ભાઈ મને ઓળખ્યો હું આંબળુ

એક આમળાની આકાશવાણી થઇ.  હું આમળું, ઓળખ્યું ? ગોળ, લીલું ખુબ જ ખાટ્ટૂ લાગે ઈ.  મને English માં Indian gooseberry કહે છે. મેં કોઈ દિ ઘુસ લીધી નથી તોય Gooseberry કેમ ક્યે છે આ ધોળિયાઓ ?? ભારતના રૂષી મુનિઓ એ મને આયુર્વેદ માં પહેલા સૌથી પાંચ મહત્ત્વનાં ઔષધમાં સ્થાન આપ્યું છે. હા, એ વાત અલગ છે કે આજ કાલ મારો ઉપયોગ માત્ર Hair Oil બનાવવા તરીકે થાય છે !!  આ માથાના વાળે બહુ તપ કરી ને વરદાન માગ્યું લાગે છે કે આમળું ખાલી મારી જ સેવા કરે !! મનુષ્ય મારે તમને કેવું છે કે મારી સેવાનો લાભ માત્ર વાળ સુધી જ સીમિત નથી, પણ હું તમારા આખા શરીરની સેવા કરી શકું તેમ છુ ! પેહલા તો મને જાણો - 1. તમને એમ લાગે કે હું તુરુ અને ખાટું છુ, Right ? પણ તમારી અજ્ઞાનતા દુર કરી દવ.  મારા મા સ્વાદના છ એ છ રસ છે એટલે કે તીખા, ખાટા, તુરા, મીઠા, ખારા, કડવા !! 2. મારા મા 445 mg થી 650 mg પ્રતિ 100g Vitamin C હોય છે ! જે orange માં હોય એના કરતા 20 ગણું વધારે છે.  3. ભારત માંથી હું દર વરસે 25000 MT બીજા દેશોમાં જાવ છુ. 4. હું શિયાળામાં જ તમને મળી શકું છું.  5. હું ત્રણેય દોષ વાત, કફ અને પિત ને સંતુલિત ...

રોજ ખાઓ માત્ર બે લવિંગ, દૂર થઈ જશે આટલી બીમારીઓ

રોજ ખાઓ માત્ર બે લવિંગ, દૂર થઈ જશે આટલી બીમારીઓ

રસોઈનો સ્વાદ વધારવા માટે ઉપયોગમાં આવતું લવિંગ સ્વાસ્થ્યને પણ સુધારે છે. લવિંગની તાસીર ગરમ હોય છે આ ઉપરાંત તેનાથી શરદી ખાંસી જેવી તકલીફો પણ દૂર થાય છે. પરંતુ આ સિવાય કેટલીક બીમારી છે જે લવિંગ દૂર કરી શકે છે. આ લાભ વિશે આજ સુધી તમે જાણ્યું પણ નહીં હોય. તો ચાલો તમને જણાવીએ કે રોજ માત્ર 2 લવિંગ ખાવાથી શરીરને કયા લાભ થઈ શકે છે. 

🔷 આયુર્વેદ અનુસાર લવિંગનો ઉપયોગ કરવાથી દાંસ અને સાયનસ સંબંધી સમસ્યા દૂર થાય છે. આ બંને તકલીફમાં લવિંગનો ઉપયોગ વિશેષ રીતે કરવામાં આવે છે. લવિંગમાં યૂજિનોલ તત્વ હોય છે જે સાયનસ અને દાંતની કેટલીક તકલીફોને  દૂર કરે છે. આ જ કારણ છે કે 80 ટકા ટૂથપેસ્ટમાં લવિંગનો ઉપયોગ કરવામાં આવે છે. 

🔶 શરદી, ઉધરસ જેવી બીમારીમાં લવિંગ ખૂબ લાભકારી સાબિત થાય છે. લવિંગમાં એંટીબેક્ટીરીયલ ગુણ અને એંટી ફંગલ તત્વો હોય છે જે શરદી અને ઉધરસને દૂર કરે છે. જેમને શરદી અને ઉધરસ રહેતી હોય તેમણે મોંમાં લવિંગ રાખવા જોઈએ. આ ઉપરાંત લવિંગ વાળી ચા પીવાથી પણ લાભ થાય છે. 

🔷 લવિંગ શરીરમાં સુગર લેવલ પણ કંટ્રોલ કરે છે. લવિંગમાં વિટામિન ઉપરાંત અન્ય મિનરલ્સ પણ હોય છે તેનાથી ડાયાબિટીસના રોગીઓને લાભ થાય છે. ડાયાબિટીસ હોય તેમણે ગરમ પાણીમાં 5થી 6 લવિંગ ઉમેરી અને રાખી દેવું. આ પાણી ઠંડુ થાય ત્યારે તેને પી જવું. 

🔶 લવિંગમાં યૂજેનિયા નામનું તત્વ હોય છે જે શરીરમાં આવેલા સોજાને દૂર કરે છે. આ ઉપરાંત ગળા અને પેઢાના દુખાવા અને સોજાને પણ દૂર કરે છે. લવિંગમાં એંટી ઈંફ્લેમેટ્રી ગુણ હોય છે જે ફંગસથી લડવામાં મદદ કરે છે. તેને સોજો હોય તે જગ્યાએ રાખવાથી સોજો ઉતરે છે. 

🔷 નિયમિત રીતે લવિંગ ખાવાથી પેટનું અલ્સર દૂર થાય છે. લવિંગમાં ફાયબર પણ હોય છે જે પાચનક્રિયાને સરળ બનાવે છે. તેનાથી આંતરડા બરાબર સાફ થાય છે. 

🔶 લવિંગથી અસ્થમાને પણ કંટ્રોલ કરી શકાય છે. અસ્થમા હોય તેવા દર્દીઓએ હંમેશા પોતાની સાથે લવિંગ રાખવા. જ્યારે પણ શ્વાસ લેવામાં તકલીફ જણાય ત્યારે લવિંગ ખાઈ લેવું. 
લવિંગનુ સેવન કરવાથી પાચન પ્રક્રિયા સારી રહે છે. 

🔶 પેટ સાથે જોડાયેલ પરેશાનીઓ અને ભૂખ ન લાગવાથી પરેશાન છો તો લવિંગનુ સેવન જરૂર કરો. 

🔷 મોઢામાં ચાંદા પડ્યા હોય તો લવિંગ ચાવવાથી ફાયદો થાય છે. 

🔶 શરદી અને તાવ આવતા 1 ગ્લાસ પાણીમાં 1-2 લવિંગ મિક્સ કરીને પીવાથી રાહત મળે છે. 

🔷 ગળાનો સોજો અને ગરદન પર દુખાવો થતા લવિંગના તેલનો ઉપયોગ કરો. તેનાથી આરામ મળશે. 

🔶 લવિંગને તવા પર હલકા સોનેરી થતા સુધી સેકો અને ચાવો. તેનાથી મોઢાની દુર્ગંધ દૂર થઈ જશે. 

🔷 દાંતમાં દુખાવો છે તો લીંબૂના રસમાં 2 લવિંગ વાટીને દુખનારા દાંત પર લગાવી દો. તેનથી દાંતનો દુખાવો દૂર થઈ જશે. 

🔶 પેટમાં ગેસની તકલીફથી પરેશાન છો તો એ માટે એક કપ ઉકળતા પાણીમાં 2 લવિંગ નાખી દો. હવે એ ઠંડુ થઈ જાય તો પી લો. 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ભાઈ મને ઓળખ્યો હું આંબળુ

શું તમે જાણો છો પોપૈયાના બીયા ખાવાથી જડમૂળ થી નાબુદ થશે આ ત્રણ બીમારીઓ

Flowers chart