો છે.
✅કેરીની ગોટલીમાંથી વિટામિન C, K અને E મળે છે. 
જે શરીરમાંથી કચરો દૂર કરનારા 'એન્ટિ ઓક્સિડન્ટ' તરીકેની ભૂમિકા પણ ભજવે છે.

🥭તેમ જ, કેરી ની ગોટલીમાંથી -
✅સોડિયામ,
✅પોટેશિયમ,
✅કેલ્સિયમ,
✅મેગ્નેસિયમ,
✅આયર્ન (લોહતત્વ)
✅જસત,
✅મેંગેનિઝ જેવા ખનીજ તત્વો પણ મળી રહે છે.

🥭કાજુ બદામ કરતાં પણ વધુ પોષક ઘટકો કેરીની ગોટલીમાં છે.
વળી, શરીરમાં તેનાથી ચરબી પણ વધતી નથી.

🥭ભારતમાં વર્ષના ૧.૮૮ કરોડ ટન કેરીનું ઉત્પાદન થાય છે.
તેમાંથી 6% ટકા કેરીનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે.

🥭તેમાંથી નીકળતી ગોટલીમાંથી કાર્બોહાઈડ્રેટ, ચરબી અને પ્રોટીન ઉપરાંત..
૪૪ થી -૪૮ ટકા સંતૃપ્ત ફેટી એસિડ, એમિનો એસિડ...
ઉપરાંત, જુદાં જુદાં મિનરલ્સ પણ મળે છે.

*🥭કેરીની ગોટલીમાં - સ્ટાર્ચના સ્વરૂપમાં કાર્બોહાઈડ્રેટ્સ હોવાથી...*
*તેનો ઉપયોગ ઘઉંના લોટના વિકલ્પ... તરીકે પણ થઈ શકે છે.*

🥭ગોટલીમાંનું 'મેન્ગીફેરિન' નું ઘટક ડાયાબિટીસને અંકુશમાં રાખે છે
કેરીની ગોટલીમાં જોવા મળતું આ 'મેન્ગીફેરિન' નામનું ઘટક -
ડાયાબિટીશને અંકુશમાં રાખવાની કામગીરી કરે છે.

✅તેમ જ, તેમાંના 'આઈસો મેન્ગીફેરિન' અને 'ફ્લેવોનાઈડ્સ' જેવા ઘટકો -
'કેન્સર' અને 'મેદસ્વિતા' જેવા રોગ સામે પણ રક્ષણ આપવા સમર્થ છે.

🥭આ અંગેની વધુ સમજણ આપતા ડૉ. હરેશ કેહારિયાએ જણાવ્યું હતું કે -
*આપણા આહારમાં 'પોલીસેકરાઈડ'ના સ્વરૂપમાં સ્ટાર્ચ હોય છે.*

🥭આ સ્ટાર્ચનું વિઘટન થાય...ત્યારે -
તેમાંથી સુગર અલગ પડે છે...અને, તે બ્લડમાં ભળે છે.

🍊આ માટે આંતરડાંમાં -*'એમિલાઈઝ' નામના પાચક રસો ઝરે છે.*
*આ રસો ..સ્ટાર્ચમાંની 'સુગર' ને અલગ પાડવાનું કામ કરે છે...!!*

🥭પરંતું, મેન્ગીફેરિન નામનું ગોટલીમાંનું ઘટક આ પ્રક્રિયાને મંદ પાડી દે છે.
તેથી સ્ટાર્ચમાંથી સુગર અલગ પડતી જ નથી. તેથી ડાયાબિટીસ અંકુશમાં રહે છે.

🥭બીજા શબ્દોમાં કહીએ તો -બ્લડમાં સુગર ભળતી જ નથી.
તેથી ડાયાબિટીશ 'અંકુશ' માં રહે છે !!

🥭છાલ' સાથે કેરી ખાવાથી પણ ડાયાબિટીશ અંકુશમાં રહે છે.
કેરીની ગોટલીની માફક કેરીની 'છાલ'માં પણ *મેન્ગીફેરિન* છે.

✅તેથી -પાકી કેરી છાલ સાથે ખાવામાં આવે...તો -
તેનાથી *ડાયાબિટીશના દરદીઓને ફાયદો મળી શકે છે.*

✅છાલની સાથે માનવ શરીરના આંતરડાંમાં જતાં 'ફાઈબર' પાચનની પ્રક્રિયાના સરળ બનાવે છે.
શરીરમાં જતાં ફાઈબર શરીરમાંની વધારાની સુગર પણ બહાર ખેંચી જાય છે.
✅માટે, મિત્રો !  🥭સમર સીઝનમાં -
🥭કેરી સાથે ગોટલી ત્થા છાલનો ભરપૂર માત્રામાં ઉપયોગ રાખજો.🥭


*આયુર્વેદિક જીવનશૈલી* 
*રાજ પરમાર*

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પેટ ઘણું ચતુર છે, તમારું ગુલામ તો નથી જ

શું તમે જાણો છો પોપૈયાના બીયા ખાવાથી જડમૂળ થી નાબુદ થશે આ ત્રણ બીમારીઓ

તાંબાના વાસણમાં રાખેલા પાણી પીવાના ફાયદા