Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.  હંમેશા ઓરડાના તાપમાને પાણી ધીમે ધીમે પીવો.  ઠંડું કે બરફનું પાણી પીવાનું ટાળો!  હાલમાં, મલેશિયા, ઇન્ડોનેશિયા, સિંગાપોર અને અન્ય દેશો "ગરમીની લહેર" અનુભવી રહ્યા છે.  આ શું કરવું અને ન કરવું:    1. *ડોક્ટરો સલાહ આપે છે કે જ્યારે તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે ત્યારે ખૂબ ઠંડુ પાણી ન પીવો, કારણ કે આપણી નાની રક્તવાહિનીઓ ફાટી શકે છે.*  એવું નોંધવામાં આવ્યું કે એક ડૉક્ટરનો મિત્ર ખૂબ જ ગરમ દિવસથી ઘરે આવ્યો - તેને ખૂબ પરસેવો થઈ રહ્યો હતો અને તે ઝડપથી પોતાને ઠંડુ કરવા માંગતો હતો - તેણે તરત જ ઠંડા પાણીથી તેના પગ ધોયા... અચાનક, તે ભાંગી પડ્યો અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.    2. જ્યારે બહાર ગરમી 38 ° સે સુધી પહોંચે અને જ્યારે તમે ઘરે આવો, ત્યારે ઠંડુ પાણી ન પીવો - ધીમે ધીમે માત્ર ગરમ પાણી પીવો.  જો તમારા હાથ કે પગ તડકામાં હોય તો તરત જ ધોશો નહીં. ધોવા અથવા સ્નાન કરતા પહેલા ઓછામાં ઓછા અડધો કલાક રાહ જુઓ.    3. કોઈ વ્યક્તિ ગરમીથી ઠંડક મેળવવા માંગતો હતો અને તરત જ સ્નાન કર્યું. સ્નાન કર્યા પછી, વ્યક્તિને સખત

આજકાલ ભાગદોડની લાઈફમાં શાંતિ વાળી ઊંઘ માટે આટલું કરો

આજકાલ ભાગદોડની લાઈફમાં લોકો પાસે બીજા માટે તો નહિ જ, પરંતુ પોતાના માટે પણ સમય નથી હોતો. સમયની સાથે ભાગતા-ભાગતા લોકો પોતાને સમય આપવાનું જાણે ભૂલી ગયા છે.કોઈને ઓફિસનું પ્રેશર છે, તો કોઈને અભ્યાસનું. કોઈ ઘરની ચિંતાઓથઈ ઘેરાયેલું છે, તો કોઈને સંબંધ ટકાવવાનુ ટેન્શન. કોઈના મગજમાં દરેક વખતે માત્ર કરિયરની જ વાતો ચાલતી હોય છે, તો કોઈ બસ ઘરના કામોમાં જ ફસાયેલુ રહે છે. આવી અનેક બાબતો એવી છે, જેને લઈને દુનિયામાં દરેકકોઈ ટેન્શનમાં છે. આ તણાવથી મુક્તિ મેળવવા માટે દરેક કોઈ પ્રયાસો તો કરે છે, પણ બધા સફળ નથી થતા.કેટલાક લોકો દવાઓ ખાય છે, તો કેટલાક સમસ્યાઓથી દૂર ભાગે છે. પરંતુ આજે અમે તમને આ સમસ્યાનુ એકદમ સરળ સોલ્યુશન આપીશું.જો તમને તણાવથી મુક્તિ જોઈતી હોય અને તમારી શાંતિવાળી ઊંઘ પાછી જોઈતી હોય તો તેના માટે એક બહુ જ સરળ રસ્તો છે. આ રીત અપનાવીને તમારો તણાવ ચપટી વગાડતા ગાયબ થઈ જશે.આ માટે જરૂરી છે તમાલપત્ર. હા, તમાલપત્ર દરેક કિચનમાં આસાનથી ઉપલબ્ધ થઈ રહે છે. તે તમારા તણાવને દૂર કરવામાં મોટી મદદ કરશે. તમાલપત્ર માત્ર 5 મિનીટમાં તમારો તણાવ દૂર કરવાની ક્ષમતા રાખે છે.એક રશિયન સ્ટડીમા આ વાતનો ખુલાસો થયો છે કે, તમાલપત્ર તણાવ દૂર કરવા માટે બહુ જ ફાયદાકારક સાબિત થાય છે. આ કારણે જ, તમાલપત્રને અરોમાથેરેપી માટે ઉપયોગમાં લેવાય છે.આ ઉપરાંત તમાલપત્ર ત્વચા સંબંધી બીમારીઓ તથા શ્વાસ સંબંધી સમસ્યાઓને પણ દૂર કરવામાં લાભકારી છે.આ માટે તમારે એક વાડકીમાં તમાલપત્ર લેવું. વાડકીમા રહેલા તમાલપત્રને બાળી દો. હવે તેને 15 મિનીટ માટે રૂમની અંદર રાખી લો, જેથી તેની સુવાસ રૂમમાં સારી રીતે ફેલાઈ જશે. રૂમમાં બારી-દરવાજા બંધ રાખજો. થોડા જ સમયમાં તમને રૂમમાં બહુ જ સુકુનભર્યો પોઝીટિવ માહોલ લાગશે.તમાલપત્રની હવા તમારા શ્વાસમાં જવાથી તમે બહુ જ સારું અનુભવશો. હવે તમારા રૂમનું વાતાવરણ બહુ જ શાંતભર્યું લાગશે અને તમારો સ્ટ્રેસ ધીરે ધીરે ઓછો થવા લાગશે. તો હવે જો તમને શાંતિવાળી ઊંઘ જોઈએ છે, તો તમારે બધા તણાવને ભૂલીને શાંતિવાળી ઊંઘ લેવી જોઈએ. રૂમમા તમાલપત્ર બાળીને રાખી લો, તેના બાદ શાંતિવાળી ઊંઘ લો.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.

જામફળ : શિયાળાનું અમૃતફળ