Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.  હંમેશા ઓરડાના તાપમાને પાણી ધીમે ધીમે પીવો.  ઠંડું કે બરફનું પાણી પીવાનું ટાળો!  હાલમાં, મલેશિયા, ઇન્ડોનેશિયા, સિંગાપોર અને અન્ય દેશો "ગરમીની લહેર" અનુભવી રહ્યા છે.  આ શું કરવું અને ન કરવું:    1. *ડોક્ટરો સલાહ આપે છે કે જ્યારે તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે ત્યારે ખૂબ ઠંડુ પાણી ન પીવો, કારણ કે આપણી નાની રક્તવાહિનીઓ ફાટી શકે છે.*  એવું નોંધવામાં આવ્યું કે એક ડૉક્ટરનો મિત્ર ખૂબ જ ગરમ દિવસથી ઘરે આવ્યો - તેને ખૂબ પરસેવો થઈ રહ્યો હતો અને તે ઝડપથી પોતાને ઠંડુ કરવા માંગતો હતો - તેણે તરત જ ઠંડા પાણીથી તેના પગ ધોયા... અચાનક, તે ભાંગી પડ્યો અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.    2. જ્યારે બહાર ગરમી 38 ° સે સુધી પહોંચે અને જ્યારે તમે ઘરે આવો, ત્યારે ઠંડુ પાણી ન પીવો - ધીમે ધીમે માત્ર ગરમ પાણી પીવો.  જો તમારા હાથ કે પગ તડકામાં હોય તો તરત જ ધોશો નહીં. ધોવા અથવા સ્નાન કરતા પહેલા ઓછામાં ઓછા અડધો કલાક રાહ જુઓ.    3. કોઈ વ્યક્તિ ગરમીથી ઠંડક મેળવવા માંગતો હતો અને તરત જ સ્નાન કર્યું. સ્નાન કર્યા પછી, વ્યક્તિને સખત

કોલેસ્ટરોલ ઘટાડવાના નામે પાંચ દાયકા સુધી ડોક્ટરોએ આપણને છેતર્યા

*કોલેસ્ટરોલ ઘટાડવાના નામે પાંચ દાયકા સુધી ડોક્ટરોએ આપણને છેતર્યા*

કોઈ પણ હૃદયરોગનો દર્દી ડોક્ટર પાસે જાય ત્યારે તેને સલાહ આપવામાં આવે છે કે તેણે કોલેસ્ટરોલ વધારે તેવો ઘી, તેલ, માખણ વગેરેયુક્ત આહાર લેવો જોઈએ નહીં. વધારામાં તેને કોલેસ્ટરોલ ઘટાડવાની દવાઓ પણ આપવામાં આવે છે, જેમાંથી ફાર્માસ્યુટિકલ કંપનીઓ કરોડો ડોલરની કમાણી કરે છે. કોલેસ્ટરોલ ઘટાડવાને નામે લોકો સૂર્યમુખીનું અને સોયાબીનનું તેલ ખાતા થઈ ગયા, જેમાંથી શરીરને જે પોષણ મળે છે તે અપૂરતું હોય છે. હવે વોશિંગ્ટન પોસ્ટમાં આવેલો હેવાલ કહે છે કે અમેરિકાની સરકારે આરોગ્ય માટે હાનિકારક પદાર્થોની યાદીમાંથી કોલેસ્ટરોલનું નામ હટાવી લીધું છે. અમેરિકાના ડોક્ટરો હવે હૃદયરોગનાં દર્દીઓને કોલેસ્ટરોલ વગરનો ખોરાક ખાવાની સલાહ આપતા નથી, કારણ કે ખોરાકમાં લેવામાં આવતા કોલેસ્ટરોલથી રક્તવાહિનીઓ બ્લોક થતી નથી, તેવું હવે નિર્ણાયક રીતે સાબિત થઈ ગયું છે. એક અંદાજ પ્રમાણે ફાર્માસ્યુટિકલ કંપનીઓએ કોલેસ્ટરોલનો ડર બતાડીને બે હજાર અબજ ડોલરની લૂંટ ચલાવી છે. કોલેસ્ટરોલની શોધ તબીબી દુનિયાના ઇતિહાસનું મોટામાં મોટું કૌભાંડ સાબિત થઈ ગઈ છે.

અમેરિકાનું કૃષિ ખાતું દર પાંચ વર્ષે પ્રજા માટે ગાઈડલાઈન બહાર પાડે છે કે તેણે ક્યો ખોરાક ખાવો જોઈએ અને ક્યો ખોરાક ખાવો જોઈએ નહીં. આ ગાઈડલાઈન છેલ્લે ૨૦૧૫ માં બહાર પાડવામાં આવી હતી. હવે ૨૦૨૦ માટે બહાર પાડવામાં આવેલી ગાઇડલાઈનમાં તેણે જણાવ્યું છે કે અગાઉ અમારા દ્વારા કહેવામાં આવતું હતું કે પ્રતિદિન ૩૦૦ મિલિગ્રામથી વધારે કોલેસ્ટરોલ ખોરાકમાં લેવું જોઈએ નહીં. હવે અમે આવી ભલામણ કરવાના નથી; કારણ કે ખોરાકમાં લેવામાં આવતા કોલેસ્ટરોલ અને લોહીમાં જોવામાં આવતા કોલેસ્ટરોલ વચ્ચેની કડી સાબિત થઈ શકી નથી. અમેરિકાની સરકારે આ બહુ મોટી વાત કહી દીધી છે. જો ખોરાકમાં લેવામાં આવતા કોલેસ્ટરોલથી લોહીમાં કોલેસ્ટરોલ ન વધતું હોય તો કોલેસ્ટરોલ ધરાવતો ખોરાક કેમ બંધ કરવો જોઈએ?

અમેરિકાની ડાયેટરી ગાઈડલાઈન એડવાઈઝરી કમિટિએ જાહેર કર્યું છે કે હવે તે ખોરાકમાં કોલેસ્ટરોલ બાબતમાં ચેતવણી આપવાનું બંધ કરશે અને સાકર ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરશે. આ બાબતમાં ટિપ્પણ કરતાં અમેરિકાના નામાંકિત કાર્ડિયોલોજીસ્ટ ડો. સ્ટિવન નિસ્સેન કહે છે કે અમે દાયકાઓથી અમારાં દર્દીઓને ખોરાકમાં કોલેસ્ટરોલ ટાળવાની ખોટી સલાહ આપતા હતા.જો આપણે કોલેસ્ટરોલ ધરાવતો ખોરાક વધુ ખાઈએ તો આપણું શરીર કોલેસ્ટરોલ બનાવવાનું ઘટાડી કાઢે છે. જો આપણે કોલેસ્ટરોલ ધરાવતો ખોરાક ઓછો લઈએ તો આપણું શરીર વધુ કોલેસ્ટરોલનું ઉત્પાદન કરે છે, જેને કારણે રક્તવાહિનીઓ બ્લોક થઈ જાય છે. ડો. સ્ટિવને કેટલી ગંભીર વાત કરી છે? ખોરાકમાં દૂધ, ઘી અને તેલ ઓછું ખાવાને કારણે શરીરમાં કોલેસ્ટરોલ વધી જાય છે. આપણા વડીલો આપણને ગાયનું ઘી અને તલનું તેલ ખાવાની સલાહ આપતા હતા. તેઓ સાચા હતા.

કોલેસ્ટરોલ વિશે સચ્ચાઈ એ છે કે આપણા મગજના જ્ઞાનતંતુઓ મુખ્યત્વે કોલેસ્ટરોલના બનેલા છે. મગજના કોષોને કામ કરવા માટે પણ કોલેસ્ટરોલની જરૂર પડે છે. આપણા શરીરમાં જે એસ્ટ્રોજન અને ટેસ્ટોસ્ટેરોન જેવા હોર્મોન્સ પેદા થાય છે તે કોલેસ્ટરોલમાંથી પેદા થાય છે. જો કોલેસ્ટરોલ ધરાવતો ખોરાક લેવાનું બંધ થઈ જાય તો આ હોર્મોન્સનું ઉત્પાદન ઘટી જાય છે અને આપણું શરીર રોગોનો ભોગ બની જાય છે. આપણા શરીરમાં જે કોઈ કોલેસ્ટરોલ જોવા મળે છે તે લિવરમાં પેદા થાય છે. શરીરમાં કોલેસ્ટરોલ વધુ હોય તો કહી શકાય કે આપણું લિવર બરાબર કામ કરે છે. અમેરિકાના કાર્ડિયોલોજીસ્ટ જ્યોર્જ વી. માન કહે છે કે સંતૃપ્ત ચરબી કોરોનરી હાર્ટ ડિઝિસનું કારણ નથી. ડોક્ટરો દ્વારા તેમ કહેવું તે આ સદીનું સૌથી મોટું જૂઠાણું હતું. ડોક્ટર જ્યોર્જના કહેવા પ્રમાણે ગુડ કોલેસ્ટરોલ અને બેડ કોલેસ્ટરોલ જેવી કોઈ ચીજ નથી. કોઈ પણ જાતનું કોલેસ્ટરોલ શરીર માટે ફાયદાકારક જ હોય છે. માટે કોલેસ્ટરોલની ચિંતા બંધ કરી દેવી જોઈએ.

થોડા સમય પહેલાં અમેરિકાના ડોક્ટરો દ્વારા કહેવામાં આવતું હતું કે ખોરાકમાં ગુડ કોલેસ્ટરોલ અને બેડ કોલેસ્ટરોલ તેવા બે પ્રકારો હોય છે. ગુડ કોલેસ્ટરોલ હૃદય માટે ફાયદાકારક હોય છે, જ્યારે બેડ કોલેસ્ટરોલ હાનિકારક હોય છે. ડોક્ટરો કહેતા હતા કે ગાયના ઘી માં અને તલના તેલમાં ગુડ કોલેસ્ટરોલ હોય છે, જ્યારે વનસ્પતિ ઘી માં અને સૂર્યમુખીના તેલમાં બેડ કોલેસ્ટરોલ હોય છે. ડોક્ટરો હવે કહે છે કે ગુડ કોલેસ્ટરોલ અને બેડ કોલેસ્ટરોલ જેવું પણ કાંઈ હોતું નથી. કોઈ પણ જાતનું કોલેસ્ટરોલ હૃદયની નળીમાં બ્લોકેજ પેદા કરતું હોવાનું સાબિત થયું નથી.

અમેરિકાના ડોક્ટરો હવે કહે છે કે કોઈ પણ પ્રકારનું કોલેસ્ટરોલ હૃદયની ધમનીઓમાં કોઈ પણ પ્રકારનું બ્લોકેજ પેદા કરતું હોવાનું સાબિત થયું નથી. તેઓ બીજી ચોંકાવનારી વાત કરે છે કે જે લોકોને હાર્ટ એટેક આવે છે, તેમાંના મોટા ભાગના લોકોના શરીરમાં કોલેસ્ટરોલનું લેવલ નોર્મલ હોય છે. જો આ હકીકત હોય તો અમેરિકાના વિજ્ઞાનીઓ દ્વારા દાયકાઓ સુધી કેમ જૂઠો પ્રચાર કરવામાં આવતો હતો કે કોલેસ્ટરોલથી હાર્ટ એટેક આવે છે? આ જૂઠા પ્રચારને આધારે શા માટે કરોડો દર્દીઓને કોલેસ્ટરોલ ઘટાડવાની દવાઓ આપવામાં આવતી હતી? ત્યાં જ અમેરિકાની મલ્ટિનેશનલ ફાર્માસ્યુટિકલ કંપનીઓની ભૂંડી ભૂમિકા પ્રકાશમાં આવે છે.

ફાર્માસ્યુટિકલ કંપનીઓને તો પહેલેથી જ ખબર હતી કે ખોરાકમાં કોલેસ્ટરોલ વધુ લેવાથી હાર્ટ એટેક આવતો નથી. તેમને એ વાતની પણ જાણ હતી કે શરીરમાં કોલેસ્ટરોલ વધી જાય તેને કારણે પણ હાર્ટ એટેક આવતો નથી. તેમ છતાં તેમણે પાંચ દાયકા સુધી જૂઠાણું ચલાવ્યું, કારણ કે તેઓ કોલેસ્ટરોલ ઘટાડવા માટેની મોંઘીદાટ દવાઓ વેચવા માગતા હતા. એક અંદાજ પ્રમાણે ફાર્માસ્યુટિકલ કંપનીઓએ પાંચ દાયકા દરમિયાન કોલેસ્ટરોલ ઘટાડવા માટેની દવાઓ વેચીને ૨,૦૦૦ અબજ ડોલર જેટલી કમાણી કરી લીધી છે. કોલેસ્ટરોલની દવાઓ લખી આપતા ડોક્ટરો પણ ફાર્માસ્યુટિકલ કંપનીઓના દલાલ બની જાય છે. તેઓ દર્દીના આરોગ્યની પરવા કર્યા વિના પોતાનું કમિશન મેળવવા માટે બિનજરૂરી હાનિકારક દવાઓ લખી આપતા હોય છે.

અમેરિકાના કૃષિ ખાતાએ જાહેર કર્યું કે કોલેસ્ટરોલ આરોગ્ય માટે હાનિકારક નથી, તેને કારણે માત્ર અમેરિકાના જ નહીં પણ સમગ્ર વિશ્વના તબીબી જગતની વિશ્વસનીયતા સામે સવાલ ઊભો થયો છે. સામાન્ય રીતે ભારત જેવા ત્રીજા વિશ્વના દેશોના ડોક્ટરો માર્ગદર્શન માટે અમેરિકા જેવા દેશોના વિજ્ઞાનીઓ ઉપર આધાર રાખતા હોય છે. અમેરિકાના કોઈ મેડિકલ જર્નલમાં પેપર છપાય તેને તેઓ બ્રહ્મવાક્ય માનીને તે પ્રમાણે ભારતનાં દર્દીઓની સારવાર કરતા હોય છે. કોલેસ્ટરોલનું કૌભાંડ બહાર આવતાં અમેરિકાના નિષ્ણાતોની વિશ્વસનીયતા પણ ખતમ થઈ ગઈ છે. આ કહેવાતા નિષ્ણાતો હકીકતમાં દવા કંપનીઓના પગારદાર નોકર હોય છે. તેમની સલાહ મુજબ ઇલાજ કરવામાં દર્દીના જીવ સાથે રમત થાય છે. જો ભારતના ડોક્ટરો પોતાનાં દર્દીઓની સાચી સારવાર કરવા માગતા હોય તો તેમણે અમેરિકાની ગુલામીમાંથી બહાર આવવું જોઈએ. કોલેસ્ટરોલ જેવું જ બીજું કૌભાંડ બ્લડ સુગરનું છે, જે ટૂંક સમયમાં બહાર આવવાનું છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.

જામફળ : શિયાળાનું અમૃતફળ