ભાઈ મને ઓળખ્યો હું આંબળુ

એક આમળાની આકાશવાણી થઇ.  હું આમળું, ઓળખ્યું ? ગોળ, લીલું ખુબ જ ખાટ્ટૂ લાગે ઈ.  મને English માં Indian gooseberry કહે છે. મેં કોઈ દિ ઘુસ લીધી નથી તોય Gooseberry કેમ ક્યે છે આ ધોળિયાઓ ?? ભારતના રૂષી મુનિઓ એ મને આયુર્વેદ માં પહેલા સૌથી પાંચ મહત્ત્વનાં ઔષધમાં સ્થાન આપ્યું છે. હા, એ વાત અલગ છે કે આજ કાલ મારો ઉપયોગ માત્ર Hair Oil બનાવવા તરીકે થાય છે !!  આ માથાના વાળે બહુ તપ કરી ને વરદાન માગ્યું લાગે છે કે આમળું ખાલી મારી જ સેવા કરે !! મનુષ્ય મારે તમને કેવું છે કે મારી સેવાનો લાભ માત્ર વાળ સુધી જ સીમિત નથી, પણ હું તમારા આખા શરીરની સેવા કરી શકું તેમ છુ ! પેહલા તો મને જાણો - 1. તમને એમ લાગે કે હું તુરુ અને ખાટું છુ, Right ? પણ તમારી અજ્ઞાનતા દુર કરી દવ.  મારા મા સ્વાદના છ એ છ રસ છે એટલે કે તીખા, ખાટા, તુરા, મીઠા, ખારા, કડવા !! 2. મારા મા 445 mg થી 650 mg પ્રતિ 100g Vitamin C હોય છે ! જે orange માં હોય એના કરતા 20 ગણું વધારે છે.  3. ભારત માંથી હું દર વરસે 25000 MT બીજા દેશોમાં જાવ છુ. 4. હું શિયાળામાં જ તમને મળી શકું છું.  5. હું ત્રણેય દોષ વાત, કફ અને પિત ને સંતુલિત ...

*ગોળ અને ખાંડમાં શુ ફેર છે ? ક્યુ સારું છે ? શા માટે ગોળ જ વપરાય ?? વગેરે માહિતી તમારા માટે...*

🍛🍲
*ગોળ અને ખાંડમાં શુ ફેર છે ? ક્યુ સારું છે ? શા માટે ગોળ જ વપરાય ??  વગેરે માહિતી તમારા માટે...* 

લેખ શાંતિથી વાંચજો, વિચારજો અને અનુસરણ કરશોજી... usefull લાગે તો બીજાને share કરવાનું ભૂલતા નહિ...   



*આયુર્વેદમાં લખ્યું છે કે શરીરને ભોજનમાંથી મળવા વાળી જે સાકર છે, તે ઝડપથી પેટમાં પચે તેમાં રસ્તામાં કોઈ ખલેલ ન પડે. એવી કોઈ વસ્તુ ભોજનમાં ના હોવી જોઈએ જે પાચન ક્રિયાને રોકે....*

આપણા દેશમાં એક ખુબ જ મોટી લેબોરેટરી છે જેનું નામ CDRI (CENTRAL Drug research institute) છે. રાજીવભાઈ ત્યાં ગયા, વેજ્ઞાનિકો સાથે વાત કરી કે તમે જણાવો કે ભોજનમાં એવી કઈ કઈ વસ્તુ છે જે આપણા ભોજનની કુદરતી સાકરને શરીર માટે મદદ રૂપ થવામાં અડચણ રૂપ થાય છે તો બધા વેજ્ઞાનિકોએ એક જ અવાજે જે વસ્તુનું નામ લીધું હતું,
      *તેનું નામ ખાંડ હતું.*

તેની જગ્યાએ શું ખાઈએ?
        *જવાબ છે-ગોળ*

ગોળ અને ખાંડમાં ફરક ! 

*બન્નેમાં ઘણો ફરક છે, ખાંડ બનાવવા માટે શેરડીના રસમાં ૨૩ ઝેર (કેમિકલ) ભેળવવા પડે છે અને તે બધા શરીરની અંદર તો જાય છે પરંતુ બહાર નથી નીકળી શકતા અને ગોળ એક જ એવો છે જે કોઈ પણ ઝેર ભળ્યા સિવાય સીધે સીધો બને છે. શેરડીના રસને ગરમ કરતા જાઓ, ગોળ બની જાય છે. તેમાં કઈ પણ ભેળવવું પડતું નથી. માત્ર તેમાં દૂધ ભેળવવાનું છે બીજું કઈ ભેળવવાનું નથી.*

ગોળથી પણ સારી વસ્તુ તમે ખાઈ શકો છો તેનું નામ છે કાકવી. જો તમે ક્યારેય ગોળ બનતા જોયું હશે તો ખબર પડી જશે. આ કાકવી ગોળથી પણ સારી છે, કાક્વીને ડોલમાં ભરીને રાખો તે ખરાબ થતી નથી, ૧ વર્ષ આરામથી રાખી શકો છો. કાક્વીનો ભાવ પણ ગોળ જેટલો જ હોય છે. હવે તમે યા તો કાકવી ખાવ નહી તો ગોળ ખાવ. જો તમને કાકવી મળી રહે છે તો સમજી લો કે તમે રાજા છો, જો કાકવી ન મળે તો ગોળ મળી રહ્યો છે તો નાના રાજા છો.☺☺

ખાંડે આખી દુનિયાનો સત્યાનાશ કરી નાખ્યો છે. જ્યારથી ખાંડ બનાવવાનું અને ખાવાનું શરુ કર્યું છે, ત્યારથી સૌના શરીરની હાલત ખરાબ છે.

*રસપ્રદ જાણકારી*💐👌👌
 
ભારતને છોડીને દુનિયાના દેશોમાં ગોળ અને કાકવીની ખુબ જ માંગ છે. કેમકે ખાંડથી બનેલી મીઠાઈ જલ્દી ખરાબ થઇ જાય છે, તેમાં ગુણવત્તા હોતી નથી, પરંતુ ગોળમાંથી બનેલી મીઠાઈ ઘણા મહિના સુધી બગડતી નથી અને સારી ક્વાલિટીની હોય છે.

*તમને સાંભળીને નવાઈ લાગશે કે ગામમાં ગોળનો ભાવ ૩૦-૪૦ રૂપિયા કિલો હોય છે. પરંતુ ઇસરાઈલમાં ગોળનો ભાવ 170 રૂપિયા કિલો વેચાય છે. જર્મનીમાં ગોળનો ભાવ ૨૧૦ રૂપિયા કિલો છે, કેનેડામાં ભારતના રૂપિયાના હિસાબે ગોળનો ભાવ ૩૩૦ રૂપિયા કિલો છે. આ બધા દેશોમાં ગોળની ખુબ જ માગ છે. ખાંડ ત્યાં સસ્તી છે કેમ કે તેમણે ખબર છે કે*
_*ખાંડ ઝેર છે અને ગોળ અમૃત છે.*_

ગોળ અને ખાંડની એક જ વાત યાદ રાખો. *જો ખાંડ તમે ખાધી તો તેને પચાવવી પડે છે અને તેમાં એટલા નુકશાનકારક તત્વો હોય છે કે આસાનીથી પચતા નથી. જો ગોળ ખાશો તો ગોળ એટલી સરસ જાત છે કે જે પણ ગોળ સાથે તમે ખાધું છે, તેને ગોળ પચાવી દે છે.*

   ગોળ ભોજનને માત્ર ૪ કલાક ૪૦ મીનીટમાં પચાવી દે છે. _એટલા માટે ભોજન સાથે ગોળ જરૂર ખાવ અને ખાંડ બિલકુલ ન ખાઓ._

આ સુત્રનું પાલન કરશો તો *ડાયાબિટીસ, આર્થરાઈટીસ, અસ્થમા, ઓસ્તીમાલીસીસ જેવી ૧૪૮ ગંભીર બીમારીઓ જીંદગીમાં ક્યારેય નહિ આવે.*

    તમે તમારી જીંદગીમાં થી ખાંડને કાઢી નાખો કેમ કે આપણે કુદરતી ખાંડ ફળમાંથી કે બીજી વસ્તુઓમાંથી મળી જ રહે છે, આ ખાંડ તમને પચવાના રસ્તામાં મોટી અડચણ છે.

તમે એક વાત યાદ રાખો જો ત્યાગવાની કોઈ વસ્તુ છે ને સૌથી વધુ નફરત કરવી છે તો તે ખાંડથી કરો,
ગોળ ખાઓ કાકવી ખાઓ.

મહત્વની એક વાત..

  *ખાંડ આપણે ચીન વગેરે દેશમાંથી આયાત કરવી પડે છે, જ્યારે ગોળ આપના પોતાના દેશની પ્રોડક્ટ છે... તેને ભોજનમાં વિશેષ સ્થાન આપીએ... દેશને આર્થિક રીતે પણ સમૃદ્ધ કરીએ...*

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પેટ ઘણું ચતુર છે, તમારું ગુલામ તો નથી જ

શું તમે જાણો છો પોપૈયાના બીયા ખાવાથી જડમૂળ થી નાબુદ થશે આ ત્રણ બીમારીઓ

તાંબાના વાસણમાં રાખેલા પાણી પીવાના ફાયદા