Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.  હંમેશા ઓરડાના તાપમાને પાણી ધીમે ધીમે પીવો.  ઠંડું કે બરફનું પાણી પીવાનું ટાળો!  હાલમાં, મલેશિયા, ઇન્ડોનેશિયા, સિંગાપોર અને અન્ય દેશો "ગરમીની લહેર" અનુભવી રહ્યા છે.  આ શું કરવું અને ન કરવું:    1. *ડોક્ટરો સલાહ આપે છે કે જ્યારે તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે ત્યારે ખૂબ ઠંડુ પાણી ન પીવો, કારણ કે આપણી નાની રક્તવાહિનીઓ ફાટી શકે છે.*  એવું નોંધવામાં આવ્યું કે એક ડૉક્ટરનો મિત્ર ખૂબ જ ગરમ દિવસથી ઘરે આવ્યો - તેને ખૂબ પરસેવો થઈ રહ્યો હતો અને તે ઝડપથી પોતાને ઠંડુ કરવા માંગતો હતો - તેણે તરત જ ઠંડા પાણીથી તેના પગ ધોયા... અચાનક, તે ભાંગી પડ્યો અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.    2. જ્યારે બહાર ગરમી 38 ° સે સુધી પહોંચે અને જ્યારે તમે ઘરે આવો, ત્યારે ઠંડુ પાણી ન પીવો - ધીમે ધીમે માત્ર ગરમ પાણી પીવો.  જો તમારા હાથ કે પગ તડકામાં હોય તો તરત જ ધોશો નહીં. ધોવા અથવા સ્નાન કરતા પહેલા ઓછામાં ઓછા અડધો કલાક રાહ જુઓ.    3. કોઈ વ્યક્તિ ગરમીથી ઠંડક મેળવવા માંગતો હતો અને તરત જ સ્નાન કર્યું. સ્નાન કર્યા પછી, વ્યક્તિને સખત

કોઇ ના પ્રમાણપત્ર ની પરવા વગર બસ સારા કર્મ કરતા રહો એજ સાચી સમાજ સેવા છે.

કડવું સત્ય

એક સાધુ નદી કિનારે પત્થર નું ઓશીકું બનાવી સૂતો હતો.

ત્યાંથી પનિહારીઓ નીકળી..

એક કહે , "સાધુ થયો પણ મોહ ગયો નહિ. ઓશિકા વગર ન ચાલ્યું. પત્થર નું તો પથ્થર નું પણ ઓશીકું જોઈએ."

સાધુએ તે સાંભળી પત્થર ફેંકી દીધો...
  ત્યાં વળી બીજી બોલી ,  " સાધુ થયો પણ તુમાખી ગઈ નહિ. આપણે જરાક બોલ્યા એમાં તો પથ્થર ફેંકી દીધો."

      સાધુ વિચારે કે હવે શું કરવું !

 ત્યાં તો ત્રીજી બોલી ,  "મહારાજ બધા તો બોલ્યા રાખે તમે તમારે હરી ભજન કરો."

   પરંતુ , ચોથી એ એકદમ સાચી વાત કરી.
 "મહારાજ , તમે બધું છોડ્યું પણ તમારું ચિત્ત ન છોડ્યું. નહિતર આ લોકો ની વાત માં ધ્યાન ન આપત."

સાચી વાત છે ને !!!

લોકો આપણું અપમાન કરવા નિંદા કરવા દ્વેષ કરવા ઉતારી પાડવા હંમેશા તૈયાર જ હોય છે.

∆  ઊંચે જોઈને ચાલો તો કહેશે કે ,  અભિમાની છે.

∆ નીચું જોઈને ચાલો તો કહેશે કે , જાણે મોટો લાટ સાહેબ હોય એમ કોઈ સામે જોતો નથી.

∆ આંખ બંધ રાખી બેસો ,  તો  કહેશે કે દુનિયા સાથે લેવા દેવા નથી.

∆  બધે જોયા રાખશો તો કહેશે કે ચકળ વકળ જોયા રાખે છે. નજર કેવી છે , જો તો....

 ∆  આંખ ફોડી નાખો તો કહેશે કે , જો અંતે કર્મો ની સજા ભોગવી.

          લોકો ને તમે પહોંચી શકતાં નથી.માટે કોઇ ના પ્રમાણપત્ર ની પરવા  વગર બસ સારા કર્મ  કરતા રહો એજ સાચી સમાજ સેવા છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.

જામફળ : શિયાળાનું અમૃતફળ