ભાઈ મને ઓળખ્યો હું આંબળુ

એક આમળાની આકાશવાણી થઇ.  હું આમળું, ઓળખ્યું ? ગોળ, લીલું ખુબ જ ખાટ્ટૂ લાગે ઈ.  મને English માં Indian gooseberry કહે છે. મેં કોઈ દિ ઘુસ લીધી નથી તોય Gooseberry કેમ ક્યે છે આ ધોળિયાઓ ?? ભારતના રૂષી મુનિઓ એ મને આયુર્વેદ માં પહેલા સૌથી પાંચ મહત્ત્વનાં ઔષધમાં સ્થાન આપ્યું છે. હા, એ વાત અલગ છે કે આજ કાલ મારો ઉપયોગ માત્ર Hair Oil બનાવવા તરીકે થાય છે !!  આ માથાના વાળે બહુ તપ કરી ને વરદાન માગ્યું લાગે છે કે આમળું ખાલી મારી જ સેવા કરે !! મનુષ્ય મારે તમને કેવું છે કે મારી સેવાનો લાભ માત્ર વાળ સુધી જ સીમિત નથી, પણ હું તમારા આખા શરીરની સેવા કરી શકું તેમ છુ ! પેહલા તો મને જાણો - 1. તમને એમ લાગે કે હું તુરુ અને ખાટું છુ, Right ? પણ તમારી અજ્ઞાનતા દુર કરી દવ.  મારા મા સ્વાદના છ એ છ રસ છે એટલે કે તીખા, ખાટા, તુરા, મીઠા, ખારા, કડવા !! 2. મારા મા 445 mg થી 650 mg પ્રતિ 100g Vitamin C હોય છે ! જે orange માં હોય એના કરતા 20 ગણું વધારે છે.  3. ભારત માંથી હું દર વરસે 25000 MT બીજા દેશોમાં જાવ છુ. 4. હું શિયાળામાં જ તમને મળી શકું છું.  5. હું ત્રણેય દોષ વાત, કફ અને પિત ને સંતુલિત ...

શરદી ઉધરસ માં દવા નહીં પણ આ વસ્તુ આપશે રાહત

શરદી ઉધરસ માં દવા નહીં પણ આ વસ્તુ આપશે રાહત: સેલેબ ન્યુટ્રિશનિસ્ટ ઋજુતા દિવેકર.ઠંડીના વાતાવરણમાં ઘણા લોકોને નાક બંધ થઇ જવું, ઉધરસ આવવી ગળામાં ઇન્ફેક્શન થઈ જવું કે શરદી વગેરે જેવી સામાન્ય પરેશાનીઓ રહે છે. પરંતુ આનાથી છુટકારો પામવા માટે આપણામાંથી ઘણા લોકો દવા કરાવે છે તો ઘણા લોકો ઘરેલું નુસખાઓ કરતા હોય છે પરંતુ જોઈએ તેવી રાહત મળતી નથી. અને ખુશીની વાત એ છે કે થોડા દિવસ પહેલા મશહૂર લેખક અને જેઓએ સેલિબ્રિટી સાથે પણ કન્સલ્ટિંગ કરેલું છે એવા rujuta diwekar એ એક ઘરેલુ અને ખૂબ જ આસાન નુસખો જણાવ્યો છે.આ નુસખો કઈ રીતે કરવો અને તેમાં શું લેવું ચાલો જાણીએ. હવેથી શરદી-ઉધરસમાં દવા ની જગ્યાએ ઉપયોગ કરી શકાય છે આ નુસખો છે સાકર. આપણે સામાન્ય રીતે આવી પરેશાનીઓથી તંગ આવીને દવા નો સહારો લેતા હોઈએ છીએ. પરંતુ એની જગ્યા પર આ નુસખો કામ આવી શકે છે. ચાલો જાણીએ શું કહે છે આ મશહૂર ન્યુટ્રિશનિસ્ટ આ નુસખા વિશે.આ પહેલા પણ તે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સામાન્ય માણસ ને લઈને ઘણા નુસખાઓ શેર કરતી રહે છે જે આપણને ઘણા કામ લાગી શકે છે. એવી જ રીતે તેને જણાવ્યું હતું કે સાકર પણ ઘણા પ્રોબ્લેમ દૂર કરી શકે છે. તેનું કહેવું છે કે નાની મોટી સમસ્યા ને કુદરતી રીતે દૂર કરી શકાય છે. તેને પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને કહ્યું હતું કે શરદી ઉધરસ તેમજ ગળાના ઇન્ફેકશન અથવા બંધ નાક માટે સાકર ખૂબ જ અસરકારક ઘરેલુ ઉપાય સાબિત થઈ શકે છે.તેને પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે ગળામાં ઇન્ફેક્શન, બંધ નાક અને શરદી ઉધરસ હોય તો સાકર ટ્રાય કરવી જોઈએ. તદુપરાંત તેણે લખ્યું હતું કે આયુર્વેદમાં સાકર એટલે કે મિસરી નો ઉપયોગ સદીઓથી થતો આવ્યો છે. આ ન માત્ર શરદી-તાવથી રાહત આપે છે પરંતુ એનાથી આપણી પાચનશક્તિ પણ મજબૂત થાય છે. આ સિવાય સાકર એસિડિટી અને ગેસ્ટ્રીક માં પણ ફાયદાકારક છે. જો તમે સાકરને મીઠી વસ્તુ માનીને ખાવાનું ઇગ્નોર કરતા હોય તો જણાવી દઈએ કે આ 1 ઔષધી છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.ઘણા લોકોને પ્રશ્ન થશે કે સાકર ફાયદાકારક કેમ છે? સામાન્ય રીતે લોકોનું એવું માનવું હોય છે કે સાકર મા સુગર હોવાથી આ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. પરંતુ હકીકતમાં આવું માનવું તે માત્ર એક મિથ્યા￰ છે. આયુર્વેદમાં કહેવાયું છે કે સાકર રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરે છે જેથી શરીર બેક્ટેરિયા સાથે લડવામાં વધુ સક્ષમ બને છે. સાકરને બનાવવા માટે શેરડી નો ઉપયોગ થાય છે આથી સાકર unrefined હોય છે. પોષક તત્વોથી ભરપૂર સાકરનો ઉપયોગ તમે રેગ્યુલર પ્રોસેસ્ડ સુગર ની જગ્યા પર પણ કરી શકો છો. આ શરીરમાં ના સ્તરને મેન્ટેન કરે છે. જેનાથી લોહીનું સર્ક્યુલેશન સારી રીતે થાય છે અને શરીર એનિમિયા માંથી બચે છે.જણાવી દઈએ કે સાકરને ખાવા માટે પણ સચોટ તરીકા નો ઉપયોગ થવો જોઈએ, સાકરથી બંધ નાક, શરદી ઉધરસ અને ગળાના ઇન્ફેક્શનને દૂર કરવા માટે સાકરના પાવડરની સાથે પીસેલા તીખા અને ઘીને મિક્સ કરો. રાતના જમ્યા પછી આ મિશ્રણને પી જાઓ. આનાથી તમને શરદી ઉધરસ અને બંધ થયેલા નાકમાં રાહત મળશે.આ સિવાય શરદી ઉધરસ તાવ વગેરે દૂર કરવા માટે તમે હલ્કા ગરમ પાણીમાં પણ સાકર ભેળવીને પી શકો છો. આનાથી પણ તમને સમસ્યામાં રાહત મળી શકે છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પેટ ઘણું ચતુર છે, તમારું ગુલામ તો નથી જ

શું તમે જાણો છો પોપૈયાના બીયા ખાવાથી જડમૂળ થી નાબુદ થશે આ ત્રણ બીમારીઓ

તાંબાના વાસણમાં રાખેલા પાણી પીવાના ફાયદા