ભાઈ મને ઓળખ્યો હું આંબળુ

એક આમળાની આકાશવાણી થઇ.  હું આમળું, ઓળખ્યું ? ગોળ, લીલું ખુબ જ ખાટ્ટૂ લાગે ઈ.  મને English માં Indian gooseberry કહે છે. મેં કોઈ દિ ઘુસ લીધી નથી તોય Gooseberry કેમ ક્યે છે આ ધોળિયાઓ ?? ભારતના રૂષી મુનિઓ એ મને આયુર્વેદ માં પહેલા સૌથી પાંચ મહત્ત્વનાં ઔષધમાં સ્થાન આપ્યું છે. હા, એ વાત અલગ છે કે આજ કાલ મારો ઉપયોગ માત્ર Hair Oil બનાવવા તરીકે થાય છે !!  આ માથાના વાળે બહુ તપ કરી ને વરદાન માગ્યું લાગે છે કે આમળું ખાલી મારી જ સેવા કરે !! મનુષ્ય મારે તમને કેવું છે કે મારી સેવાનો લાભ માત્ર વાળ સુધી જ સીમિત નથી, પણ હું તમારા આખા શરીરની સેવા કરી શકું તેમ છુ ! પેહલા તો મને જાણો - 1. તમને એમ લાગે કે હું તુરુ અને ખાટું છુ, Right ? પણ તમારી અજ્ઞાનતા દુર કરી દવ.  મારા મા સ્વાદના છ એ છ રસ છે એટલે કે તીખા, ખાટા, તુરા, મીઠા, ખારા, કડવા !! 2. મારા મા 445 mg થી 650 mg પ્રતિ 100g Vitamin C હોય છે ! જે orange માં હોય એના કરતા 20 ગણું વધારે છે.  3. ભારત માંથી હું દર વરસે 25000 MT બીજા દેશોમાં જાવ છુ. 4. હું શિયાળામાં જ તમને મળી શકું છું.  5. હું ત્રણેય દોષ વાત, કફ અને પિત ને સંતુલિત ...

પપૈયા ખાવાથી થતાં લાભ જાણીને હેરાન

પપૈયા ખાવાથી થતાં લાભ જાણીને હેરાન થઈ જશો.આયુર્વેદ શાસ્ત્ર અનુસાર પપૈયાને માત્ર એક ફળ જ માનવામાં નથી આવતુ, પરંતુ પપૈયાને એક સર્વશ્રેષ્ઠ ઔષધિ માનવામાં આવે છે. કેમકે પપૈયાં આ સમગ્ર ઝાડની અંદર તથા તેની અંદર અમુક એવા ગુણો છે કે જે તમારા શરીરને અનેક રીતે ફાયદાકારક સાબિત થાય છે. અને તે તમારા શરીરના અનેક પ્રકારના રોગોને દૂર કરવામાં ઉપયોગી સાબિત થાય છે. પપૈયું કાચું હોય કે પાકું બંને રીતે આપણા શરીરને ખૂબ ફાયદાકારક સાબિત થતું હોય છે, કેમકે પપૈયાં ની અંદર રહેલા વિટામીન્સ અને મીનરલ્સ તમારા શરીરને કાયમી માટે સ્વસ્થ રાખવામાં મદદરૂપ સાબિત થાય છે.પપૈયા ની અંદર ભરપૂર માત્રામાં પપેન નામનું પદાર્થ મળી રહે છે. જે તમે ખાધેલો ખોરાક પચાવવામાં ખુબ મદદરૂપ સાબિત થાય છે. અને આથી જ પપૈયાનું સેવન કરવાના કારણે તમારું પાચનતંત્ર વધુ મજબૂત બને છે અને જેથી કરીને તમારા શરીરની કેટલી બીમારીઓ દુર રહે છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ પપૈયાનું સેવન કરવાના કારણે થતા અમુક ફાયદાઓ વિશે.પપૈયા ની અંદર ભરપૂર માત્રામાં વિટામિન હોય છે અને આથી જ તેનું સેવન કરવાના કારણે તમારી આંખોને લગતી દરેક સમસ્યાઓ દૂર થાય છે અને તમારી આંખોની રોશની વધુ મજબૂત બને.પપૈયા ની અંદર અમુક એવા પોષક તત્વો હોય છે કે તેનું સેવન કરવાના કારણે તમારું પાચનતંત્ર વધુ મજબૂત બને છે. અને તેને કારણે તમે ખાધેલો ખોરાક ખૂબ આસાનીથી પચી જાય છે જેથી કરીને તેમને ગેસ અને અપચા જેવી સમસ્યાઓમાંથી છુટકારો મળે છે.આયુર્વેદ શાસ્ત્ર અનુસાર પપૈયાને રેચક માનવામાં આવે છે. અને આથી જ પપૈયાનું સેવન કરવાના કારણે તમને જૂનામાં જૂના કબજિયાતની સમસ્યા હોય તો તે પણ દૂર થઈ જાય છે અને તમારી પાચનશક્તિ મજબૂત બને છે.નાના બાળકોના સર્વાંગી વિકાસ માટે પપૈયાને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. કેમકે પપૈયાં ની અંદર રહેલાં પોષક તત્વો તમારા બાળકના વિકાસ માટે સૌથી વધુ ઉપયોગી સાબિત થાય છે.પપૈયા ની અંદર ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ અને વિટામીન-એ તથા વિટામિન સી હોય છે. જે તમારા શરીરની અંદર જામેલ વધારાના કોલેસ્ટ્રોલને દૂર કરે છે અને આથી તમને અને ને લગતી દરેક સમસ્યાઓમાં રાહત મળે છે.પપૈયાનું સેવન કરવાના કારણે તમારા પાચનતંત્ર સાફ થઈ જાય છે. અને તેની અંદર જામેલો જૂનો કચરો દૂર થઈ જાય છે અને આથી તમારું પાચનતંત્ર વધુ કાર્યક્ષમ બને છે, અને તમારું પાચનતંત્ર વધુ મજબૂત બને છે.પપૈયા નો છુંદો કરી અને તેના દ્વારા તમારા ચહેરાને સાફ કરવામાં આવે તો તેના કારણે તમારા ચહેરા ઉપર રહેલા બ્લેકહેડ પણ દૂર થઈ જાય છે. અને સાથે-સાથે ખીલના ડાઘ પણ દૂર થઈ જાય છે અને ત્વચા એકદમ ચમકદાર બની જાય છે.પપૈયાનું સેવન કરવાના કારણે તમારા શરીરની અંદર અમુક એવા પોષક તત્વો ઉત્પન્ન થાય છે. જે તમારા શરીરમાં કોઈ પણ જગ્યાએ કેન્સરની ગાંઠ હોય તો તે કેન્સરના કોષોને વધતા અટકાવે છે અને તમને કેન્સરની સમસ્યામાંથી રાહત અપાવે.પપૈયાનું સેવન કરવાના કારણે તમારું લીવર વધુ મજબૂત બને છે. અને લીવરમાં કોઈપણ જાતની સમસ્યા હોય તો તે દૂર થઈ જાય છે.પપૈયા ના બીજ ને વાટી અને તેનું સેવન કરવાના કારણે તમારા શરીરની અંદર કોઈપણ જાતના કૃમિ અથવા તો પેટ માં કોઈપણ જાતના કૃમિ થયા હોય તો તે દૂર થઈ જાય છે. અને નાના બાળકોને કૃમિની સમસ્યા માંથી છુટકારો મળે છે.પપૈયા ની અંદર ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે. અને આથી તેનું સેવન કરવાના કારણે તમારા શરીરની અંદર વધતી જતી ઉંમર ના નિશાન દૂર થઈ જાય છે. અને તમારી ત્વચા એકદમ ચમકદાર અને ટાઇટ બની રહે છે.પપૈયાનુ સેવન કરવાના કારણે તમારા શરીરમાં ભરપૂર માત્રામાં આયન મળી રહે છે. જે તમારા શરીરમાં નવું લોહી બનાવે છે જેથી કરીને તમારા શરીરમાં લોહીની ઉણપ હોય અથવા તો હિમોગ્લોબિનની કમી હોય તો તે પણ દૂર થઇ જાય છે.પપૈયાનું સેવન કરવાના કારણે તમારા શરીરની અંદર જામેલી વધારાની ચરબી દૂર થઈ જાય છે. અને આથી જો તમને મોટાપા ની સમસ્યા હોય તો તે પણ દૂર થઈ જાય છે. અને સાથે સાથે વજન ઘટાડવા માટે જો તમે ડાયટ કરી રહ્યાં હોય તો તેના માટે પણ પપૈયુ સર્વશ્રેષ્ઠ સાબિત થાય છે.જો કોઈ પણ વ્યક્તિને હરસ ની સમસ્યા થઇ હોય તેવા વ્યક્તિઓ જો પપૈયાના ઝાડનું દૂધ હરસ ના મસા ઉપર લગાવે તો તેના કારણે તે મસા તરત સુકાઈ જાય છે અને વ્યક્તિને હરસની સમસ્યામાં થી છુટકારો મળે છે.પપૈયાના પાનનો રસ જો ડેન્ગ્યુના દર્દીને પાવામાં આવે તેના કારણે તેના શરીરના પ્લેટલેટ કાઉન્ટ માં વધારો થાય છે અને તેને ડેન્ગ્યુની સમસ્યામાંથી છુટકારો મળે છે.સાંધાના દુખાવામાં જો પપૈયાના પાનના રસનું સેવન કરવામાં આવે તો તેના કારણે કોઈપણ પ્રકારની સાંધાના દુખાવાની સમસ્યા દૂર થઈ જાય છે.આમ પપૈયાનું સેવન તમારા સ્વાસ્થ્ય માટે સર્વશ્રેષ્ઠ સાબિત થાય છે. અને આથી જ આયુર્વેદ શાસ્ત્ર ની અંદર પપૈયા ના ઝાડ ને સર્વ શ્રેષ્ઠ ઔષધ માનવામાં આવ્યું છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પેટ ઘણું ચતુર છે, તમારું ગુલામ તો નથી જ

શું તમે જાણો છો પોપૈયાના બીયા ખાવાથી જડમૂળ થી નાબુદ થશે આ ત્રણ બીમારીઓ

તાંબાના વાસણમાં રાખેલા પાણી પીવાના ફાયદા