ભાઈ મને ઓળખ્યો હું આંબળુ

એક આમળાની આકાશવાણી થઇ.  હું આમળું, ઓળખ્યું ? ગોળ, લીલું ખુબ જ ખાટ્ટૂ લાગે ઈ.  મને English માં Indian gooseberry કહે છે. મેં કોઈ દિ ઘુસ લીધી નથી તોય Gooseberry કેમ ક્યે છે આ ધોળિયાઓ ?? ભારતના રૂષી મુનિઓ એ મને આયુર્વેદ માં પહેલા સૌથી પાંચ મહત્ત્વનાં ઔષધમાં સ્થાન આપ્યું છે. હા, એ વાત અલગ છે કે આજ કાલ મારો ઉપયોગ માત્ર Hair Oil બનાવવા તરીકે થાય છે !!  આ માથાના વાળે બહુ તપ કરી ને વરદાન માગ્યું લાગે છે કે આમળું ખાલી મારી જ સેવા કરે !! મનુષ્ય મારે તમને કેવું છે કે મારી સેવાનો લાભ માત્ર વાળ સુધી જ સીમિત નથી, પણ હું તમારા આખા શરીરની સેવા કરી શકું તેમ છુ ! પેહલા તો મને જાણો - 1. તમને એમ લાગે કે હું તુરુ અને ખાટું છુ, Right ? પણ તમારી અજ્ઞાનતા દુર કરી દવ.  મારા મા સ્વાદના છ એ છ રસ છે એટલે કે તીખા, ખાટા, તુરા, મીઠા, ખારા, કડવા !! 2. મારા મા 445 mg થી 650 mg પ્રતિ 100g Vitamin C હોય છે ! જે orange માં હોય એના કરતા 20 ગણું વધારે છે.  3. ભારત માંથી હું દર વરસે 25000 MT બીજા દેશોમાં જાવ છુ. 4. હું શિયાળામાં જ તમને મળી શકું છું.  5. હું ત્રણેય દોષ વાત, કફ અને પિત ને સંતુલિત ...

ડેંગુના નામે ભય પમાડતા તાવની કેટલીક અનુભૂત તબીબી જાણકારી

છેલ્લા પંદર દિવસથી ચાલતાં ડેંગુના નામે ભય પમાડતા તાવની કેટલીક અનુભૂત તબીબી જાણકારી...

ચૈત્ર અને આસો નવરાત્રી એ ૠતુસંધિકાળ છે અને આ સમયમાં મોટાભાગે વ્યક્તિની રોગપ્રતિકાર શક્તિ થોડીક ઘટે છે અને વાતાવરણમાં થતાં  ફેરફારના કારણે 
વાયરસજન્ય રોગ પ્રબળ બને છે.

 સામાન્ય પણ, અપુરતી સમજ અને અધીરાઇના કારણે  ભયનું વાતાવરણ પેદાં કરનાર,  વાયરસજન્ય રોગના મુખ્ય લક્ષણઓમાં, ઠંડીવાઇને તાવ આવવો, પગ- માથું તથા સમગ્ર શરીર માં કળતર જેવો દુખાવો, પેટમાં દુખાવો તથા ઉબકા આવી ઉલટી થવી, નબળાઇ લાગવી વિગેરે છે.
જે આયુર્વેદિક દ્રષ્ટિકોણથી  વાતપિત્તપ્રકોપ અને કફક્ષય ના લક્ષણો છે... 

ૠતુસંધિકાળમાં થતાં દરેક  प्राकृतज्वर એટલે કે સિઝનલ ફિવરમાં Platelets Counts ઘટે જ છે... 
પણ અપુરતી સમજ અને અધીરાપણાં તથા ભયના કારણે ડેંગુના નામે  સામાન્ય પ્રજા આર્થીક રીતે લુંટાઇ રહી છે... 
આવો જ ભયનો માહોલ સ્વાઇનફલ્યુ કે બર્ડ ફલ્યુ કે ચિકનગુનીયા કે  મેલેરીયા  કે પછી અન્ય કોઇ સિઝનલ ફીવર જન્ય બિમારીમાં દર વર્ષે  આ ઝડપથી ભયભીત થવાવાળી ભાવુકપ્રજાના દેશમાં ઊભો થાય જ છે...

અત્યારે કહેવાતા ડેંગુના નામે સિઝનલ ફિવરમાં શરૂઆત ના ત્રણ દિવસમાં સખત ઠંડી લાગીને સખત તાવ આવે છે માથું દુખે છે, લેબ રીપોર્ટમાં મેલેરીયા નથી આવતો...
ડેંગુ ના કાર્ડમાં NS1 પોઝીટીવ આવે છે તથા WBC 10,000 થી  વધેલા અને Platelets 2,00,000 થી થોડાંક વધુ આવે છે આ ફેઝ માં કોઇ ખાસ દવાની જરૂર રહેતી નથી...

WBC વધેલા છે એ દર્શાવે છે કે શરીરની લિમ્ફોટીક સિસ્ટમ રોગ સામે લડવા સખત મહેનત કરી રહેલ છે.. 

શરીરને આ પરીસ્થિતિમાં મદદ કરવા માટે, દર્દી જો 
નાનું બાળક હોય તો એને गुडुची सत्व 125 mg થી 250 mg સુધી સાદા પાણી કે મધ કે ઘી કે  દૂધ સાથે સવાર સાંજ આપી શકાય છે...  મોટાં દર્દીઓ  માટે તાજી ગળો - गीलोय - गुडूची - Tinospora Cordifolia ના ત્રણ ઇંચ ના ત્રણટૂકડા કચડીને પંદરમીનીટ પાણીમાં ઉકાળી એ ઉકાળાને ગાળી એમાં એકાદ ચમચી ઘી તથા  ડાયાબીટીસની પરેશાની ના હોય તો મધ અથવા ગોળ મેળવીને સવાર-સાંજ પીવા આપી શકાય છે 

આ પ્રયોગ થી ૠતુસંધિકાળમાં ઘટેલ રોગપ્રતિકારક શક્તિ પૂર્વવત્ થઇને  સિઝનલ ફીવરથી મુક્તિ થાય છે... ગળો - गुडूची ને આ વર્ષે રાષ્ટ્રીય ઔષધી પણ જાહેર કરેલ છે...

પપૈયાના પાન  કે અન્ય ઉપાયો આ ફેઝ માં ઘટતાં જતાં Platelets ને રોકવા તથા વધારવા અસમર્થ છે, ઉપરથી પપૈયાના પાનનું કડવાપણું તેમજ પીવાના અણગમાથી ઊલટી તથા પેટમાં કોલીકી પેઇન થાય છે...

આ પ્રથમ ફેઝમાં આઇ.વી.ફલ્યુડસ એટલે કે બાટલા ચડાવવાની કોઇ જરૂરીયાત રહેતી નથી, એનાથી કહેવાતી તાકાત આવતી નથી કે ઝડપથી બિમારી પણ દૂર થતી નથી..

ત્રણ દિવસ પછી પગ - સાથળમાં  સખત દુખાવો રહે છે તાવ નું જોર ઘટે છે, CBC નામના રીપોર્ટ માં વધેલાં WBC  4000 થી થોડાંક વધુ દેખાય છે Platelets 1,25,000 થી થોડાંક વધુ દેખાય છે,  ડેંગુ ના કાર્ડ માં NS1 સાથે IGg  Reactive બતાવે છે...

આ બીજા ફેઝમાં દવાના નામે, દર્દી ને જો તાવ- દુખવો કે ઊલટી જેવું થાય તો જ Paracetamol Domperidon તથા Omeprazole  જરૂરીયાત મુજબ મોઢા દ્વારા આપવી પડે છે, કોઇપણ જાતની એન્ટીબાયોટીકસ કે બાટલા થેરાપીની અહિંયા જરૂરીયાત દર્દીના શરીરને મોટેભાગે રહેતી નથી... 
આ બીજા ફેઝમાં પુષ્કળ પ્રવાહી ખોરાકની જરૂરીયાત રહે છે, એમાં સાકરવાળુ દૂધ, પતલી દાળ,  નાળિયેરનું પાણી, ખાંડ-મીઠાનું પાણી , દરદીની પાચન શક્તિની સાપેક્ષે વારે વારે આપતાં રહેવું જોઇએ...  
નાના બચ્ચાઓમાં દર્દી દ્વારા લેવાતું પ્રવાહી અને ત્યાગ કરતો પેશાબમાં પ્રવાહીનું પ્રમાણ કેટલું અને કેવું રહે છે એના માટે સતર્ક રહેવું જરૂરી છે.

તાવ- કળતર વિગેરેના  છ એક દિવસના અંતે જો  CBC કરાવવામાં આવે તો એમાં WBC 1500 સુધી ઘટેલા અને Platelets 40,000 સુધી ઘટેલા જોવા મળે છે 
આવી સ્થિતીમાં દર્દી મોઢેથી પ્રવાહી ના લઇ શકે તો  આઇ.વી. ફ્લ્યુડ આપવું અનિવાર્ય બને છે.

જો કે મોટાભાગના દરદીઓના પ્લેટેલેટસ આ ફેઝમાં લેવાતાં પ્રવાહી ખોરાક અથવા શરીરને જરૂરીયાત મુજબ નું જે ઔષધિય પ્રવાહી  અપાતા પ્લેટેલેટસ વધવા જ લાગે છે...  

પ્લેટેલેટસ  શરીર પોતે જ પોતાની શક્તિ અને મેકેનીઝથી જાતે જ વધારે છે,  
કહેવાતાં કરતાં  નુસખાથી કે અપાતી જુદી જુદી ચિકિત્સા પદ્ધતિઓની  દવાઓથી જ  પ્લેટેલેટસ વધ્યાં છે એમ  હજુ સુધી  100% ખાતરી પૂર્વકનું સિદ્ધ થયેલ નથી. 

જો કે 30000 થી ઓછા Platelets થાય અને દરદીની શારીરિક સ્થિતી બગડતી જણાય તો અન્યના  લોહીમાંથી પ્લેટેલેટસ કાઢીને દર્દીને ચઢાવવા પડતાં હોય છે,  આ ફેઝ વાસ્તવીક ડેંગુનો છે,  આમાં દરદીના શરીર પર લાલ દાણાં જોવાં મળે છે, કયારેક શરીરના નાક કાન  મૂત્ર - મળદ્વાર, થૂંક- ખાંસી  વિગેરે નિકાસ કરતાં છીદ્રો માંથી લોહી પણ વહે છે...  

જો કે પરમ કૃપાળુ પરમાત્માની દયાથી આ વખતે સિઝનલ ફિવરમાં આવા ભયાવહ ડેંગુનું પ્રમાણ ઘણું નહીવત્ છે...

આપના આસ-પાસમાં પણ પૂછી જોશો તો, પણ અસરગ્રસ્તને માત્ર ગ્લુકોઝના બાટલા જ ચડ્યા હશે મોટાભાગે કોઇને લોહીના કે પ્લેટેલેટસના બાટલા  નહી જ ચડ્યા હોય ...

આ પોસ્ટનો હેતુ માત્ર ભયનું વાતાવરણ શાંત કરવાનો અને પ્રજાની સખત મજુરીની કમાણી, 
માત્ર લોભ અને મોહથી વેડફાતી અટકાવવાનો છે... 

ક્વોલીફાઇડ તબીબ પાસે જ સારવાર કરાવો... 

દરેક વખતે બાટલા કે ડેંગુ કાર્ડથી રીપોર્ટ કરાવવો જરૂરી નથી... 
માત્ર CBC ના રીપોર્ટ થી પણ યોગ્ય નિર્ણય કરી ચિકિત્સા થઇ શકે છે.

સિઝનલ ફીવર અથવા આવા प्राकृत ज्वर મોટાભાગનાઓને ખાસ ઉપદ્રવ કે વિશેષ ઉપાધિ વિના સાત દિવસમાં મટી જ જાય છે.

દવા અને સારવારએ માત્રને માત્ર બિમાર શરીરને બિમારી દૂર કરવા સહાયક થાય છે... 

જગતમાં કોઇ પણ ચિકિત્સા પદ્ધતિનો  તબીબ, 
દરદીનું જીવન - આયુષ્ય વધારી શકતો નથી પણ માત્ર એના બિમાર શરીરને સ્વસ્થ થવા જરૂર પુરતી મદદ કરી શકે છે...

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પેટ ઘણું ચતુર છે, તમારું ગુલામ તો નથી જ

શું તમે જાણો છો પોપૈયાના બીયા ખાવાથી જડમૂળ થી નાબુદ થશે આ ત્રણ બીમારીઓ

તાંબાના વાસણમાં રાખેલા પાણી પીવાના ફાયદા