Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.  હંમેશા ઓરડાના તાપમાને પાણી ધીમે ધીમે પીવો.  ઠંડું કે બરફનું પાણી પીવાનું ટાળો!  હાલમાં, મલેશિયા, ઇન્ડોનેશિયા, સિંગાપોર અને અન્ય દેશો "ગરમીની લહેર" અનુભવી રહ્યા છે.  આ શું કરવું અને ન કરવું:    1. *ડોક્ટરો સલાહ આપે છે કે જ્યારે તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે ત્યારે ખૂબ ઠંડુ પાણી ન પીવો, કારણ કે આપણી નાની રક્તવાહિનીઓ ફાટી શકે છે.*  એવું નોંધવામાં આવ્યું કે એક ડૉક્ટરનો મિત્ર ખૂબ જ ગરમ દિવસથી ઘરે આવ્યો - તેને ખૂબ પરસેવો થઈ રહ્યો હતો અને તે ઝડપથી પોતાને ઠંડુ કરવા માંગતો હતો - તેણે તરત જ ઠંડા પાણીથી તેના પગ ધોયા... અચાનક, તે ભાંગી પડ્યો અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.    2. જ્યારે બહાર ગરમી 38 ° સે સુધી પહોંચે અને જ્યારે તમે ઘરે આવો, ત્યારે ઠંડુ પાણી ન પીવો - ધીમે ધીમે માત્ર ગરમ પાણી પીવો.  જો તમારા હાથ કે પગ તડકામાં હોય તો તરત જ ધોશો નહીં. ધોવા અથવા સ્નાન કરતા પહેલા ઓછામાં ઓછા અડધો કલાક રાહ જુઓ.    3. કોઈ વ્યક્તિ ગરમીથી ઠંડક મેળવવા માંગતો હતો અને તરત જ સ્નાન કર્યું. સ્નાન કર્યા પછી, વ્યક્તિને સખત

જાણો કયા દિવસે કઈ દાળ ખાવી જોઈએ

જાણો કયા દિવસે કઈ દાળ ખાવી જોઈએ, જેથી હંમેશા આપને સ્વાસ્થ્ય, બુદ્ધિ અને ધનલાભ રહે…દાળ કોઈપણ હોય, દરેક દાળ અને કઠોળ આપણાં સ્વાસ્થ્ય માટે બહુ જ ફાયદાકારક છે. તેમાંય જો શાકાહારી વ્યક્તિ હોય તેમના માટે પ્રોટીનની માત્રા પૂરતા પ્રમાણમાં મેળવવા માટે દાળ જ સૌથી શ્રેષ્ઠ માધ્યમ છે. તેમાંથી સૌથી વધુ માત્રામાં શરીરને જોઈતું પ્રોટીન, કેલ્શિયમ અને અન્ય જરૂરી વિટામિન અને મિનરલ્સ મળી રહે છે. પરંતુ જો તમે દરરોજ તમારા ભોજનમાં તેને લેવાનું રાખો તો તે તમારા માટે વધુ ફાયદાકારક હોઈ શકે છે. આનાથી તમારા સ્વાસ્થ્ય પર સારી અસર થશે, એટલું જ નહીં પરંતુ દાળ સંબંધિત કેટલીક કાળજી રાખશો તો તે તમારી બૌદ્ધિક ક્ષમતા અને ધનલાભ વિશેની બાબતો પર પણ સારી અસર કરશે..તમે જો તમારી ખાણીપીણીનું ધ્યાન દિવસના હિસાબે અને વારને અનુસરીને કરશો તો ખૂબ લાભદાયી થશે. આવો જાણીએ, કયા વારે કઈ દાળ ખાવી જોઈએ. જેથી તમારા જીવનમાં સુખ, સંમૃદ્ધિ અને ધનલાભ થાય.રવિવારરવિવારે સૌ કોઈ પોતાના ઘરમાં ખૂબ આરામથી જમવાનું બનાવવા ઇચ્છે છે અને નિરાંતે જમવા બેસે છે. લોકો રવિવારે ફિસ્ટ બનાવીને એ બધું જ જમવા ઇચ્છે છે, જે તે આખું અઠવાડિયું નથી ખાઈ શકતાં. પરંતુ એક રવિવારે તમે એક વાતને ધ્યાનમાં જરૂર લઈ શકો કે બ્રહ્મવૈવર્ત પુરાણ મુજબ રવિવારે દાળ, આદુ અને લાલ રંગના શાક ન ખાવા જોઈએ. રવિવારે ચણાની દાળ અને મગની દાળ ખાવી શુભ માનવામાં આવે છે.એક માન્યતા મુજબ સોમવારે અડદની દાળ અથવા તો તૂરની દાળ ખાવી જોઈએ. જે તમારા સ્વાસ્થ્ય માટે સારું છે. અને ભાગ્ય વર્ધક પણ છે.જો તમે તમારા મંગળવારને શુભ અને મંગળમય બનાવવા ઇચ્છો છો તો તમે મંગળવારે મસૂરની દાળ ભોજનમાં લેવાનું ન ભૂલશો. તેને આ દિવસે લેવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.બુધવારે ભારતીય સંસ્કૃતિમાં માનનારા તમામ પરિવારોમાં મગ કે મગની દાળ બનતી હોય છે. બુધવારે બુધ સાથે સંબંધિત મૂંગી દાળનું સેવન કરવું બહુ શુભ માનવામાં આવે છે, ખાસ કરીને છાલવાળી મગની દાળ આરોગ્ય, બુદ્ધિ અને ધનલાભની દ્રષ્ટિએ અતિ સુખદ છે.ગુરુવારે અનેક લોકો ચણાની દાળ બનાવવાનું પસંદ કરે છે. તેની પાછળનું એક કારણ એ છે કે ગુરુવારે ચણાની દાળ અથવા તેમાં દુધી કે કોબી કે અન્ય શાક નાખીને બનાવવાથી અને તેને ભોજનમાં ખાવાથી ગુરુના શુભ ફળમાં વધારો થાય છે એવી માન્યતા છે.એવું માનવામાં આવે છે કે શુક્રવારે મગ અને કળથીની દાળનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે. એક માન્યતા મુજબ શુક્રવારે ચણાની દાળનું સેવન કરવાથી જેમને ગુરુ ગ્રહ બળવાન કરવો હોય તેમને માટે સારું માનવામાં આવતું નથી. તેથી શુક્રવારે ચણાની દાળ ન ખાવી જોઈએ. હા, કાળા ચણા કે છોલે જરૂર ખાઈ શકાય છે.હનુમાનજી અને શનિ મહારાજના આધિપતિ વારને દિને ભારતીય દરેક ઘરમાં એક દાળ એવી છે જે જરૂર બને છે. અને તે છે, કાળી અડદની દાળ. આ સિવાય શનિવારે સુકા વટાણા અને તૂવેરની દાળ ખાવાથી ફાયદો થાય છે.દરેક વાર મુજબ ભોજનમાં તમે કયા દિવસે કઈ દાળ ખાવી જોઈએ એનું લિસ્ટ બનાવી લો અને તે મુજબ આખા અઠવાડિયાનું ટાઈમ ટેબલ બનાવી લેવું જોઈએ. આ મુજબ ભોજન કરવાથી તમને બૌધિક અને આર્થિક લાભ જરૂર થશે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.

જામફળ : શિયાળાનું અમૃતફળ