Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.  હંમેશા ઓરડાના તાપમાને પાણી ધીમે ધીમે પીવો.  ઠંડું કે બરફનું પાણી પીવાનું ટાળો!  હાલમાં, મલેશિયા, ઇન્ડોનેશિયા, સિંગાપોર અને અન્ય દેશો "ગરમીની લહેર" અનુભવી રહ્યા છે.  આ શું કરવું અને ન કરવું:    1. *ડોક્ટરો સલાહ આપે છે કે જ્યારે તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે ત્યારે ખૂબ ઠંડુ પાણી ન પીવો, કારણ કે આપણી નાની રક્તવાહિનીઓ ફાટી શકે છે.*  એવું નોંધવામાં આવ્યું કે એક ડૉક્ટરનો મિત્ર ખૂબ જ ગરમ દિવસથી ઘરે આવ્યો - તેને ખૂબ પરસેવો થઈ રહ્યો હતો અને તે ઝડપથી પોતાને ઠંડુ કરવા માંગતો હતો - તેણે તરત જ ઠંડા પાણીથી તેના પગ ધોયા... અચાનક, તે ભાંગી પડ્યો અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.    2. જ્યારે બહાર ગરમી 38 ° સે સુધી પહોંચે અને જ્યારે તમે ઘરે આવો, ત્યારે ઠંડુ પાણી ન પીવો - ધીમે ધીમે માત્ર ગરમ પાણી પીવો.  જો તમારા હાથ કે પગ તડકામાં હોય તો તરત જ ધોશો નહીં. ધોવા અથવા સ્નાન કરતા પહેલા ઓછામાં ઓછા અડધો કલાક રાહ જુઓ.    3. કોઈ વ્યક્તિ ગરમીથી ઠંડક મેળવવા માંગતો હતો અને તરત જ સ્નાન કર્યું. સ્નાન કર્યા પછી, વ્યક્તિને સખત

બોલો યુરીયાની બનાવટનું દુધ જોઈએ છીએ.!? બોલો પ્લાસ્ટીની બનાવટનાં ચોખાં ખાવા છે.!? ઝેર ઓકેલું તેલ ખાવું છે.?

બોલો યુરીયાની બનાવટનું દુધ જોઈએ છીએ.!? બોલો પ્લાસ્ટીની બનાવટનાં ચોખાં ખાવા છે.!? ઝેર ઓકેલું તેલ ખાવું છે.? 
પછી કહેશે કે મારા દેશમાં હોસ્પિટલોની સુવિધાં સારી છે. જેમ જેમ ખોરાક અશુદ્ધ થશે તેમ તેમ રોગોનું ઉત્પાદન વધારે થશે. સ્વાદિષ્ટ ભોજન કે નાસ્તો એ કંઈ શુદ્ધતાનું સર્ટિફિકેટ નથી એ સમજણ કોઈને નથી એવુંય નથી. પરંતુ ટાઈલિનનો રસ જ સ્વાદને આમંત્રણ આપે છે. તમને વળી એમ થશે કે "ટાઈલિન " નો રસ એ વળી શું?
    આપણે ઘણી વખત એમ કહીએ છીએ કે ફલાણી ખાવાની ચીજ મેં જોઈ અને ચાખી, પછી જ ખબર પડી કે એનાં  સ્વાદનો પ્રકાર કેવો છે. સ્વાદને ઓળખનાર જે તત્વ છે તેને વૈજ્ઞાનિક ભાષામાં ટાઈલીનનો રસ કહે છે. 
 જેમ રોગો વધશે તેમ રોગોને કાબુમાં લેવા માટે હોસ્પિટલોની જરૂર પડશે. આપણાં વડીલો હંમેશા કહેતા કે અમે તો આવાં રોગો ક્યારેય જોયા નહોતાં. બહું તો તાવ, શરદી, મેલેરિયાં, ન્યુમોનિયા વગેરે જેમ જેમ આપણે વિકાસનાં રસ્તે ચાલતાં ગયા તેમ તેમ રોગોમાં પણ વિકાસ કર્યો. ખરેખર રોગો આવતાં નથી પણ યેનકેન પ્રકારે આપણે કંકોત્રી જ લખીએ છીએ પણ ટાઈલીનનાં રસને માણવાં માટે જ. રોગો વધ્યાં તેમ હોસ્પિટલો વધી. 
         ખેર, આપણે મહત્વની વાત જે કરવી છે તે એ છે કે, આપણે આ વૈજ્ઞાનિક યુગમાં આંધળા બનીને એવાં રોગોને આમંત્રણ આપીએ છીએ કે, એ આપણે તેને કરમની કઠણાઈ જ સમજીને આપણી અજ્ઞાનતાંને પાછળ ધકેલવાનો એક નિરર્થક પ્રયત્ન જ કરી રહ્યાં છીએ. શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે તો હ્રદય રોગનાં શિકાર બનીએ છીએ. પહેલાં એમ કહેવાતું કે બહું જાડા શરીરવાળાને જ હ્રદય રોગ કે હૂમલો આવતો. અત્યારે તો ગમે તેને આવી જાય છે. કોલેસ્ટ્રોલ અને ચિંતા એ જ હ્રદય રોગનું મુળ છે પરંતુ કોલેસ્ટ્રોલ થાય છે શેનાથી? રાસાયણિક ખાતર અને વિદેશથી આવેલ ઉત્પાદનની લ્હાયમાં અપનાવેલ બી. ટી. કપાસની દેન છે. તેમાય વળી મિલરોને અમુક ટકાની ભેળસેળ કરવાની છૂટ પણ એ ભેળસેળ શાની થાય છે? અધુરામાં પુરું રિટેલરોય વધારો કરે અને એ આપણે સ્વાદિષ્ટ મસાલાઓ ભેળવીને ઝાપટી જવાનું .
 આ બધી ઝંઝટમાથી છૂટવું હોય તો ગામડાઓમાથી ખેડૂતોએ પકવેલું શુદ્ધ અનાજ,દુધ , શાકભાજી અને જૂના જમાનાની ઘાણીનું શુદ્ધ તલનું અને મગફળીનું તેલ ખાવું જોઈએ. ખેડૂતો સિવાય કોઈ વેપારી ખાવાની જણસમાં શુદ્ધતા નહી જાળવી શકે. એટલાં માટે જ એક એવી યોજનાં "રસ કસ "આવી રહી છે જે તમને ગામડામાં ખેડૂતો ઉત્પાદિત કરતાં હોય તે ચીજો ડાયરેક્ટ આપને આપશે જેથી કરીને લોકોને ગુણવત્તા યુક્ત ચીજ મળી રહેશે. લોકો ગામડામાથી સીધી ખરીદી કરે તો વચેટીયાઓ ભેળસેળ અને નફાની મલાઈ તારવી નહી શકે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.

જામફળ : શિયાળાનું અમૃતફળ