ભાઈ મને ઓળખ્યો હું આંબળુ

એક આમળાની આકાશવાણી થઇ.  હું આમળું, ઓળખ્યું ? ગોળ, લીલું ખુબ જ ખાટ્ટૂ લાગે ઈ.  મને English માં Indian gooseberry કહે છે. મેં કોઈ દિ ઘુસ લીધી નથી તોય Gooseberry કેમ ક્યે છે આ ધોળિયાઓ ?? ભારતના રૂષી મુનિઓ એ મને આયુર્વેદ માં પહેલા સૌથી પાંચ મહત્ત્વનાં ઔષધમાં સ્થાન આપ્યું છે. હા, એ વાત અલગ છે કે આજ કાલ મારો ઉપયોગ માત્ર Hair Oil બનાવવા તરીકે થાય છે !!  આ માથાના વાળે બહુ તપ કરી ને વરદાન માગ્યું લાગે છે કે આમળું ખાલી મારી જ સેવા કરે !! મનુષ્ય મારે તમને કેવું છે કે મારી સેવાનો લાભ માત્ર વાળ સુધી જ સીમિત નથી, પણ હું તમારા આખા શરીરની સેવા કરી શકું તેમ છુ ! પેહલા તો મને જાણો - 1. તમને એમ લાગે કે હું તુરુ અને ખાટું છુ, Right ? પણ તમારી અજ્ઞાનતા દુર કરી દવ.  મારા મા સ્વાદના છ એ છ રસ છે એટલે કે તીખા, ખાટા, તુરા, મીઠા, ખારા, કડવા !! 2. મારા મા 445 mg થી 650 mg પ્રતિ 100g Vitamin C હોય છે ! જે orange માં હોય એના કરતા 20 ગણું વધારે છે.  3. ભારત માંથી હું દર વરસે 25000 MT બીજા દેશોમાં જાવ છુ. 4. હું શિયાળામાં જ તમને મળી શકું છું.  5. હું ત્રણેય દોષ વાત, કફ અને પિત ને સંતુલિત ...

વધતી ઉમરે હાડકા તથા સાંધામાં થતાં દુ:ખાવાને દૂર કરવા માટે

વધતી ઉમરે હાડકા તથા સાંધામાં થતાં દુ:ખાવાને દૂર કરવા માટે ના ઘરગથ્થુ ઉપચાર, મળશે ઘણી રાહત.મિત્રો , વર્તમાન સમય માં લોકો પોતાના કાર્યો માં એટલા રચ્યા-પચ્યા રહે છે કે તેમની પાસે ૨ મિનિટ આરામ કરવા માટે નો પણ સમય નથી હોતો. જેના કારણે તેમનું સ્વાસ્થ્ય કથળે છે અને તમારા શરીર માં અનેકવિધ પ્રકાર ના રોગો ફેલાય છે. આ રોગો માં અમુક રોગો એવા પણ હોય છે કે જે દેખાવ માં સામાન્ય લાગે પરંતુ ,અમુક સમય વીતતાં આ સમસ્યા ગંભીર બની જાય છે. તમારા રોજિંદા કાર્યો દરમિયાન તમે ઘણી વાર ઘૂંટણ , ખભ્ભા તથા કાંડા માં અસહ્ય પીડા અનુભવી હશે.આ પીડા ના કારણે તમે તમારુ ધાર્યા મુજબ નુ કાર્ય ના કરી શકો. આ પીડા ને દૂર કરવા માટે આપણે અનેક પ્રકાર ની એલોપેથી દવાઓ નુ સેવન કરીએ છીએ પરંતુ , આ દવાઓના સેવન થી ફકત થોડા સમય માટે પીડા દૂર થાય છે તદુપરાંત આ દવા ના સેવન થી તમારા શરીર ને અનેક પ્રકાર ની આડઅસરો પણ પહોંચી શકે. જેમ-જેમ ઉંમર વધતી જાય છે તેમ-તેમ અનેક પ્રકાર ની સમસ્યાઓ આપણાં શરીર ને જકડી લે છે.સાંધા નો દુ:ખાવો એ સામાન્ય બીમારી છે પરંતુ , જો તેનુ યોગ્ય સમયે નિદાન કરવામાં ના આવે તો તે ભયાનક સ્વરૂપ ધારણ કરી લે છે. આ સ્થિતિ માં આવ્યા બાદ લેપ કે મલમ લગાવ્યા વિના કોઈ ઉપાય રહેતો નથી. સાંધા નો દુ:ખાવો તથા સાંધા પર સોજો તે સમયે ચડે છે જયારે સાંધા માં કોઈ પ્રકાર ની અડચણ ઉભી થાય. આ આડચણ અનેક કારણોસર ઉદભવી શકે.આ સમસ્યા ઉદભવવા પાછળ ના મુખ્ય કારણો સંક્રમણ , એલર્જી , સાંધા માં ઘસારો લાગવો , રહ્યુમેટોઈડ ઓર્થોરાઈટીસ , ઓસ્ટિઓર્થોરાઈટીસ , ગાઉટ , વાયરલ ઓર્થોરાઈટીસ , રહ્યુમેટીક લાઈમ ડિસિઝ , ડ્રગ-ઈડ્યુસ્ડ ઓર્થોરાઈટીસ , બર્સાઈટીસ જેવા અનેકવિધ કારણો હોય શકે. હાલ , આપણે આ લેખ મા એક એવા ઘરગથ્થુ ઉપચાર વિશે ચર્ચા કરીશું જેથી તમારી આ સમસ્યા દૂર થઈ જશે.ઘરગથ્થુ નૂસ્ખો તૈયાર કરવા માટે ની આવશ્યક સાધન-સામગ્રી :-મધ : ૧ કિલો , અળસી ના બીજ : ૧૦૦ ગ્રામ , કોળું ના બીજ : ૫૦ ગ્રામ , તલ ના બીજ : ૫૦ ગ્રામ , સૂકી દ્રાક્ષ : ૫૦ ગ્રામ , સૂરજમુખી ના બીજ : ૫૦ ગ્રામ , ઘઉં : ૫૦ ગ્રામ.આ નૂસ્ખો તૈયાર કરવો અત્યંત સરળ છે. ઉપરોકત દર્શાવેલી સામગ્રીઓ માંથી મધ ને બાદ કરતાં બધી જ સામગ્રીઓ ને મિકસર માં નાખી ને ક્રશ કરી નાખો. ત્યાર બાદ આ ક્રશ કરેલા મિશ્રણ ને એક પાત્ર માં બહાર કાઢી લો. ત્યાર બાદ આ મિશ્રણ માં મધ ઉમેરી તેને વ્યવસ્થિત રીતે મિકસ કરો અને ત્યાર બાદ આ મિશ્રણ ને કાચ ની બરણી માં સંગ્રહ કરી લ્યો અને નિયમિત સવારે તથા સાંજે ભોજન ગ્રહણ કર્યા ના ૧ કલાક પૂર્વે ૧ ચમચી જેટલું આ મિશ્રણ નું સેવન કરવું. જેથી તમારી આ સાંધા ની સમસ્યા જડમૂળ થી દૂર થઈ જશે.જે લોકો ને સ્ટોન પથરી ની સમસ્યા હોય તેમણે આ નુસ્ખો અજમાવતા પૂર્વે દાકતર ની યોગ્ય સલાહ લેવી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પેટ ઘણું ચતુર છે, તમારું ગુલામ તો નથી જ

શું તમે જાણો છો પોપૈયાના બીયા ખાવાથી જડમૂળ થી નાબુદ થશે આ ત્રણ બીમારીઓ

તાંબાના વાસણમાં રાખેલા પાણી પીવાના ફાયદા