ભાઈ મને ઓળખ્યો હું આંબળુ

એક આમળાની આકાશવાણી થઇ.  હું આમળું, ઓળખ્યું ? ગોળ, લીલું ખુબ જ ખાટ્ટૂ લાગે ઈ.  મને English માં Indian gooseberry કહે છે. મેં કોઈ દિ ઘુસ લીધી નથી તોય Gooseberry કેમ ક્યે છે આ ધોળિયાઓ ?? ભારતના રૂષી મુનિઓ એ મને આયુર્વેદ માં પહેલા સૌથી પાંચ મહત્ત્વનાં ઔષધમાં સ્થાન આપ્યું છે. હા, એ વાત અલગ છે કે આજ કાલ મારો ઉપયોગ માત્ર Hair Oil બનાવવા તરીકે થાય છે !!  આ માથાના વાળે બહુ તપ કરી ને વરદાન માગ્યું લાગે છે કે આમળું ખાલી મારી જ સેવા કરે !! મનુષ્ય મારે તમને કેવું છે કે મારી સેવાનો લાભ માત્ર વાળ સુધી જ સીમિત નથી, પણ હું તમારા આખા શરીરની સેવા કરી શકું તેમ છુ ! પેહલા તો મને જાણો - 1. તમને એમ લાગે કે હું તુરુ અને ખાટું છુ, Right ? પણ તમારી અજ્ઞાનતા દુર કરી દવ.  મારા મા સ્વાદના છ એ છ રસ છે એટલે કે તીખા, ખાટા, તુરા, મીઠા, ખારા, કડવા !! 2. મારા મા 445 mg થી 650 mg પ્રતિ 100g Vitamin C હોય છે ! જે orange માં હોય એના કરતા 20 ગણું વધારે છે.  3. ભારત માંથી હું દર વરસે 25000 MT બીજા દેશોમાં જાવ છુ. 4. હું શિયાળામાં જ તમને મળી શકું છું.  5. હું ત્રણેય દોષ વાત, કફ અને પિત ને સંતુલિત ...

તબિયત છે તો બધુ છે

*તબિયત છે તો બધુ છે"*
મનોહર પારિકરજી, સુષ્માસ્વરાજ અને અરુણજેટલી... આ બધા પાસે પૈસા, પદ, કાબેલિયત બધુ જ હતું પણ વ્યસ્તતાને કારણે કદાચ હેલ્થ પર ધ્યાનના આપી શક્યા અને જીવ ગુમાવ્યો એમ કહી શકાય...

જેટલીજી ખાવાના ખૂબ જ શોખીન હતા...
જલેબી, સમોસા ફેવરિટ હતા અને નોનવેજ પણ પ્રિય અને ઉપરથી હેવી ડાયાબિટીસ હતું એટ્લે કિડની ફેલ થઈ ગઈ અને કેન્સર થઈ ગયું... જેટલીજીની એવી ઈચ્છા હતી કે પહાડોની વચ્ચે રિટાયર્ડ જિંદગી જીવવી પરંતુ એ સપનું અધૂરું જ રહી ગયું...

આ કિસ્સાઓ પર થી આપણે શું શિખવાનું ?? *વૃધ્ધતાના લીધે મોત આવે એ વ્યાજબી પણ બીમારીના લીધે મરવું પડે એ ખોટું.* હું ઈશ્વરને હમેશા એ જ પ્રાર્થના કરું કે 10 વર્ષ ઓછું જિવાડજો પણ ટપક મોત આપી દેજો બસ... કોઈ બીમારી નહીં બસ...

આ બધુ થવાના મુખ્યત્વે 2 કારણ કહી શકાય...
*[1] વધુ પડતો શારીરિક આરામ* અને 
*[2] વધુ પડતો માનસિક થાક...* બસ આ 2 બાબતોથી પોતાની જાતને બચાવી લેજો...

કોઈ પણ માટે ક્યારેય ભૂખ્યા, તરસ્યા કામ ના કરતાં... પોતાના બાળકો માટે પણ નહીં... કેમ કે *તમારું શરીર સ્વસ્થ હશે તો જ તમે આગળ જતા બાળકોનું ધ્યાન રાખી શકસો અને એની માથે બોજ બનીને નહીં રહો...* એ નફામાં.

ઈચ્છાઓનો ક્યારેય અંત નથી અને ભાગ્યમાં હશે એ મળી જ રહેશે એટ્લે *મહેનત જરૂર કરવાની પણ ચિંતા હરગિજ નહીં કરવાની...* જીવનમાં પદ, પૈસો, બધુ જ અગત્યનું છે પણ એ બધાથી *પહેલા તમારું શરીર છે...* એને સાચવશો તો તમારું જીવન સાર્થક જ છે...

શરીરની સાથે સાથે મન પર કંટ્રોલ રાખતા શીખો કેમ કે બધા ફસાદનું મૂળ તો આ માકડુ મન જ છે ને ?! *મન પ્રફુલ્લિત અને સંતોષી હશે તો શરીર આપમેળે સુડોળ રહેશે જ* અને મન અળવીતરું હશે તો સાથે સાથે શરીરને પણ બગાડશે અને એક વાત યાદ રાખજો કે શરીરનું મૃત્યુ થાય ત્યારે સૌ રડે છે પરંતુ મનનું મૃત્યુ થાય ત્યારે પોતાને જ રડવું પડે છે... એના માટે *સંતોષ રાખવો ખૂબ જ જરૂરી છે...* વધુ પડતી અપેક્ષા કે મોટા સપના ના રાખો અને જે છે એમાં સંતુષ્ટ રહો તો કદાચ તમે આસમાનની ઊંચાઈ ભલે ના મેળવી શકો પણ *સુખી સંસાર જરૂર મેળવી શકશો...*

એક રાજા પોતાના સૈનિકોની સ્થિતિ કેવી છે એ જાણવા નીકળ્યો તો એને એક વૃધ્ધ સૈનિક ઠંડીમાં થોડો બેચેન હોય એવો દેખાણો તો એની પાસે જઇને પૂછ્યું કે... ઠંડી લાગે છે ? તો પેલા સૈનિકે કહ્યું કે લાગે તો છે પણ વર્ષોથી આદત છે તો તકલીફ નથી પડતી... તો રાજા એ કહ્યું કે કાલે તમારા માટે ગરમ કપડાં મોકલી આપીશ જેથી રાહત રહેશે... રાજા આ વચન આપીને ચાલ્યા ગયા અને પછી ભૂલી ગયા... 6 દિવસ પછી પેલો સૈનિક ઠંડીના કારણે મૃત્યુ પામ્યો અને રાજાને એક પત્ર લખતો ગયો કે વર્ષોથી આ જ કપડાંમાં ફરજ નિભાવતા હતા અને ઠંડી સહન કરી લેતા હતા... પણ તમે આવીને ગરમ કપડાંની આશા આપતા ગયા અને અમારું મન નબળું કરતાં ગયા... અને તમારા એ વાયદા એ મારો જીવ લઈ લીધો...

મિત્રો, *જીવનમાં આશા, સપના અને અપેક્ષાનો ઓવરડોઝ ક્યારેય ના થાવા દેવો...* કોઈ પણ વ્યક્તિ કે વિચારનો સહારો ના રાખવો... *સહારો હમેશા માણસને કમજોર જ બનાવે છે...*

*"ખુદ ગબ્બર " બનીને જીવો...* પોતાની તાકાત, પોતાની સહનશક્તિ, પોતાની ખૂબી પર ભરોસો રાખીને જીવો તો ક્યારેય માંદગી નહીં આવે...

વર્તમાન આર્થિક તંગીમાં અકળાઈ જવાને બદલે આ સમય તમને ઘણું શીખવાડી રહ્યો છે એ શીખો અને દરેક પાસે મોટી અને અમૂલ્ય સંપત્તિ જો કોઈ હોય તો એ સ્વસ્થ શરીર અને સ્વસ્થ મન છે, ને આ બંનેની જાળવણી તમે ખુદ જ કરી શકો છો, અન્ય કોઈ ચાહે તો પણ નહીં.
નવા વર્ષ ની શરૂઆત નવી સારી આદત થી કરીએ....💐💐💐

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પેટ ઘણું ચતુર છે, તમારું ગુલામ તો નથી જ

શું તમે જાણો છો પોપૈયાના બીયા ખાવાથી જડમૂળ થી નાબુદ થશે આ ત્રણ બીમારીઓ

તાંબાના વાસણમાં રાખેલા પાણી પીવાના ફાયદા