ભાઈ મને ઓળખ્યો હું આંબળુ

એક આમળાની આકાશવાણી થઇ.  હું આમળું, ઓળખ્યું ? ગોળ, લીલું ખુબ જ ખાટ્ટૂ લાગે ઈ.  મને English માં Indian gooseberry કહે છે. મેં કોઈ દિ ઘુસ લીધી નથી તોય Gooseberry કેમ ક્યે છે આ ધોળિયાઓ ?? ભારતના રૂષી મુનિઓ એ મને આયુર્વેદ માં પહેલા સૌથી પાંચ મહત્ત્વનાં ઔષધમાં સ્થાન આપ્યું છે. હા, એ વાત અલગ છે કે આજ કાલ મારો ઉપયોગ માત્ર Hair Oil બનાવવા તરીકે થાય છે !!  આ માથાના વાળે બહુ તપ કરી ને વરદાન માગ્યું લાગે છે કે આમળું ખાલી મારી જ સેવા કરે !! મનુષ્ય મારે તમને કેવું છે કે મારી સેવાનો લાભ માત્ર વાળ સુધી જ સીમિત નથી, પણ હું તમારા આખા શરીરની સેવા કરી શકું તેમ છુ ! પેહલા તો મને જાણો - 1. તમને એમ લાગે કે હું તુરુ અને ખાટું છુ, Right ? પણ તમારી અજ્ઞાનતા દુર કરી દવ.  મારા મા સ્વાદના છ એ છ રસ છે એટલે કે તીખા, ખાટા, તુરા, મીઠા, ખારા, કડવા !! 2. મારા મા 445 mg થી 650 mg પ્રતિ 100g Vitamin C હોય છે ! જે orange માં હોય એના કરતા 20 ગણું વધારે છે.  3. ભારત માંથી હું દર વરસે 25000 MT બીજા દેશોમાં જાવ છુ. 4. હું શિયાળામાં જ તમને મળી શકું છું.  5. હું ત્રણેય દોષ વાત, કફ અને પિત ને સંતુલિત ...

દહીં સાથે આ વસ્તુઓ ભેળવી પછી ખાવ, ફાયદાઓ જોઇને તમે પણ થઈ જાશો ચકીત

દહીં સાથે આ વસ્તુઓ ભેળવી પછી ખાવ, ફાયદાઓ જોઇને તમે પણ થઈ જાશો ચકીત…જમવામાં દહીં નો હોય તો જમવાની શું મજા. લોકો નિયમિત રૂપે ભોજન માં દહીનું સેવન કરતા હોય છે.દહીં ને અમૃત સમાન માનવામાં આવે છે કેમકે તેનાથી શરીર માં શક્તિ નો સંચાર થાય છે તેમજ શરીર ને ઠંડક આપવાની સાથે તેમાં રહેલ તત્વો પર્યાપ્ત માત્રા માં હોવાથી તે શરીર ને લાભ આપે છે. દહીને ભોજન માં ઉપયોગ કરવાથી ઘણા ફાયદાઓ થાય છે.દહીંમાં સારી માત્રા માં મિનરલ્સ, વિટામીન, કેલ્શિયમ તેમજ સારા બેક્ટેરિયા નું પ્રમાણ વધારે હોય છે અને તેથી જ તે શરીરના સ્વાથ્ય માટે પણ ફાયદારૂપ હોય છે. આમ જોવા જઈએ તો ખાલી દહી આરોગવાથી ફાયદો તો થાય જ છે, પણ જો તેમાં આ નીચે જણાવેલ વસ્તુઓ ઉમેરીને ખાવા માં આવે તો તેના ફાયદા માં ચાર ચાંદ લાગી જશે. તો ચાલો આજે અમે તમને થોડી એવી વસ્તુઓ ની જાણકારી આપીએ કે જે દહીંમાં ભેળવીને ખાવાથી ફાયદો બે ગણા થઈ જાય છે.૧. દહીં માં ભેળવો શેકેલું જીરું :પાચનક્રિયા ને સરસ રાખવા તેમજ જો ભૂખ નો લગતી હોય તો ભય મુક્ત થઇ જાવ કેમકે દહીં માં કાળા નમક સહિત શેકેલું જીરું નાખીને ખાવાથી ભૂખ માં વધારો થાય છે.૨. દહીં અને મધ નુ મિશ્રણ :જો મોઢાં માં ચાંદા હોય તો દહીં અને મધ ને એક સાથે ભેળવીને ખાવાથી ચાંદા મટે છે તેમજ આ એક એન્ટીબાયોટીક ને રીતે કામ કરવાના લીધે શરીર માટે પણ ઘણું ફાયદાકારક સાબિત થાય છે.૩. દહીં માં ઉમેરો કાળા મરી :જો જડાપણું હવે ત્રાસ લાગે છે અને તમે તમારા શરીર ને હવે પાતળું કરવા ઈચ્છો છો તો દહીં સાથે કાળા મરી નો ભુક્કો અને કાળું નમક ઉમેરીને આરોગો. આવું કરવાથી થોડાક સમયમાં શરીર માં રેહલ અનુપયોગી ચરબી ઓગળશે અને શરીર પાતળું પડશે.૪. દહીં અને સુકા મેવા :જો શરીર સાવ નિર્બળ હોય તો ખાંડ સાથે દહીંમાં સુકા મેવા ઉમેરીને ખાવાથી શરીરની નબળાઈ દુર થાય છે તેમજ આનું સેવન નિયમિત કરવાથી થોડા સમય માં જ સ્વાસ્થ્ય સુધરતું અને મજબુત થતું જણાય છે.૫. દહીં-અજમા નુ સેવન :મસા અને હરસ જેવી દર્દનાક તકલીફો ના કાયમી છુટકારા માટે દહીં સાથે અજમો ભેળવીને ખાવાથી ટુંક સમય માં રાહત થાય છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પેટ ઘણું ચતુર છે, તમારું ગુલામ તો નથી જ

શું તમે જાણો છો પોપૈયાના બીયા ખાવાથી જડમૂળ થી નાબુદ થશે આ ત્રણ બીમારીઓ

તાંબાના વાસણમાં રાખેલા પાણી પીવાના ફાયદા