ભાઈ મને ઓળખ્યો હું આંબળુ

એક આમળાની આકાશવાણી થઇ.  હું આમળું, ઓળખ્યું ? ગોળ, લીલું ખુબ જ ખાટ્ટૂ લાગે ઈ.  મને English માં Indian gooseberry કહે છે. મેં કોઈ દિ ઘુસ લીધી નથી તોય Gooseberry કેમ ક્યે છે આ ધોળિયાઓ ?? ભારતના રૂષી મુનિઓ એ મને આયુર્વેદ માં પહેલા સૌથી પાંચ મહત્ત્વનાં ઔષધમાં સ્થાન આપ્યું છે. હા, એ વાત અલગ છે કે આજ કાલ મારો ઉપયોગ માત્ર Hair Oil બનાવવા તરીકે થાય છે !!  આ માથાના વાળે બહુ તપ કરી ને વરદાન માગ્યું લાગે છે કે આમળું ખાલી મારી જ સેવા કરે !! મનુષ્ય મારે તમને કેવું છે કે મારી સેવાનો લાભ માત્ર વાળ સુધી જ સીમિત નથી, પણ હું તમારા આખા શરીરની સેવા કરી શકું તેમ છુ ! પેહલા તો મને જાણો - 1. તમને એમ લાગે કે હું તુરુ અને ખાટું છુ, Right ? પણ તમારી અજ્ઞાનતા દુર કરી દવ.  મારા મા સ્વાદના છ એ છ રસ છે એટલે કે તીખા, ખાટા, તુરા, મીઠા, ખારા, કડવા !! 2. મારા મા 445 mg થી 650 mg પ્રતિ 100g Vitamin C હોય છે ! જે orange માં હોય એના કરતા 20 ગણું વધારે છે.  3. ભારત માંથી હું દર વરસે 25000 MT બીજા દેશોમાં જાવ છુ. 4. હું શિયાળામાં જ તમને મળી શકું છું.  5. હું ત્રણેય દોષ વાત, કફ અને પિત ને સંતુલિત ...

માછલીને લોટની ગોળી ખવડાવવાથી શું ખરેખર પુણ્ય મળે? પ્રકૃતિ પર પ્રશ્નાર્થ?

માછલીને લોટની ગોળી ખવડાવવાથી શું ખરેખર પુણ્ય મળે? પ્રકૃતિ પર પ્રશ્નાર્થ?
આજકાલ જીવદયાના નામે ઘણી ન કરવાની પ્રવૃતિઓ થાય છે અને ભોળા લોકો પાસે કરાવવામાં આવે છે. સમાજમાં રહેતા ભોળા લોકો આવી વાતમાં ભોળવાઈને આંધળું અનુકારણ કરતાં સહેજ પણ નથી વિચારતા. પરંતુ એ જીવને આ બધુ ખવડાવવાથી શું નુકશાન થાય છે, તે અંગે આપણે ક્યારેય વિચાર કર્યો? નહીં..!! કારણ આપણને પૂણ્ય જોઈએ છે, ભલેને પછી એ પાપ થઈને મળે, ખરું ને!
ઘણી બધી એવી બાબતો હશે, જે કરતાં પહેલા આપણે પાંચસો વાર વિચાર કરતાં હોઈશું, પણ પાપ-પુણ્ય કે આપણાં લાભની વાત આવે એટલે કોઈપણ ખરાઈ કર્યા વગર આપણે અનુકરણ કરવા માંડીએ છીએ. પરંતુ આવું ન કરતાં, પહેલા આપણે હકીકત પણ જાણવી જોઈએ. પાણીમાં વિચરતી માછલીનો સાચો ખોરાક નાના જંતુઓ અને સેવાળ છે, જ્યારે આવી માછલીનો શિકાર પાણીમાં રહેતા પક્ષીઓ કરે છે. જે એકબીજા સાથે પરસ્પર જોડાયેલા છે અને એકબીજા પર આધાર રાખે છે.
આપણાં શહેરમાં આવેલા અનેક જળાશયો ઉપર તમે જશો ત્યારે જોશો કે, કેટલાક લોકો જળાશયમાં લોટની ગોળીઓ કે મમરા ઘા કરતાં હોય છે. જેનો ઉદ્દેશ્ય ખરાબ નથી, પરંતુ તેઓ ક્યાંક’ને ક્યાંક જળાશયને દૂષિત કરીને પર્યાવરણને નુકશાન પહોંચાડે છે. તમે કહેશો કે એવું થોડું હોય? તો તમે જ વિચારો કે, આ જળાશયનું પાણી શહેરી વિસ્તારના લોકો શું પીવા માટે ઉપયોગમાં નહીં લેતા હોય?
લોટની ગોળી અને મમરા એ અકુદરતી ખોરાક છે. માછલી આ ખાવા ટેવાય જાય, ત્યારે તે જળાશયમાં ઊગતા સેવાળ અને બીજા જંતુઓનો ખોરાક તરીકે ઉપયોગ કરતી બંધ થઈ જશે. પરિણામે સેવાળ અને બીજા જંતુઓનો ઉપદ્રવ જળાશયમાં વધશે. સેવાળ એ પણ એક પ્રકારની વનસ્પતિ જ છે, તે શ્વાસ લેવા માટે પાણીમાંનો ઓક્સિજન જ વાપરે છે. સેવાળનું પ્રમાણ વધવાથી પાણીમાં રહેલો ઓક્સિજન ઓછો થશે, જેને લીધે માછલીઓને પાણીમાંથી મળતો ઓક્સિજન નહિવત મળતા તે મૃત્યુ પામશે, જેની આડકતરી અસર પર્યાવરણ અને માનવ સૃષ્ટિ પર પણ થશે.
બીજી બાજુ માછલીનો શિકાર કરનારા જળચર પક્ષીઓને ગાંઠિયા ખવડાવી એક નવી આદત પાડી દીધી છે. એ તો ના સમજ જીવ છે, એના શરીરને એ માફક આવશે કે કેમ? એ બાબત એ પક્ષીઓ નહીં સમજી શકે, પરંતુ આપણે તો સમજવું જ પડશે ને. ઈશ્વરે જેને જન્મ આપ્યો છે, તેનું પેટ ભરવાનું એ નહીં ભૂલે. જેથી માનવીને એમાં જીવદયાના નામે ખલેલ પહોંચાડવાનો કોઈ જ અધિકાર નથી…

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પેટ ઘણું ચતુર છે, તમારું ગુલામ તો નથી જ

શું તમે જાણો છો પોપૈયાના બીયા ખાવાથી જડમૂળ થી નાબુદ થશે આ ત્રણ બીમારીઓ

તાંબાના વાસણમાં રાખેલા પાણી પીવાના ફાયદા