Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.  હંમેશા ઓરડાના તાપમાને પાણી ધીમે ધીમે પીવો.  ઠંડું કે બરફનું પાણી પીવાનું ટાળો!  હાલમાં, મલેશિયા, ઇન્ડોનેશિયા, સિંગાપોર અને અન્ય દેશો "ગરમીની લહેર" અનુભવી રહ્યા છે.  આ શું કરવું અને ન કરવું:    1. *ડોક્ટરો સલાહ આપે છે કે જ્યારે તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે ત્યારે ખૂબ ઠંડુ પાણી ન પીવો, કારણ કે આપણી નાની રક્તવાહિનીઓ ફાટી શકે છે.*  એવું નોંધવામાં આવ્યું કે એક ડૉક્ટરનો મિત્ર ખૂબ જ ગરમ દિવસથી ઘરે આવ્યો - તેને ખૂબ પરસેવો થઈ રહ્યો હતો અને તે ઝડપથી પોતાને ઠંડુ કરવા માંગતો હતો - તેણે તરત જ ઠંડા પાણીથી તેના પગ ધોયા... અચાનક, તે ભાંગી પડ્યો અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.    2. જ્યારે બહાર ગરમી 38 ° સે સુધી પહોંચે અને જ્યારે તમે ઘરે આવો, ત્યારે ઠંડુ પાણી ન પીવો - ધીમે ધીમે માત્ર ગરમ પાણી પીવો.  જો તમારા હાથ કે પગ તડકામાં હોય તો તરત જ ધોશો નહીં. ધોવા અથવા સ્નાન કરતા પહેલા ઓછામાં ઓછા અડધો કલાક રાહ જુઓ.    3. કોઈ વ્યક્તિ ગરમીથી ઠંડક મેળવવા માંગતો હતો અને તરત જ સ્નાન કર્યું. સ્નાન કર્યા પછી, વ્યક્તિને સખત

આ રીતે શરીર પરના મસાને કરો જડમૂળમાંથી દુર, અપનાવો કુદરતી ઉપાય

આ રીતે શરીર પરના મસાને કરો જડમૂળમાંથી દુર, અપનાવો કુદરતી ઉપાય. શેર જરૂર કરજો.મિત્રો આપણા ખોરાક આજકાલ ખુબ જ દિવસેને દિવસે ખુબ જ ખરાબ થઇ રહી છે. કેમ કે આજે લોકો સાત્વિક ખોરાક કરતા તામસી ખોરાક વધારે પસંદ કરે છે. તામસી ખોરાક આપણા શરીરમાં ઘણા પ્રકારે નુકશાન કરે છે. સાથે સાથે તેની અસર આપણા મગજ પર પણ પડે છે. પરંતુ આવા ખોરાક આપણને શારીરિક રીતે ઘણી સમસ્યાઓ આપે છે. તેમાંની એક સમસ્યા છે શરીર પરના મસા. સામાન્ય રીતે શરીર પરના મસા આપણને પહેલા નડતરરૂપ ન લાગે. પરંતુ સમય જતા તે આપણને અણગમો લાગવા લાગે છે.શરીર પર થતા મસા નાના દાણા જેવા હોય છે, અને તેને અડવાથી કોઈ દુઃખાવો કે સમસ્યા નથી થતી. પરંતુ તે આપણા શરીરની ચામડીની સમસ્યા છે એવું પ્રતીત થાય છે. એક મસા બાદ અન્ય મસાઓ પણ ફૂટી નીકળતા હોય છે. મોટા ભાગે આપણા શરીરમાં મસા  ડોક અથવા ખભાના ભાગે જોવા મળે છે. મસા ઘણી વાર મોટા પણ થઇ જતા હોય છે અને તેને કઢાવવા પણ પડતા હોય છે. મસા થવાનું મુખ્ય કારણ છે હ્યુમન પેપીલોમાં વાયરસ. જે લોકોમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે તેણે હ્યુમન પેપીલોમાં વાયરસ વધુ અસર કરે છે.તો આજે અમે તમને આ લેખમાં જણાવશું અમુક ઘરેલું ઉપાય, જે મસા કાઢવા માટે ખુબ જ સારા ઉપાય છે. જે ખુબ જ આસાની સાથે મસાણે દુર કરી નાખશે. તો ચાલો જાણીએ શું છે એ ઘરેલું ઉપાય, જેનાથી મસા દુર થઇ જાય.સૌથી પહેલા છે ગ્રીન એપલ : મિત્રો સફરજન તો બધા જ લોકો ખાતા હોય છે, પરંતુ ગ્રીન કલરના સફરજન ખુબ જ ઓછા લોકો ખાતા હોય છે. ગ્રીન એપલ સ્વાદમાં થોડા ખટાશ વાળા હોય છે. તેમાં રહેલી ખટાશના કારણે ધીમે ધીમે તે મસાણે ઓગાળી નાખે છે. ગ્રીન સફરજનના ટુકડાને જો મસા પર દિવસમાં બેથી ત્રણ વાર ઘસવામાં આવે તો મસા દુર આપમેળે નીકળવા લાગે છે.લીંબુનો રસ : ગ્રીન એપલની જેમ લીંબુમાં પણ એસીડીક પ્રમાણ વધારે હોય છે. માટે જો મસા પર લીંબુનો રસ લગાવવામાં આવે તો પણ ધીમે ધીમે શરીર પરથી મસા દુર થઇ જાય છે. લીંબુનો રસ જો મસા પર લગાવવામાં આવે તો ધીમે ધીમે મસા સુકાય જાય છે અને ખરવા લાગે છે.ડુંગળીનો રસ :  આમ તો ડુંગળી ગણી રીતે આયુર્વેદિક દવામાં ઉપયોગી છે. પરંતુ તેમાં એન્ટિઓક્સિડન્ટ તત્વ રહેલા હોય છે જેના કારણે તે મસા માટે અસરકારક દવા માનવામાં આવે છે. સૌથી પહેલા ડુંગળીની સ્લાઈડ્સ કરી લેવાની અને તેના પર મીઠું નાખવાનું. ત્યાર બાદ તેને થોડા કલાક પડ્યું રહેવા દેવાનું. ત્યાર બાદ તેમાંથી રસ નીકળી ગયો હશે, જે આપણા શરીર પરના મસા આ પ્રયોગથી એક અઠવાડિયું સુધી કરો. બધા જ મસા ધીમે ધીમે નીકળી જાય છે.લસણ : લસણ હૃદય માટે પણ ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. પરંતુ તે મસાની સમસ્યામાં પણ ખુબ જ ગણકારી રહે છે. તેના માટે લસણને વાટી  નાખવાનું અને તેની પેસ્ટને મસા પર લગાવવામાં આવે તો મસા થોડા જ દિવસમાં ખરવા લાગે છે.બટેટાનો રસ : મિત્રો બટેટાનો રસ આપણા સ્વાસ્થ્ય માટે ગુણકારી હોય છે. પરંતુ તે મસાને પણ દુર કરે છે. સાત મિનીટ સુધી બટેટાના રસને આપણા શરીર રહેલા મસા પર દિવસમાં બે થી ત્રણ વાર ઘસવો જોઈએ. ધીમે ધીમે મસા કોરા પડી જશે અને ખરવા લાગશે. સાથે સાથે બટેટાનો રસ આપણા શરીર પરના અન્ય દાગને પણ દુર કરે છે અને ત્વચામાં ચમક આપે છે.બેકિંગ સોડા અને લીમડાનું તેલ : બેકિંગ સોડાથી આપણા શરીરમાંથી બધા જ મસા દુર કરી શકાય છે. એક ચમચી લીમડાનું તેલ લેવાનું અને તેની અંદર અડધાથી પણ અડધી ચમચી બેકિંગ સોડા નાખવાના અને એક પેસ્ટ બનાવવાની. પેસ્ટને મસા પર લગાવવાની અને તેના પર પટ્ટી લગાવી દેવાની. આ પ્રયોગ પાંચ દિવસ કરવામાં આવે તો મસા આસાનીથી ખરી જશે.કેળાની છાલ : કેળાની છાલનો અંદરનો ભાગ મસા પર ઘસવામાં આવે તો થોડા જ દિવસોની અંદર મસા ખરવા લાગે છે.ત્યાર બાદ છે નેઇલ પોલીશ : નખને સુંદર અને આકર્ષક બનાવતી નેઇલ પોલીશથી પણ મસા દુર થાય છે. નેઇલ પોલીશને મસા પર લગાવી દેવાની અને તેને સુકાવા દેવાનું. ગયા બાદ તેને સાફ કરી લેવાનું અને થોડા દિવસ આ પ્રયોગ કરવામાં આવે એટલે મસા આપમેળે ખરી જશે.આ બધા ઉપાયો ઘરેલું છે, પરંતુ જો મસામાંથી કોઈ પ્રવાહી અથવા લોહી નીકળે તો તરત જ ચામડીના ડોક્ટરની સલાહ લો. કેમ કે ઘણી વાર રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાના કારણે પણ આપણને મસાની સમસ્યા થઇ શકે છે. તેમજ આ બધા ઉપાયો પહેલા ડોક્ટરની સલાહ લેશો તો ખુબ અસરકારક રહેશે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.

જામફળ : શિયાળાનું અમૃતફળ